Site icon News Gujarat

સ્થૂળતા અને પાચન સહિતની અનેક તકલીફોમાં લાભદાયી છે સવારમાં પીવાતું આ 1 ગ્લાસ પાણી, જાણો ફાયદા

મેથી એક એવી વસ્તુ છે જે દરેક ભારતીય રસોઈમાં સરળતાથી મળી રહે છે. મેથી સ્વાદમાં કડવી હોય છે પણ તેના સ્વાસ્થ્ય લાભ જાણી લેશો તો તમે પછી તેનો ઉપયોગ કરવાનું છોડશો નહીં. મેથીનો ઉપયોગ તમે ભોજનનો સ્વાદ વધારવા માટે કરતા હશો. મેથીની અનેક વાનગીઓ પણ તમે બનાવતા હશો જેમકે મેથીના દાણા, શાક, મેથીના લાડુ, મેથીના પરાઠા, મેથીની ચટણી વગેરે. આ બધી વસ્તુઓ તમે શોખથી ખાઈ પણ લેતા હોવ છો. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી કયા ફાયદા મળી રહે છે. નહીં ને તો જાણો આયુર્વેદ એક્સપર્ટ કહે છે કે મેથીમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ સિવાય મેથીને અનેક વિકારો અને રોગમાં લાભદાયી માનવામાં આવે છે. મેથીના બીજમાં એન્ટીઓક્સીડન્ટ્સ અને સોજા રોધક ગુણો જોવા મળે છે.

image source

આયુર્વેદ એક્સપર્ટ કહે છે કે મેથીના બીજનું પાણી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા આપનારું હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સવારે ખાલી પેટે પાણી પીઓ છો. મેથીનું પાણી કેટલું ફાયદારૂપ છે તે જાણ્યા બાદ તમે તેનો રોજ ઉપયોગ કરો તે શક્ય છે. ખાસ કરીને આ પાણી વાળ, સ્કીન માટે પણ ફાયદો કરનારું સાબિત થઈ શકે છે.

મેથીમાં આ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે

image source

મેથીમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીરને માટે જરૂરી છે. મેથીમાં પ્રોટીન, ટોટલ લિપિડ, ઉર્જા, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેગેંનીઝ, વિટામીન સી, વિટામીન બી, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ હાજર રહે છે.

કેવી રીતે બનાવશો મેથીનું પાણી અને કેવી રીતે કરશો ઉપયોગ

સૌ પહેલા તો એક ચમચી મેથી લો અને તેમાં એક ગ્લાસ પાણી મિક્સ કરીને તેને આખી રાત પલાળીને રાખો.

સવારે ઉઠીને આ પાણીને ગાળી લો અને તેને ખાલી પેટે પી લો.

જો તમે ઈચ્છો તો આ મેથીના દાણાને પાણી પીધા બાદ ખાઈ શકો છો.

સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે.

મેથીની પ્રકૃતિ ગરમ હોય છે. આ માટે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ તેનું સેવન કરવું.

મેથીનું પાણી પીવાથી થાય છે આ મોટા ફાયદા

image source

આયુર્વેદ એક્સપર્ટ કહે છે કે મેથીનું પાણી સવારે ખાલી પેટે પીવાથી શરીરમાં રહેલા વિષાક્ત તત્વો બહાર નીકળી જાય છે. તેનાથી વજન ઘટાડવામાં રાહત મળે છે. આ પાચનને સારું રાખવાની સાથે સ્કીનને પણ હેલ્ધી રાખે છે. અનેક અન્ય સમસ્યાઓ જેવી કે પાચન, કબજિયાત, અપચો અને એસિડિટીથી રાહત અપાવે છે. મેથીનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીનું પાણી નિયમિત સેવન કરવાથી કિડનીમાં પથરી હશે તો તેમાં પણ આરામ મળે છે. મેથીમાં પથરીને પીગળાવી દેવાના ગુણ હોય છે. મેથીનું પાણી વાળને માટે પણ લાભદાયી છે. આ સિવાય વાળની અનેક સમસ્યામાં તેનાથી રાહત મળે છે. તમે અઠવાડિયામાં એક વાર મેથીના પાણીથી વાળ ધોઈ શકો છો. તેનાથી વાળ હેલ્ધી રહે છે. તેનો વિકાસ પણ સારો થાય છે.

image source

તો હવેથી હેલ્થ, સ્કીન અને હેર કેરમાં અનેક રીતે ઉપયોગી એવી મેથી અને મેથીના પાણીના અનેક ફાયદા જાણી લીધા બાદ તમે તેનો રોજ સવારે ઉપયોગ શરૂ કરો. તમારી અનેક સમસ્યાઓ ફટાફટ દૂર થશે.

Exit mobile version