આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો, બસ ખાલી રસોઇ કરતી વખતે ફોલો કરો આ 21 ટિપ્સ

જમવાનું બનાવવાના શોખીન લોકોને આવી સરળ અને અકસીર ટિપ્સની જરૂર હોય જ છે જેની મદદથી એ રસોઈને વધુ ટેસ્ટી બનાવી શકે. ઘણીવાર જમવાનું બનાવવામાં આપણે ઘણી મહેનત કરીએ છીએ, ઘણા બધા મસાલા નાખીએ છીએ, એ પછી પણ રસોઈ ટેસ્ટી નથી બનતી. આવા જ લોકો માંગે આજે અમે અમુક ઉપયોગી ટિપ્સ જણાવીશું જેને અપનાવીને એ રસોઈનો સ્વાદ વધારી શકે છે..

image source

1. આલુ પરોઠા ક્રિસ્પી બનાવવા માટે ઘઉંના લોટમાં 2 ટેબલસ્પૂન બેસન ભેળવો. લોટ બહુ કડક ન હોવો જોઈએ અને બહુ નરમ પણ ન હોવો જોઈએ. લોટ બાંધ્યા પછી એને 5 મિનિટ માટે ઢાંકી રાખો જેથી લોટ થોડો નરમ થઈ જાય.

image source

2. કઢી બનાવતી વખતે ઘણીવાર દહીં ફાટી જાય છે અને એનો સ્વાદ નથી આવતો. તો દહીં ફાટી ન જાય એ માટે બેસન અનવ દહીંને ભેળવીને સારી રીતે ફેંટી લો. એને ગેસ પર મૂકો ત્યારે સતત હલાવતા રહો અને જ્યારે કઢી બની જાય ત્યારે છેલ્લે મીઠું નાખો.

image source

3.ક્રિસ્પી ભજીયા બનાવવા માટે બેસનને બરફના ઠંડા પાણીમાં ઘોળો. એનાથી ભજિયાનું ખીરું પણ ઠંડુ થઈ જશે અને તળતી વખતે ભજીયા વધુ તેલ પણ નહીં પીવે.

4. આદુ લસણની પેસ્ટ બનાવતી વખતે 3:2નું પ્રમાણ હોવું જોઈએ એટલે કે 60% લસણ અને 40% આદુ. આદુનો સ્વાદ તેજ અને તીખો હોય છે. વધુ આદુ નાખવાથી પેસ્ટમાં લસણની ફ્લેવર ખબર જ નથી પડતી.

5. આલુ પરોઠા તો બધાને જ ખૂબ જ ભાવે છે પણ જો બટાકાના સ્ટફિંગમાં શેકેલું જીરું પાઉડર, કસૂરી મેથી અને મેગી મસાલો નાખશો તો પરોઠા વધુ સ્વાદિષ્ટ બનશે.

6. કસ્ટર્ડને ક્રિમિ બનાવવા માટે એને સતત હલાવતા રહો જેથી એમાં ગઠ્ઠા ન પડી જાય. એ સિવાય કસ્ટર્ડ પેનના તળિયે ચોંટી પણ નહી જાય

image source

7. હોમમેડ કેક બનાવતી વખતે જો એમ સુગરને કેરેમલાઈઝ કરીને કેકના બેટરમાં ભેળવવામાં આવે તો એનાથી કેકનો કલર અને સ્વાદ બંને વધી જશે. સુગરને કેરેમલાઈઝ કરવા માટે 1 ટીસપુન સુગરને પેનમાં ગોલ્ડન થાય સુધી ગેસ પર રાખો. સુગરનો કલર બ્રાઉન થાય એટલે તરત કેકના બેટરમાં ભેળવીને હલાવી લો.

8. શાક બનાવતી વખતે જો ગ્રેવી પાતળી થઈ ગઈ હોય તે એને ઘાટી કરવા માટે ટોમેટો પ્યુરી નાખો. એક પેનમાં ટામેટાને નરમ થાય ત્યાં સુધી રાંધો. છાલ કાઢીને ટામેટા, ચપટી મીઠું અને ખાંડ નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. પેનમાં નાખીને 2 3 મિનિટ સુધી રાંધો. જો ટોમેટો પ્યુરી સીધી જ નાખી દેશો તો શાકમાં કાચા ટામેટાની સ્મેલ આવશે.

image source

9. તમે ઈચ્છો તો શાકમાં બીટ અને ગજરની પ્યુરી પણ નાખી શકો છો. પણ શાકમાં નાખતા પહેલા એને રાંધી લો. બીટ અનવ ગાજરની પ્યુરી નાખવાથી શાકનો રંગ વધુ ટેમ્પટિંગ બની જાય છે.

