Site icon News Gujarat

જો તમારી પાસે પણ હોય કોટન સાડીનું કલેક્શન, તો આ રીતે રાખો ખાસ કાળજી, જરા પણ ચોળાશે નહિં…

કોટન સાડી પહેરવામાં જેટલી એલીગન્ટ દેખાય છે , કોટન સાડીની કાળજી લેવી પણ એટલી જ મુશ્કેલ હોય છે. કોટન સાડીની ખાસિયત એ છે કે એને તમે દરેક ઓકેઝન પર પહેરી શકો છો. કોટન સાડી જો ઓફિસમાં પહેરવામાં આવે તો એ એકદમ કોર્પોરેટ લુક આપે છે. કોટન સાડીને તમે જો કોઈ ફેસ્ટિવલ કે ફંક્શનમાં પહેરશો તો એ તમને એકદમ ટ્રેડિશનલ લુક આપશે. પણ કોટન સાડીની સૌથી મોટી તકલીફ એ છે કે બાકી ફેબ્રિકની સરખામણીએ કોટન કપડાનો રંગ વધુ જાય છે. જેના કારણે કોટન કાપડની ચમક ફીકી પડી જાય છે. જો તમે પણ કોટન સાડીના ચાહક હોય ને તો તમે પણ એની કેર આવી રીતે કરો પછી તમારી સાડી જલ્દી ખરાબ નહિ થાય.

આવી રીતે કરો કોટન સાડીની કેર.

image source

જો તમને કોટન સાડીની કાળજીનો સાચો રસ્તો ખબર હોય તો તમે પોતાની કોટન સાડીને વર્ષો સુધી પહેરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે કોટન સાડીની કાળજી કઈ રીતે લેશો અને એને વર્ષોના વર્ષ સુધી જાળવી રાખશો.

1) કોટન સાડીને પહેલી વાર ધોતા પહેલા એને હુંફાળા પાણીમાં ખડક મીઠું નાખીને 15 મિનિટ સુધી પલાળી રાખો. એનાથી સાડીનો કલર પાક્કો થઈ જશે.

2) કોટન સાડીને બીજા બધા કપડાથી અલગ ધુવો.

image source

3) કોટન સાડીને ક્યારેય ડિટરજન્ટમાં ન પલાડો.

4) કોટન સાડીને કડક બનાવી રાખવા માટે એને સ્ટાર્ચ જરૂર કરો. બજારમાં મળતા સ્ટાર્ચ સિવાય તમે ઘરમાં રાંધેલા ભાતના પાણીને પણ સ્ટાર્ચ તરીકે ઉપયોગ કરી શકો છો.

image source

5) કોટન સાડીને સ્ટાર્ચ કર્યા પછી એને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો જેથી કરીને સાડી પર સફેદ ડાઘા ન પડી જાય.

6) કોટન સાડીઓને ધોવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એને નીચવો નહિ.

7) કોટન સાડીને ધોયા પછી હંમેશા છાંયડામાં જ સુકાવો.

8) કોટન સાડી થોડી ઘણી ભીની જેવી રહે ત્યારે જ એને પ્રેસ કરી લો.

9) કોટન સાડીને રાખવા માટે કવરનો જ ઉપયોગ કરો. એવું કરવાથી સાડી હંમેશા નવી જેવી જ લાગશે.

image source

10) વરસાદના સમયમાં કોટન સાડીઓને થોડા થોડા સમયે કબાટમાંથી કાઢીને ચેક કરતા રહો.

11) વધુ દિવસો સુધી સૂટકેસમાં મૂકી રાખેલી કોટન સાડીઓમાં સ્મેલ આવવા લાગે છે. એને દૂર કરવા માટે સુકાયેલા ફૂલ અને પાંદડાને સૂટકેસમાં રાખો.

image source

12) સાડીઓ હંમેશા ફોલ બાજુથી ફાટે છે એટલે સાડીનો ઉપયોગ કર્યા પછી હળવા બ્રશે ફોલમાં લાગેલી ગંદગી સાફ કરી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version