Site icon News Gujarat

આ સાત રીતને અનુસરી તમે પણ બનાવી શકો છો હેલ્થી ચા, એકવાર વાંચો આ લેખ અને જાણો…

આપણા દેશમાં ચા પીવી એક સંસ્કૃતિ બની ગઈ છે. મોટાભાગ ના લોકો સવારે ઉઠીને પહેલી ચા પીવે છે. હેલ્થ એક્સપર્ટ્સ નું કહેવું છે કે જો તમે ચાને લાંબા સમય સુધી ઉકાળીને પીશો તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ જો ચાને હેલ્ધી રીતે બનાવવામાં આવે તો તેના ઘણા ફાયદા મળે છે. ચાને હેલ્ધી બનાવવા માટેની ટિપ્સ.

ઓછી ખાંડવાળી ચા પીઓ

image source

આપણે બધા જાણીએ છીએ કે કેટલાક લોકો ને ખાંડ વગરની ચા પસંદ નથી, તેથી શક્ય તેટલી ઓછી ખાંડવાળી ચા નું સેવન કરો. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે ખાંડ વગરની ચા પીશો તો તે વધુ હેલ્ધિ રહેશે. તમે ચામાં ખાંડ ને બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો.

ચાને વધારે ઉકાળો નહીં

image source

ચા ને વધારે પ્રમાણમાં ઉકાળવી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ પડતી ઉકાળેલી ચા પીવા થી એસિડીટી ની સમસ્યાઓ વધી જાય છે. ચા ઉકળ્યા પછી જ તેમાં ખાંડ અથવા મધ ઉમેરવું.

ચા બનાવવા માટે હંમેશા સારી ગુણવત્તાના પાન લેવા

image source

ચા ની ખરીદી કરો ત્યારે ધ્યાન રાખવું કે પાન ની ગુણવત્તા સારી હોય. સારી ક્વોલિટી ની ચા માં સ્વાદ માટે તો સારું જ રહેશે. પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થશે.

ચામાં ઓછું દૂધ ઉમેરવું

જો તમે પેકેટ ને બદલે ને ચરલ દૂધ પસંદ કરો છો, તો ચાનો સ્વાદ સારો રહેશે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે.

ચામાં આ મસાલાઓ નો ઉપયોગ કરો

image source

ચા ના સ્વાસ્થ્ય લાભો વધારવા માટે તમે મસાલા નો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે ચા ઉકાળો, તેમાં લવિંગ, એલચી, આદુ, તજ, તુલસી અથવા કેસર ઉમેરો. તેનાથી તમારી ચા નો સ્વાદ તો મજેદાર બનશે સાથે સાથે તેની ક્વોલિટી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનશે.

ખાલી પેટે ક્યારેય ચા ન પીવી

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ખાલી પેટે ચા પીવી તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. સવારે કંઈક ખાધા પછી જ ચા નું સેવન કરવું જોઈએ. નરણાં કોઠે ચા પીવાથી પેટ તેમજ આંતરડા ની સમસ્યા થાય છે.

તુલસી ચા પીવો

image source

ચામાં હાજર કેફીન એસિડિક હોય છે અને આપણી ઊંઘ ને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જો તમે કેફીન થી બચવા માંગો છો તો તમે તુલસીવાળી ચાનું સેવન કરી શકો છો.

Exit mobile version