10. ચોખાની કહીને ઘાટી કરવા માટે એમાં થોડો મકાઈનો લોટ પાણીમાં ઘોળીને નાખી દો. ધીમા તાપે આ ખીરનો ચડવા દો.

image source

11. ક્રિસ્પી ઢોસા ખાવાની ઈચ્છા છે તો દાળ ચોખા પલાડતી વખતે એમના થોડી સૂકી મેથીના દાણા નાખી દો અને પછી પીસી લો.

12.ઘણા દિવસ સુધી ફ્રિજમાં રાખેલું પનીર જો કડક થઇ ગયું હોય તો એને મીઠાના હુંફાળા પાણીમાં 15 મિનિટ સુધી ડુબાડીને રાખો. પનીર નરમ થઈ જશે.

13.ખસતા પુરી બનાવવા માટે ઘઉંના લોટમાં 1 ટીસ્પૂન સોજી કે ચોખાનો લોટ નાખી દો. એનાથી પુરીઓ એકદમ ખસતા બનશે.

14.ડુંગળી સાંતડવામાં ઘણો સમય લાગે છે અને જો તમારી પાસે વધુ સમય નથી તો તેલ ગરમ કરતી વખતે એમાં ચપટી ખાંડ નાખી દો અને પછી ડુંગળી સાંતળો. એનાથી ડુંગળી જલ્દી ચડી જશે અને પેસ્ટનો કલર પણ સારો આવશે.

15. ભજીયાનો સ્વાદ વધારવા માટે બેસનમાં થોડું દૂધ અનવ પાણી ભેળવીને મિક્સ કરી લો. એ પછી એમાં મીઠું અને હળદર પાઉડર મિક્સ કરીને ફરી હલાવી લો.

image source

16. કૂકરમાં ભાત બનાવતી વખતે પાણીનું સાચું પ્રમાણ ન નાખવાથી ભાતમાં પાણી રહી જાય છે. એ માટે ભાત બનાવતી વખતે એમાં 2 ટીસ્પૂન ઘી અનવ અડધું લીંબુ નાખીને 2 સીટી વાગે ત્યાં સુધી રાંધો.

17. લીલા શાકભાજી બનાવતી વખતે ઘણીવાર રંગ ફિકો થઈ જાય છે. એનો રંગ જાળવી રાખવા માટે લીલા શાકભાજી બનાવતી વખતે એમાં 2 ટીસ્પૂન દૂધ મિક્સ કરી લો. દૂધની જગ્યાએ તમે અડધી ચમચી ખાંડ પણ નાખી શકો છો.

18.ગ્રેવીને ઘાટી કરવા માટે મલાઈનો ઉપયોગ કરવામાં આવે છે. પણ જો ઘરમાં મલાઈ ખતમ થઈ ગઈ હોય તો તમે એની જગ્યાએ ફ્લાવરનો ઉપયોગ કરી શકો છો. ફ્લાવરને મોટા ટુકડામાં સમારી સ્ટીમમાં 5 મિનિટ સુધી રાંધો. પછી પાણી નિતારીને મિક્સરમાં પીસીને ઘાટી પ્યુરી બનાવી લો. જ્યારે પણ શાકમાં ફ્રેશ ક્રીમ નાખવાની હોય ત્યારે આ પ્યુરી નાખો..

image source

19. ચા કે કોફી બનાવતી વખતે એમાં ખાંડ વધુ પડી જાય તો એમના ચપટી મીઠું નાખી દો. મીઠાના કારણે ખાંડની મીઠાશ ઓછી થઈ જાય છે.

20. દાળમાં જો ઉપરથી વઘાર કરવામાં આવે તો દાળનો સ્વાદ વધી જાય છે અને દાળ દેખાવમાં પણ એકદમ યમી લાગે છે. પણ ખાસ વાત એ છે કે વઘાર તેલને બદલે ઘીથી કરો.

21.ભજીયા માટે ખીરું બનાવતી વખતે બેસનમાં એક ચપટી આરા લોટ અને થોડું ગરમ તેલ નાખીને મિક્સ કરી લો. પછી પાણી નાખીને હલાવી લો. ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત