જો તમે પણ રાત્રે ઘુવડની જેમ જાગતા રહો છો, તો સૂવાના 1 કલાક પહેલા આ હર્બલ ડ્રિંક પીવો

જો તમને પણ આખી રાત ઊંઘ ના આવતી હોય અને ઊંઘ ના આવવાના કારણે આખી રાત મોબાઇલ સ્ક્રોલ કરતા રહો છો ? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને કેટલાક પીણા વિશે જણાવીશું જે પીણાંનું સેવન કર્યા પછહી તમે આખી રાત આરામ કરી શકશો.

image source

આજકાલ ઘણા લોકો ઊંઘની સમસ્યાથી પરેશાન છે. વ્યક્તિ માટે રાતની સારી ઊંઘ તેના બીજા દિવસને તાજગીથી ભરપૂર બનાવે છે. તણાવને દૂર રાખવા અને જીવનમાં સંતુલન જાળવવા માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઊંઘના અભાવના કારણે તમારું શરીર સંપૂર્ણ આરામ કરી શકતું નથી, જેના કારણે તમે ઘણી ગંભીર રોગોની પકડમાં આવી શકો છો.

image source

જો તમે પણ ઊંઘની સમસ્યાથી પરેશાન છો અને ઊંઘ માટે દવાનું સેવન કરો છો ? તો ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ છોડો અને અહીં જણાવેલ હર્બલ ડ્રિંક્સ લો. આ હર્બલ ડ્રિંકમાં એન્ટીઓકિસડન્ટો અને ફલેવોનોઇડ્સ વધુ પ્રમાણમાં હોય છે. આ કારણે તે આપણી નર્વસ સિસ્ટમને આરામ કરવામાં મદદ કરે છે, જે તમારા શરીર અને મન બંનેને શાંત કરે છે અને તમને સારી ઊંઘ આપે છે. તેથી દરરોજ રાત્રે સુતા પહેલાના 1 કલાક પેહલા અહીં જણાવેલા હર્બલ ડ્રિંક્સ પીવો.

હર્બલ ડ્રિન્ક બનાવવા માટેની સામગ્રી અને રીત.

પીણું બનાવવા માટેની સામગ્રી-

1/2 ગ્લાસ દૂધ

1 ચમચી મધ

રીત-

image source

સૌથી પેહલા એક ગ્લાસમાં નવશેકું દૂધ લો અને તેમાં મધ નાખો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરો અને રાત્રે સૂતા પહેલા આ પીણું પીવો. આ પીણું ઊંઘ લાવવા માટે ટોનિકની જેમ કાર્ય કરશે અને તમારા મગજને શાંત કરશે.

દૂધ ઊંઘમાં કેવી રીતે ફાયદાકારક છે.

image source

સૂવાના સમયે દૂધ પીવાની પ્રથા ઘણા વર્ષો જૂની છે. જ્યારે દૂધ મધ સાથે પીવામાં આવે, ત્યારે તે અનિદ્રાની સમસ્યાને દૂર કરીને ઊંડી નિંદ્રામાં મદદ કરે છે. ખરેખર, દૂધમાં ટ્રીપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે ઊંઘના હોર્મોન્સનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ રીતે દૂધ પીવાથી આપણું મન શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે. તેથી રાત્રે સૂતા પહેલાના 1 કલાક દૂધ જરૂરથી પીવો. બીજો ઉપાય પીણું બનાવવા માટેની સામગ્રી-

1/2 લિટર પાણી

1 ચમચી વરિયાળી

રીત-

image source

એક તપેલીમાં અડધો લિટર પાણી લો. ત્યારબાદ તેમાં વરિયાળી નાખો. પછી તેને સારી રીતે ઉકાળો. હવે ગેસ બંધ કરો અને એક ગ્લાસમાં પાણી ગાળી લો. હવે તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેને પીવો. જો તમે ઈચ્છો તો તમે આ પીણામાં થોડું દૂધ અને અડધી ચમચી મધ પણ ઉમેરી શકો છો. દરરોજ રાત્રે સુતા પહેલા આ પીણું પીવો.

વરિયાળી ઊંઘમાં કેવી રીતે ફાયદાકારક છે

image source

આ હર્બલ પીણામાં વરિયાળી ઉમેરવામાં આવે છે, જે આ પીણાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. વરિયાળી ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને સાથે સાથે આપણું મન પણ શાંત રાખે છે. આ તમને ઝડપી અને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.

જો તમે રાત્રે ઘુવડની જેમ જાગતા રહો છો, તો આ પીણું જરૂરથી પીવો. આ પીણું સંપૂર્ણપણે કુદરતી છે અને આ પીણામાં જોઈતા બધાં ઘટકો તમારા રસોડામાં હાજર છે. તેથી તમારી ઊંઘની સમસ્યા દૂર કરવા માટે માત્ર એકવાર આ પીણું પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત