ઘઉંના લોટમાંથી બનાવેલ પાસ્તા હોય છે પોષણથી ભરપૂર, વાંચો આ લેખ અને જાણો તેના ફાયદાઓ…

પાસ્તા, મેક્રોની, અને સ્પેગેટી કોઈપણ નામ આપો પરંતુ બાળકો માટે તે ઓલટાઈમ ફેવરેટ બ્રેકફાસ્ટ હોય છે. આ જ કારણ છે કે હવે શહેરની મહિલાઓ ન માત્ર ઘરે જ વિવિધ પ્રકારના પાસ્તા પ્રિપરેશન ટ્રાય કરી રહી છે, પરંતુ શેફની પાસેથી તેના સ્પેશિયલ ક્લાસ પણ લઈ રહી છે. આવો જ એક ક્લાસ તાજેતરમાં ફૂડ એક્સપર્ટ અવનિ પટની જૈને લીધો, જેમાં એકસો પચાસ મહિલાઓએ આ ઈટાલિયન ડિશ શીખી.

image sooure

અહીં જણાવવામાં આવેલી આ હેલ્ધી રેસિપી તમને પણ પસંદ આવશે. બાળકોને પાસ્તા ગમે છે પરંતુ, પાસ્તાને તંદુરસ્ત નાસ્તા તરીકે જોવામાં નથી આવતા. તેનું કારણ એ છે કે પાસ્તા મેંદા થી બનેલા હોય છે પરંતુ, આજકાલ બજારમાં પાસ્તા ની ઘણી જાતો છે. આ કિસ્સામાં જો તમારા બાળક ને પાસ્તા ખાવા નો શોખ હોય તો તમે ઘઉં ના પાસ્તા ની મદદ લઈ શકો છો. તે ઘઉં થી બનેલું છે અને તેમાં ફાઇબર, આયર્ન, વિટામિન બી અને ખનિજો ભરપૂર છે.

image source

સામાન્ય પાસ્તા ના એક કપમાં બસો એકવીસ કેલરી હોય છે, અને તેમાં ડાયેટરી ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ વધારે હોય છે. તેથી આખા ઘઉં નો એક કપ પાસ્તા એકસો ચિમોતેર કેલરી છે. આ કારણે તે ડાયેટર્સ અને બાળકો માટે સંતુલિત આહાર છે, જે ઘણા વધુ પોષક તત્વો થી સમૃદ્ધ છે. ચાલો તેના ફાયદા વિશે જાણીએ.

image source

ઘઉંના આખા પાસ્તામાં વિવિધ પ્રકારના પોષકતત્વો ભરપૂર હોય છે. તેને નાસ્તામાં ખાવાથી શરીરને એકસાથે ઘણા પોષક તત્વો મળી રહે છે. તેને તૈયાર કરવા માટે આખા ઘઉં નો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પ્રોસેસ્ડ ઘઉં નો ઉપયોગ રિફાઇન્ડ અથવા રેગ્યુલર પાસ્તામાં થાય છે.

image source

માહિતી અનુસાર, સો ગ્રામ આખા ઘઉં ના પાસ્તામાં સાડત્રીસ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, છ ગ્રામ ફાઇબર, સાડા સાત ગ્રામ પ્રોટીન, એકસો ચિમોતેર કેલરી અને 0.8 ગ્રામ ચરબી હોય છે. તેથી જ્યારે રિફાઇન્ડ પાસ્તા ની વાત આવે છે, ત્યારે સો ગ્રામ રિફાઇન્ડ પાસ્તામાં તેતાલીસ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, અઢી ગ્રામ ફાઇબર, આઠ ગ્રામ પ્રોટીન, બસો એકવીસ કેલરી અને 1.3 ગ્રામ ચરબી હોય છે. ઘઉં ના આખા પાસ્તા ખાવા થી બ્લડ સુગર નું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.