આ કારણે બોલીવુડની આ જોડીઓ પડદા પર ક્યારેય નહીં કરે રોમાન્સ.

બોલીવુડમાં ફિલ્મને સુપરહિટ કરાવવા માટે જબરદસ્ત સ્ટોરીની સાથે સાથે કામ કરનાર સ્ટાર્સ વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી હોવી ખૂબ જ જરુરી છે. ઘણીવાર એવું પણ થાય છે કે ફિલ્મ દર્શકોને ખાસ પસંદ નથી આવતી પણ પાત્રોની જોરદાર કેમસ્ટ્રીથી દર્શકો ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. પડદા પર જ્યારે આ કલાકારો રોમાન્સ કરે છે તો એને જોઈને દર્શકોના દિલોમાં પણ પ્રેમ ઉમટી પડે છે. શાહરુખ- કાજોલ, અનિલ- માધુરી, રણવીર- દીપિકા, વરુણ- આલિયા જેવી કેટલી જોડીઓ છે જેમની શાનદાર કેમસ્ટ્રી દર વખતે દર્શકોનું દિલ જીતી લે છે. જો કે બોલીવુડમાં અમુક સ્ટાર્સ એવા છે જે તમને ક્યારેય પણ પડદા પર રોમાન્સ કરતા નહિ દેખાય. તો ચાલો તમને જણાવી દઈએ કે ક્યાં ક્યાં સ્ટાર્સ એવા છે જેમને તમે પડદા પર ક્યારેય રોમાન્સ કરતા નહિ જોઈ શકો.

ઇમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ.

image source

બોલિવુડના સિરિયલ કિસર કહેવાતા ઇમરાન હાશ્મી પડદા પર કોઈપણ હસીના સાથે રોમાન્સ કરી શકે છે પણ આલિયા ભટ્ટ સાથે એ એવું નહિ કરી શકે.ઇમરાન અને આલિયા ફર્સ્ટ કઝીન છે. આલિયાની માતા અને ઇમરાનના પિતા એક જ માતાના સંતાન છે. એવામાં ઇમરાન અને આલિયા એકબીજાના ભાઈ બહેન છે અને એજ કારણ છે કે આલિયા અને ઇમરાન ક્યારેય રોમેન્ટિક રોલમાં નહિ દેખાય.

અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર.

image source

બોની કપૂરે બે લગ્ન કર્યા હતા જેમાં મોના કપુરથી અર્જુન થયા અને શ્રીદેવીથી જાહ્નવી કપૂર. અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર સાવકા ભાઈ બહેન છે. બન્ને તમને કોઈ ફિલ્મમાં સાથે દેખાઈ શકે છે પણ પડદા પર રોમાન્સ કરતા નહિ દેખાય. અર્જુન એમની બહેન જાહ્નવીને ખૂબ જ લાડ કરે છે હાલમાં જ એમને જણાવ્યું હતું કે જાહ્નવી એમને ભૈયા કહે છે તો એમને ખૂબ જ અજીબ લાગે છે કારણ કે એમની બહેન અંશુલા બીજી રીતે એમનું નામ લે છે. અર્જુન અને જાહ્નવી કોફી વિથ કરણમાં સાથે દેખાઈ ચુક્યા છે.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

એક સમયે સલમાન અને ઐશ્વર્યા રાયની જોડી બોલીવુડની સૌથી સુપરહિટ જોડી હતી. એ સાથે પડદા પાછળ પણ બન્નેનું અફેરની ખબરો સામે આવતી હતી. જો કે બન્નેનો સંબંધ ખૂબ જ વિવાદો સાથે ખતમ થયો હતો. એ પછી જ ઐશ્વર્યાએ નિર્ણય કર્યો હતો કે એ સલમાન ખાન સાથે કોઈપણ ફિલ્મમાં કામ નહીં કરે. એવામાં સલમાન અને ઐશ્વર્યા હવે ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે રોમાન્સ કરતા નહિ દેખાય.

અર્જુન કપૂર અને કેટરીના કેફ.

image source

અર્જુન અને કેટરીના પણ પડદા પર ક્યારેય સાથે રોમાન્સ કરતા નહિ દેખાય. જો કે અર્જુન અને કેટરીના ભાઈ બહેન નતજી પણ અર્જુન કેટરીનાને એની બહેન જેવી માને છે અને કેટરીના એમને રાખડી પણ બાંધે છે. એવામાં બન્ને પડદા પર ક્યારેય સાથે આવશે તો પણ રોમે રોલમાં નહિ આવે.

રણવીર સિંહ અને સોનમ કપૂર.

image source

રણવીર સિંહે બોલીવુડની ઘણી હસીનાઓ સાથે પડદા પર રોમાન્સ કર્યો છે પણ સોનમ કપૂર સાથે એ ક્યારેય રોમાન્સ નહિ કરી શકે. વાત જાણે એમ છે કે અનિલ કપૂર સંબંધમાં રણવીર સિંહના અંકલ થાય છે એટલે સોનમ કપૂર એમની બહેન થાય છે. એ જ કારણ છે કે રણવીર અને સોનમ ફિલ્મમાં રોમાન્સ કરતા નહિ દેખાય.

કરીના કપૂર અને શાહિદ કપૂર.

image source

કરીના અને શાહિદ ક્યારેક ઇન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલમાંથી એક માનવામાં આવતા હતા. એટલે સુધી કે બધાને લાગતું હતું કે શાહિદ અને કરીના જલ્દી જ લગ્ન કરી લેશે. જો કે કરીના અને શાહીદનું અચાનક બ્રેકઅપ થઈ ગયું હતું. એ પછીથી બન્ને ફિલ્મ ઉડતા પંજાબમાં દેખાયા હતા પણ એમના સીન સાથે નહોતા. એવામાં બની શકે કે કરીના અને શાહિદ આગળ ફિલ્મોમાં સાથે કામ કરી લે પણ ફિલ્મોમાં રોમાન્સ કરતા તો નહીં જ દેખાય.