રસોઈની આ 1 ચીજનો કરો ખાસ ઉપયોગ, પાતળી આઈબ્રો બની જશે ગાઢ અને સુંદર

અનેક લોકો પોતાની પાતળી આઈબ્રોને લઈને પરેશાન રહે છે. જો તમે નેચરલ રીતે પાતળી આઈબ્રોને ગાઢ અને સુંદર બનાવવા ઈચ્છો છો તો તમે તમારી રસોઈમાં રહેલી ડુંગળીની મદદ લઈ શકો છો. તેના 3 અલગ રીતે કરાતા ઉપયોગ તમને રાહત આપે છે અને તમારા ચહેરાનો લૂક પણ વધારે છે.

image source

તો જાણી લો કઈ રીતે રસોઈમાં રહેલી ડુંગળીનો સીરમ, ડુંગળીનો રસ અને ડુંગળીનું તેલ તમારી મદદ કરી શકે છે. આ સાથે તમારે તે ચીજને કયા સમયે અને કેવી રીતે લગાવવી તે જાણવું પણ જરૂરી છે.

image source

ડુંગળીના સીરમનો ઉપયોગ કરો, જાણી લો બનાવવાની રીત
તેને બનાવવા માટે સૌ પહેલા એક બાઉલમાં એક ચમચી ડુંગળીનો રસ, 2 ચમચી એલોવેરા જેલ અને 5 ડ્રોપ રોઝમેરી એસેન્શિયલ ઓઈલને મિક્સ કરો અને તેને સારી રીતે ફેંટી લો. આ ચીજને એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તમે જ્યારે રાતે સૂવા જાઓ ત્યારે તેને આઈબ્રો પર લગાવીને તેનાથી માલિશ કરો. આવું તમે સતત 3 અઠવાડિયા સુધી કરી શકો છો. આ પછી તમને ફરક દેખાશે. તમારી આઈબ્રોનો ગ્રોથ પણ ધીરે ધીરે વધવા લાગશે. પાતળી આઈબ્રો જાણે તમે ભૂલી જશે. ઓછા ખર્ચે આ ઉપાય કમાલનુ રીઝલ્ટ આપે છે.

ડુંગળીનું તેલ

image source

સૌ પહેલા તમે એક મોટી ડુંગળી લો અને એક કપ નારિયેળનું તેલ પણ લો. હવે ડુંગળીને નાના ટુકડા કરીને કાપી લો. એક વાટકીમાં નારિયેળ તેલ લો અને તેમાં કાપેલી ડુંગળી મિક્સ કરી લો. હવે આ વાટકી ગેસ પર રાખો અને ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવો. હવે તે ગેસને બંધ કરી લો અને આ તેલ અને ડુંગળીના મિશ્રણને ગાળી લો. તેને સાફ સ્પ્રે બોટલમાં ભરી લો. જ્યારે તમે રાતના સમયે સૂવા જાઓ તો તમે તેને આઈબ્રો પર લગાવી લો. આ પછી તમારી આંગળીઓની મદદથી મસાજ કરો. તમે થોડા સમય બાદ રીઝલ્ટ મેળવી શકશો. તમે નારિયેળ તેલના બદલે ઓલિવ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી તમારી આઈબ્રોનો ગ્રોથ જલ્દી વધશે.

ડુંગળીનો રસ

image source

જો તમે ડુંગળીનો સીરમ કે ડુંગળીનું તેલ યૂઝ કરવા ન ઈચ્છતા હોવ તો તમે ડુંગળીનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો. ડુંગળીનો રસ બનાવવા માટે તમે એક ડુંગળી લો અને તેને છીણી પર ઘસી લો. હવે એક ચારણીમાં તેને રાખો અને હાથથી કે ચમચીથી દબાવી લો. વાટકીમાં રસ ભેગો થશે. તેને એક બોટલમાં ભરી લો. તેમાં તમે સુગંધ માટે રોઝમેરી ઓઈલના ટીપા મિક્સ કરી શકો છો. જો તમે સારું રીઝલ્ટ મેળવવા ઈચ્છો છો તો તમે તેને રાતે સૂતી સમયે લગાવી દો તે જરૂરી છે. 2 અઠવાડિયા સુધી સતત આ પ્રયોગ કરવાથી તમને ફટાફટ સારું રીઝલ્ટ મળી જશે.