અંતરિક્ષની યાત્રા કરવાનો શોખ છે? તો ખિસ્સામાં જરૂર છે માત્ર આટલા રૂપિયાની, આવતા વર્ષે શરૂ થશે સ્પેસ ટુર

ક્યારેક ઘરમાં લાઈટ જતી રહે અને આપણે ઘરની છત પર સુતા હોઈએ ત્યારે અઅક્ષ બાજુ નજર જાય અને ધીમે ધીમે અસંખ્ય તારાઓ અને તેના રંગો દેખાવા લાગે. અંતરિક્ષ પહેલાથી જ માણસ માટે રહસ્યમય બનેલું છે. ખૂબ અંધકાર વચ્ચે શું આપણને પૃથ્વી પરથી દેખાય છે એટલું જ અંતરિક્ષ છે ? અને એથી મોટું છે તો કેવડું મોટું છે એ માણસ ક્યારેય નહીં જાણી શકે.

image source

એવું નથી કે તમારે અંતરિક્ષની યાત્રા કરવી હોય તો વૈજ્ઞાનિક બનવું પડે. હવે તમે પૈસા ખર્ચીને પણ સ્પેસ ટુર પર જઈ શકો છો. આવનારો સમય એવો હશે કે કોઈ પણ આ રીતે અંતરિક્ષમાં ફરવા જઈ શકશે.

શું તમે અંતરીક્ષની યાત્રા કરવા ઈચ્છો છો ?

image source

જ્યારે આ આઈડિયા પ્રથમ વખત પબ્લિક વચ્ચે આવ્યો તો મોટાભાગના લોકોને આ મજાક જ લાગ્યો. પરંતુ હવે આ સપનું સાચું થવા પર છે. આનો જ દાખલો વર્જિન ગેલેક્ટિકની ચોથી ફ્લાઇટ છે. જો કે સ્પેસમાં યાત્રા કરવા માટે તમે શ્રીમંત અને પૈસાદાર હોવું જરૂરી બની શકે છે તેની વાત કરીશું.

સ્પેસ ટુર કરવા માટે ખર્ચવા પડશે પૈસા

વર્જિન ગેલેક્ટિક 2022 થી દર અઠવાડિયે સ્પેસ ટુર કરાવવા મારે તૈયાર છે. આ માટે વર્જિન ગેલેક્ટિક પ્રત્યેક યાત્રી પાસેથી 1 કરોડ 90 લાખ રૂપિયાનું ભાડું લેશે. વર્જિન ગેલેક્ટિક આ પહેલા 3 સ્પેસ ફ્લાઇટ કરી ચુકી છે.

image source

જેફ બેજોસની કંપની બ્લુ ઓરિજિન સ્પેસ ટ્રાવેલ માટે તૈયાર છે. જેફ બેજોસ 20 જુલાઈએ કંપનીના પ્રથમ મેન્ડ મિશન પર જશે. 2030 સુધી સ્પેસ ટુરિઝમ માર્કેટ 26 હજાર કરોડ રૂપિયા થઈ જશે.

વર્જિન ગેલેક્ટિકની ફ્લાઇટ વિશે

image source

સ્પેસપોર્ટ અમેરિકાથી ફ્લાઇટની શરૂઆત કરી. 15 કિલોમીટર ઉપર ચઢ્યા બાદ યુનિટી સ્પેસ્ક્રાફ્ટ અલગ થઈ ગયું. ત્યારબાદ રોકેટ એન્જીનની ગતિ 3704.4 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. લગભગ 80 કિલોમીટરની ઊંચાઈ સુધી રોકેટ યાત્રા કરી.

અંદાજે 4 મિનિટ સુધી યાત્રીઓને શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ થયો. ત્યાંથી આપણી પૃથ્વી ગોળ દેખાય છે. અંદાજે 70 મિનિટની કુલ યાત્રા બાદ ફ્લાઇટ લેન્ડિંગ થઈ. અંતરિક્ષમાં સંભાવનાઓના નવા દરવાજાઓ ખોલવા અને સ્પેસ ટ્રાવેલને ટુરિઝમ બનાવવા આ ફ્લાઇટ ઉડી હતી.

ભારતની દીકરી સિરિશા બાંદલાની અંતરિક્ષ યાત્રા

image source

તાજેતરમાં જ ભારતની દીકરી સિરિશા બાંદલાએ અંતરિક્ષમાં જવાનું સૌભાગ્ય મેળવ્યું. સિરિશા બાંદલાની આ ફ્લાઇટ 70 મિનિટની હતી. પરંતુ અહીં મિનિટો નહીં પરંતુ અંતરિક્ષની વાત છે.

image source

અંતરિક્ષમાં અન્ય લોકો માટે ટ્રાવેલ કરવાનું સ્વપ્ન પૂરું કરવા માટે એક પગલું આગળ વધારવામાં આવ્યું છે. ત્યારે જો તમારું સ્વપ્ન પણ અંતરિક્ષમાં યાત્રા કરવાનું હોય તો 1 કરોડ 90 લાખ રૂપિયા ગણી રાખો અને 2022 માં અંતરિક્ષની યાત્રા માટે વર્જિન ગેલેક્ટિકમાં સીટ બુક કરાવી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!