જો તમે પણ વાપરો છો એન્ડ્રોઈડ ફોન તો ભૂલથી પણ ન કરશો આ ભૂલ, નહીં તો થશે મોટી મુશ્કેલી

વધતી ટેકનિકની સાથે તમારા અંગૂઠાના ક્લિક પર તમે દરેક ચીજ મેળવી શકો છો. પછી તે બેંકિંગ સર્વિસ હોય કે કોઈ અન્ય સર્વિસની સુવિધા. તમારા સ્માર્ટફોનમાં દરેક ચીજ સરળતાથી મળી રહે છે. આ સુવિધાઓની સાથે સાથે આજકાલ ઈન્ટરનેટ પર અનેક માલવેર અને સ્પાય વેર પણ છે. સામાન્ય રીતે માલવેર એ એપ છે જે તમને કોઈ ફીચરને આપવાનો દાવો કરે છે. પણ તેમનો હેતુ તમારા ફોનથી પર્સનલ ડેટા, બેંકિંગ ડિટેલ્સ અને તમારા વિશેની જાણકારી કોઈને મોકલવાનો રહે છે.

image source

આ બધામાં સૌથી ખતરનાક માલવેર છે જે આજાકાલ ફેકસિસઅપડેટ છે, તમને લાગશે કે તમે એન્ડ્રોઈડ સિસ્ટમને માટે અપડેટ છે પણ તે ખતરનાક એપ હોય છે જે ફોનમાં ઈન્સ્ટોલથી અનઈન્સ્ટોલ થઈને તમારા ફોનની તમામ પરમિશન અને કંટ્રોલને અન્ય દૂર જગ્યાએ બેઠેલા હેકરને આપે છે.

image source

જો તમે તમારા ફોનની મદદથી કંઈ પણ કરો છો જેમકે કોઈની સાથે ચેટિંગ, ફોનની ગેલેરીના ફોટો, વીડિયોઝ જે પણ ફોનમાં છે તે દૂર બેઠેલા હેકર ટ્રેક કરી શકે છે. એટલું જ નહીં આ માલવેર તમારા ફોનમાં જાતે જ ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરી શકે છે. આ સિવાય એક સિક્યોરિટિ રિસર્ચે સૌથી પહેલી વાર માલવેરનો ખ્યાલ મેળવ્યો અને તેનો એક રિપોર્ટ કહે છે કે આ એપની મદદથી ફોનમાં હોવાથી ગંભીર પરિણામ આપી શકે છે. ફેકસિસઅપડેટ તમારા ફોનમાં અનઈન્સ્ટોલ થયા બાદ બેકગ્રાઉન્ડમાં હંમેશા ચાલતા રહે છે અને તે પણ તમારી જાણકારી વિના.

image source

ક્યારેક તમને સ્ક્રીન પર મેસેજ દેખાય તેવું બને. આમાં લખ્યું હોય છે કે સર્ચિંગ ફોર અપડેટ્સ, તેને લઈને કોઈ યૂઝર એમ જ વિચારશે કે ફોનના એન્ડ્રોઈડ સિસ્ટમનું અપડેટ આવ્યું છે અને તમે તેને અનઈન્સટોલ કરો છો. આ પછી તમારા ફોનના એસએમએસ ઈનબોક્સને લઈને તમે પ્રાઈવેટ ડેટા હેકર્સના હાથમાં આવી જાય છે.

image source

સાઈબર સિક્યુરિટી રિસર્ચના અનુસાર તેમને ખ્યાલ આવી શક્યો નથી કે ફેક સિસઅપડેટ સ્પાયવેર ઈન્ટરનેટ પર કેવી રીતે ફેલાયો. સાઈબર સિક્યોરિટી ફર્મ્સનો દાવો છે કે આ માલવેર ગૂગલના પ્લેસ્ટોરથી ફેલાતો નથી. સાઈબર વિશેષજ્ઞોના અનુસાર આ માલવેર સ્પીઅર ફીશિંગનો ઉપયોગ યૂઝરના ડેટા સિક્યોરિટીને બ્રીચ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.