નાના મોટા સૌને ભાવે છે બારેમાસ મળતા ભીંડા, જાણી લો તેના ફાયદા પણ

બારેમાસ મળતા ભીંડાનું શાક આપણા દરેકના ઘરાં બનતું હોય ચે. નાના મોટા સૌ આ શાક પ્રેમથી ખાય છે. દહીં ભીંડા, ભીંડા બટાકા હોય કે એકલું ભીંડાનું શાક હોય. દરેકને મજા આવે છે.

ભીંડામાંથી મળે છે આ વિટામીન્સ

image source

ભીંડામાં પ્રોટીન વસા કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાયબર વગેરે પ્રચુર માત્રામાં હોય છે.

આટલા રોગમાં ફાયદો કરે છે ભીંડા

ભીંડામા ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા બીપી લેવલને કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ રોજ નહીં તો અઠવાડિયે 2-3 વાર ભીંડાનું શાક ખાવું.

ઘૂંટણના દુઃખાવવામાં મળશે રાહત

ભીંડામાં કેલ્શિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી હાડકા મજબૂત બને છે. જો તમને ઘૂંટણ કે સાંધાના દુઃખાવવાની સમસ્યા રહે છે તો તમે આ શાકનો ઉપયોગ કરી શકો છો.

આંખને કરે છે ફાયદો

image source

ભીંડા ખાવાથી આંખની નબળી દૃષ્ટિ તેજ બને છે. વિટામીન એ નો સોર્સ ગણાતા ભીંડા ફાયદો આપે છે.

અસ્થમા

વિટામીન સીથી ભરપીર ભીંડાના સેવનથી અસ્થમાના દર્દીઓને રાહત મળી રહે છે. સ્વાદિષ્ટ ભીડાનું શાક ફેફસામાં સોજો અને ગળામાં ખારાશથી પણ જલ્દી રાહત આપે છે.

સ્કીન કરશે ગ્લો

image source

જો તમે ભીંડાનું સેવન વધારે પ્રમાણમાં કરો છો તો તમારી સ્કીન ગ્લો કરે છે. તેમાં વિટામીન સી હોય છે જે સ્કીનને કોમળ અને ગ્લોઈંગ બનવામાં મદદ કરે છે.

વજન ઘટાડે છે

ભીંડાનું અધકચરું પકવેલું શાક ખાવાથી તમારું વજન ઝડપથી ઉતરવા લાગે છે. સવાર સાંજ કાચા ભીંડા ચાવી જવાથી પણ વજન ઘટે છે.

કેન્સરને કરે છે દૂર

ખાસ કરીને તમે જ્યારે ભીંડાનું સેવન કરો છો તો તેના કોલોન કેન્સરને દૂર કરવામાં મદદ કરે છે. તે આંતરડાના વિષૈલા તત્વોને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે. તેનાથી આંતરડા સ્વસ્થ રહે છે અને સારી રીતે કામ કરે છે.

image source

ઉપરના તમામ રોગ સિવાય પણ પીળીયો, તાવ, ચહેરા પરથી ડાઘ હટાવવા, શારીરિક નબળાઈ દૂર કરવામાં અને સાથે સિફિલિસના રોગમાં પણ ભીંડા લાભદાયી માનવામાં આવે છે.

ધ્યાન રાખો કે કોણે અને ક્યારે ન ખાવા જોઈએ ભીંડા

ભીંડા ખાવાના અનેક ફાયદા છે તો તેના નુકસાન પણ છે. ખાસ કરીને જો તમને ખાંસી હોય તો તમારે ભીંડાનું સેવન કરવું નહીં. પાચનતંત્ર વિકારમાં ભીંડાનું સેવન ન કરો. વાયુ સંબંધી ફરિયાદ હોય તો ભીંડનું સેવન તમને નુકસાન કરી શકે છે. આ સીવાય સાયનસના દર્દીઓએ ભીંડાનું સેવન કરવું નહીં.

image source

જો તમે દહીં અને ભીંડા સાથે ખાઓ છો તો તેમાં રહેવું વિટામીન સી તમારી ઇમ્યનિટી વધારે છે. ભીંડામાં રહેલું ફાઈબર મધુમેહ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ માટે સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત