પીડાવ છો પેટમા કીડાઓની સમસ્યાથી તો કરો ફક્ત આ વસ્તુનુ સેવન અને મેળવો આ સમસ્યામાંથી મુક્તિ…

મિત્રો, કારેલા એ એક એવી સબ્જી છે કે, જે ખૂબ જ કડવી હોય છે પરંતુ, તે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અઢળક ગુણોથી ભરપૂર હોય છે. આ સબ્જીના લાભ વિશે જો વાત કરીએ તો, તે ડાયાબિટીસની બીમારીને દૂર કરવા માટે અમૃત સમાન માનવામા આવે છે કારણકે, આ સબ્જીનુ નિયમિત સેવન આપણા શરીરના ઇન્સ્યુલિનના સ્તરને સાવ સામાન્ય રાખે છે.

image source

આ ઉપરાંત તે સુગરની સમસ્યા સિવાય અન્ય અનેકવિધ બીમારીઓના જોખમને પણ ઘટાડે છે. આ ઉપરાંત આ સબ્જીનો ઉપયોગ આપણને ગંભીર અને અસાધ્ય બીમારીઓ જેમકે, પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ, યકૃત સાથે સંકળાયેલ સમસ્યા, અસ્થમાની સમસ્યા વગેરેમા રાહત આપવા માટે સહાયરૂપ સાબિત થાય છે. તો આજે આ લેખમા અમે તમને કારેલાના સેવનથી થતા લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ સબ્જીમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ છુપાયેલા છે. આ સબ્જીને તમે ગુણતત્વોનો ખજાનો પણ કહી શકાય. આ સિવાય આ સબ્જીમા કેરોટીન, બીટા કેરોટીન, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા પોષકતત્વો પુષ્કળ માત્રામા સમાવિષ્ટ જોવા મળે છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

image source

અસ્થમા એટલે કે શ્વાસ સાથે સંકળાયેલ બીમારીઓમા પણ કારેલાનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ધૂળ અને ધુમાડાના કારણે શરીરમા થતી સમસ્યાઓને અટકાવવા માટે તમે કારેલાના રસમા તુલસીનો રસ અને મધ રાત્રે મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ ઉપરાંત આ સબ્જી હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓનુ જોખમ ઘટાડવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ સબજીના રસનુ સેવન કરવાથી અથવા ઓછા મસાલાવાળી કારેલાની સબ્જીનુ સેવન કરવાથી ઓટેરી વાલ્વ પર એકત્રિત થયેલ નકામો કચરો દૂર થાય છે તથા નબળા કોલેસ્ટરોલની સમસ્યા અને બ્લડ સુગરની સમસ્યા દૂર થાય છે.

image source

આ સબ્જીનો ઉપયોગ ડાયાબિટીસ સાથે પેટના કૃમિને દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આ માટે એક ચમચી કારેલાના પાનના રસમા એક ગ્લાસ છાશ મિક્સ કરીને નિયમિતપણે તેનુ સેવન કરવામા આવે તો તમને પેટના કૃમિની સમસ્યામા તુરંત રાહત મળી શકે છે તેમજ તમારુ યકૃત મજબૂત બને છે.

આ ઉપરાંત જો તમે અપચો કે કબજિયાતની સમસ્યાથી પીડિત છો તો નિયમિત રીતે કરેલા રસનુ સેવન કરો. આ ઉપરાંત કબજિયાત સાથે એસિડિટી અને છાતીમાં બળતરા વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવામાં તેમજ પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કમળો અને યકૃતના રોગો માટે કારેલા રામબાણ ઇલાજ સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત