જો તમારું ખાતુ પણ આ બેન્કમાં હોય તો અચૂક વાંચી લેજો આ માહિતી, નહિં તો..

કોરોના મહામારી ના આ સમયમાં આખા દેશમાં લગભગ દરેક ક્ષેત્રમાં આર્થિક ફટકો પડયો છે. આ ક્ષેત્ર ભલે પછી ઓટોમોબાઇલ ક્ષેત્ર હોય, મોબાઈલ અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય કે પછી ખુદ બેન્કિંગ ક્ષેત્ર હોય. આ નુકશાનને વેઠવા અસક્ષમ વિવિધ સંસ્થાનો હવે તેના ગ્રાહકો પર આર્થિક બોજ ઠાલવવા મથી રહી છે. આ મુજબ દેશની અમુક બેંકો અલગ અલગ ચાર્જમાં વધારો વસૂલી રહી છે તો અમુક બેંકો નવા નવા નિયમો લાગુ કરી તે નિયમો પર ખરા ન ઉતરતા ગ્રાહકો પાસેથી દંડ રૂપે ચાર્જ વસુલ કરવાના રસ્તા કાઢી રહી છે.

image source

ત્યારે જો તમારું બેંક અકાઉન્ટ પણ એક્સીસ બેંકમાં હોય તો તમારા માટે આ સમાચાર મુશ્કેલી ઉભી કરનાર સાબિત થઈ શકે તેમ છે. અસલમાં એક્સિસ બેન્કે કોરોના મહામારી ના સંકટ વચ્ચે પોતાના સર્વિસ ચાર્જ માં વધારો કર્યો છે. એક્સિસ બેન્ક આવતા મહિનાથી આ ફેરફાર કરવા જઈ રહી છે અને તેણે તેની જાહેરાત પણ અગાઉથી કરી દીધી છે. એક્સિસ બેન્કે તેના ગ્રાહકોને આપવામાં આવતી એસએમએસ સુવિધા ના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

1 જુલાઈથી મોંઘી થઈ જશે બેંકની આ સર્વિસ

image source

એક્સિસ બેન્ક પોતાના ગ્રાહકોને આપવામાં આવતી એસએમએસ સુવિધા ના ચાર્જમાં વધારો કર્યો છે. બેંક આગામી જુલાઇ મહિનાથી આ સુવિધા ના ચાર્જમાં વધારો કરશે. સાદા શબ્દોમાં કહીએ તો તમે બેંકને એસએમએસ એલર્ટ માટે જે ચાર્જ ચૂકવતા હતા તેના બદલે હવે વધારે ચાર્જ ચૂકવવો પડી શકે છે.

બેંકે વધાર્યો સર્વિસ ચાર્જ

image source

એક્સિસ બેન્ક આગામી જુલાઈ મહિનાથી એસએમએસ સર્વિસ ચાર્જ માં વધારો કર્યો છે. એટલું જ નહીં આ પહેલા પણ એક્સિસ બેન્ક સેવિંગ અકાઉન્ટ પર લેવામાં આવતા સર્વિસ ચાર્જ ને પણ વધારી દીધા હતા. આગામી જુલાઇ મહિનાથી હવે એક્સિસ બેન્ક ના ખાતા ધારકોને બેંક તરફથી આવતા એસએમએસ ચાર્જ માટે 25 પૈસા તથા વધુમાં વધુ 25 રૂપિયા પ્રતિ મહિના આપવા પડશે. એક્સિસ બેંક તરફથી ગયા મહિને મિનિમમ બેલેન્સ, કેશ ટ્રાન્જેક્શન જેવી સર્વિસ માટે ના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. બેંકના આ નિર્ણય બાદ એક્સિસ બેન્ક માંથી પૈસા કાઢવા ખાતા ધારકો માટે હવે મોંઘા સાબિત થશે. હવે દર મહિને 4 ATM ટ્રાન્ઝેક્શન કે બે લાખથી વધુ પૈસા કાઢવા પર તમારે ચાર્જ આપવો પડશે.

બેંકે 20 પૈસા પ્રતિ એસએમએસ ચાર્જ

image source

બેંક દ્વારા 1 જુલાઈથી પ્રતિ sms માટે ગ્રાહકે એક્સીસ બેંકને 25 પૈસા ચૂકવવા પડશે. આ ચાર્જ પહેલા 5 પૈસા પ્રતિ sms હતો જેમાં સીધા જ 20 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ચાર્જીસમાં બેંક તરફથી આપવામાં આવતા OTP શામેલ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!