રસોઈ ગેસનો ઉપયોગ કરતી સમયે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, નહીં તો થશે મોટું નુકસાન

આજકાલ મોટા ભાગના ઘરોમાં રસોઈ ગેસની સુવિધા શરૂ થઈ ચૂકી છે. પીએમ મોદીની ઉજ્જવલા યોજનાના આધારે અનેક ઘરોમાં ગેસની સુવિધા પહોંચાડી દેવામાં આવી છે અને અનેક ગામમાં પણ તેનો લાભ મળી રહ્યો છે. એક આંકડા અનુસાર ભારતના લગભગ 99 ટકા ઘરોમાં એલપીજી સિલિન્ડર પહોંચી ચૂક્યો છે. 2014ના વર્ષમાં આ આંક લગભગ 55 ટકાનો જોવા મળી રહ્યો હતો. ઈન્ડિયન ઓઈલ દ્વારા 10 માર્ચ 2021ના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર આ વિશેની જાણકારી મળી રહે છે. દેશમાં ગેસ સિલિન્ડરના વધતા ઉપયોગના કારણે સ્વસ્છ ઈંધણનો વિકલ્પ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ સાથે લોકોની સુવિધામાં પણ વધારો થયો છે. આ સાથે જેમ એક સિક્કાની 2 બાજુ હોય છે તેમ ગેસ સિલિન્ડરની સુવિધાની સાથે ઉપયોગમાં પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. એલપીજી સિલિન્ડરથી થનારી દુર્ઘટનાને માટે સાવધાન રહેવું જરૂરી છે. તેમાં થોડી નાની ભૂલ પણ મોટી મુશ્કેલી લાવી શકે છે. તે તમારા જીવનની સાથે પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી દે છે.

image source

નવા એલપીજી કનેક્શન લેતી સમયે તેમાં પણ ડિસ્ટ્રીબ્યુટર્સની તરફથી એલપીજીના સુરક્ષુત ઉપયોગને માટેની જાણકારી આપવામાં આવી છે. એલપીજી ગેસ પૂરી પાડનારી કંપનીઓ પણ સમયે સમયે અનેક અલગ માધ્યમથી લોકોને સાવધાન કરી રહી છે. તો અમે પણ આપને આવી જ કેટલીક વાતો આજે જણાવી રહ્યા છીએ જેનું ધ્યાન રાખી લેવાથી તમે સ્વસ્થ રહી શકો છો અને સુવિધા પણ મેળવી શકો છો.

ઘરમાં મેન એલપીજી સિલિન્ડરની સાથે સાથે એકસ્ટ્રા સિલિન્ડરને પણ કોઈ હવાવાળી જગ્યાએ રાખો. જો સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હોય તો એક જ જગ્યા પર રહેશે નહીં. આ કારણએ સલાહ આપવામાં આવે છે કે ગેસ સિલિન્ડરને કિચનના કેબિનેટમાં ન રાખીને કોઈ હવાવાળી જગ્યાએ રાખો તે હિતાવહ છે.

image source

ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતી સમયે એ જરૂરથી નક્કી કરો કે તેની પર કંપનીનું સિલ લાગેલું હોય. સાથે એ પણ ધ્યાન રાખો કે સેફ્ટી કેપની સાથે કોઈ છેડછાડ કરવામાં ન આવી હોય. તમે તેમાં કોઈ પણ શંકા રાખો છો તો ગેસ સિલિન્ડર ડિલિવર કરનારી વ્યક્તિનો સંપર્ક કરો.

એલપીજી સાથે જોડાયેલી કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરો છો તો ભૂલ્યા વિના તેની પર બીઆઈએસનો માર્ક અને લાયસન્સ ચેક કરો. સારું રહેશે કે તમે કોઈ અધિકૃત ડિસ્ટ્રીબ્યુટરની પાસેથી આ સામાન ખરીદો.

image source

કોઈ પણ આકસ્મિક દુર્ઘટનામાં બચાવ માટે તમે ગેસ સ્ટોવ, પાઈપ, રેગ્યુલેટર ને સમયાંતર સર્વિસ કરાવતા રહો તે જરૂરી છે. તમે ડિસ્ટ્રીબ્યુટર મિકેનિકના સંપર્ક નંબર પણ તમારી પાસે હાથવગા રાખો તે જરૂરી રહે છે.

ગેસ સિલિન્ડરના ઉપયોગ બાદ તેનું રેગ્યુલેટર એટલે કે નોબ બંધ કરવાનું ભૂલશો નહીં. સારું એ રહેશે કે રોજ સાતે સૂતા પહેલા એક વાર આ નોબને ચેક કરી લો. જ્યારે સિલિન્ડરનો ઉપયોગ ન થઈ રહ્યો હોય તો આ નોબને બંધ રાખો. જેથી ગેસ લીકેજની સમસ્યાથી તમે બચી શકો છો.

image source

ગેસ સિલિન્ડરને હંમેશા સીધો જ રાખો. ગેસ સ્ટોવને સિલિન્ડરના લેવલથી ઉપર જ કોઈ પ્લેટફોર્મ પર રાખો. ધ્યાન રાખો કે તમારા ગેસ સિલિન્ડર કોઈ ગરમ ચીજના સોર્સની આસપાસ ન રાખવામાં આવ્યો હોય, અથવા તો લાંબા સમય સુધી તેની પર સીધો તડકો ન પડતો હોય. શક્ય હોય તો કિચનમાં કેરોસીન કે પેટ્રોલિયમ પદાર્થને ન રાખો. અથવા સિલિન્ડરને તેના સ્થાનથી દૂર રાખો તે ઈચ્છનીય છે.

તો જો હજુ તમે પણ આમાંથી કોઈ પણ ભૂલ કરો છો તો તમારે તેનું ધ્યાન આજથી જ રાખી લેવું જરૂરી છે જેથી તમે તેની મુસ્કેલીઓથી બચી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!