જો તમને ડીલર આપે છે ઓછું રાશન, તો આ નંબરો પર ફટાફટ કરી લો ફરિયાદ

રાશન કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જેની મદદથી તમે સસ્તામાં રાશન મેળવી શકો છો. અનેક વાર આપણે જોઈએ છીએ કે ડીલર રાશન કાર્ડ ધારકોને રાશન આપવામાં આનાકાની કરે છે. આ સિવાય ઓછું રાશન આપી દેતા હોય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે હેરાન થવાની જરૂર નથી, સરકારની તરફથી રાજ્યના હિસાબથી હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જો તમને પણ રાશન ઓછું મળી રહ્યું છે તો તમે આ નંબરો પર ફોન કરીને ડીલરનો સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો.

image source

સરકારે ભ્રષ્ટાચાર ઘટાડવા માટે અને ખાદ્ય અને વિતરણને સુનિષ્ચિત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે જેથી સબ્સિડી વાળા રાશન ગરીબો સુધી સરળતાથી પહોંચી શકે. પણ જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાના ભોજનનો કોટા મેળવી રહ્યા નથી તો તેઓ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે.

આ લિંક પર વિઝિટ કરી શકો છો

image source

તમને જણાવી દઈએ કે રાજ્યના ટોલ ફ્રી નંબર નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલની આ લિંક https://nfsa.gov.in/portal/State_UT_Toll_Free_AA પર વિઝિટ કરીને પણ દરેક રાજ્યના કમ્પ્લેન નંબર જાણી શકાય છે. ખાસ કરીને જોવા મળે છે કે રાશન કાર્ડ માટે એપ્લાય કરવા છતાં પણ લોકોને અનેક મહિના સુધી રાશન કાર્ડ મળતું નથી. એવામાં આ ફરિયાદ પણ અહીં સરળતાથી કરી શકાય છે.

image source

રાજ્યવાર જાણો ફરિયાદ માટેના હેલ્પલાઈન નંબર્સ

 • આંધ્રપ્રદેશ – 1800-425-2977
 • અરુણાચલ પ્રદેશ – 03602244290
 • આસામ – 1800-345-3611
 • બિહાર- 1800-3456-194
 • છત્તીસગ– 1800-233-3663
 • ગોવા- 1800-233-0022
 • ગુજરાત- 1800-233-5500
 • હરિયાણા – 1800–180–2087
 • હિમાચલ પ્રદેશ – 1800–180–8026
 • ઝારખંડ – 1800-345-6598, 1800-212-5512
 • કર્ણાટક- 1800-425-9339
 • કેરળ- 1800-425-1550
 • મધ્યપ્રદેશ – 181
 • મહારાષ્ટ્ર- 1800-22-4950
 • મણિપુર- 1800-345-3821
 • મેઘાલય- 1800-345-3670
 • મિઝોરમ- 1860-222-222-789, 1800-345-3891
 • નાગાલેન્ડ – 1800-345-3704, 1800-345-3705
 • ઓરિસ્સા – 1800-345-6724 / 6760
 • પંજાબ – 1800-3006-1313
 • રાજસ્થાન – 1800-180-6127
 • સિક્કિમ – 1800-345-3236
 • તમિલનાડુ – 1800-425-5901
 • તેલંગાણા – 1800-4250-0333
 • ત્રિપુરા- 1800-345-3665
 • ઉત્તર પ્રદેશ- 1800-180-0150
 • ઉત્તરાખંડ – 1800-180-2000, 1800-180-4188
 • પશ્ચિમ બંગાળ – 1800-345-5505
 • દિલ્હી – 1800-110-841
 • જમ્મુ – 1800-180-7106
 • કાશ્મીર – 1800–180-7011
 • આંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સ – 1800-343-3197
 • ચંદીગઢ – 1800–180–2068
 • દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ – 1800-233-4004
 • લક્ષદ્વીપ – 1800-425-3186
 • પુડુચેરી – 1800-425-1082

આ રીતે બનાવડાવી શકાય છે રાશન કાર્ડ

image source

જો તમે નવું રાશન કાર્ડ બનાવડાવવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા તમારા રાજ્યની સંબંધિત ઓફિશિયલ સાઈટ પર જવાનુ રહે છે. રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફની રીતે તમારે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ આપવાનો રહે છે. જો તમે આ કાર્ડ નથી રાખતા તો પછી તમારે સરકારે જાહેર કરેલા કોઈ પણ આઈ કાર્ડ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સને આપવાનું રહે છે. તમે રાશન કાર્ડની અરજીની સાથે 45 રૂપિયાની ફી પણ જમા કરાવી લો. એપ્લીકેશન સબમિટ થયા બાદ તેને ફીલ્ડ વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે. અધિકારી ફોર્મમાં ભરેલી જાણકારીની તપાસ કરે છે અને આ પછી તમારું રાશન કાર્ડ તૈયાર કરવામાં આવે છે.