પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોકિયો ઓલમ્પિકના મેડલિસ્ટને આ રીતે આપ્યું પ્રોત્સાહન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલમ્પિક દળ અને ટોકિયો ઓલમ્પિકમાં મેડલ વિજેતાઓની સોમવારે પોતાના ઓફિશિયલ નિવસ્થાન પર ચા પર મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ એના એક દિવસ પહેલા લાલ કિલ્લા પર આયોજિત 75માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખેલાડીઓને આમંત્રિત કર્યા હતા. ભાલા ફેંક એથલીટ નીરજ ચોપરાએ ભારતને 13 વર્ષ પછી પહેલું ગોલ્ડ મેડલ અપાવ્યું છે.

image source

પીએમ મોદીએ નીરજ ચોપરા સાથે ખાસ રીતે અલગ મુલાકાત કરી હતી અને એમની સાથે ફોટા પડાવ્યા હતા. સાથે જ પીએમ મોદીએ એમનો કરેલો વાયદો પણ નિભાવ્યો હતો. પીએમ મોદીએ નીરજ ચોપરાને એમનું મનપસંદ ચૂરમું ખવડાવ્યું હતું.

image source

મોદીએ બ્રોન્ઝ મેડલ જીતનાર બેડમિન્ટન ખિલાડી પીવી સિંધુ અને મહિલા મુક્કેબાજ લવલીના બોર્ગોહેનની પણ મુલાકાત લીધી. સિંધુએ પોતાના ગયા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોકીઓમાં જીતેલા બ્રોન્ઝ મેડલ નરેન્દ્ર મોદીને બતાવ્યા. પ્રધાનમંત્રીએ બન્ને મેડલ સાથે ફોટા પડાવ્યા.

image source

સિંધુને આ અવસર પર ખાસ આઈસ્ક્રીમ આપવામાં આવ્યો. તો પ્રધાનમંત્રીએ કુશતી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય કુશતી દળની સાથે પણ અલગથી મુલાકાત કરો. ફોટામાં પીએમ મોદીની બન્ને બાજુ મેડલ જીતનાર ખિલાડી રવિ કુમાર દહીયા અને બજરંગ પુનિયા દેખાઈ રહ્યા છે. રવિએ ટોકીઓમાં સિલ્વર અને બજરંગે બ્રોન્ઝ મેડલ જીત્યું.

image source

ટોકીયોમાં 41 વર્ષના લાંબા સમય પછી બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમ માટે પણ મોદી સાથે મુલાકાત યાદગાર રહી. ભારતીય કેપટન મનપ્રીત સિંહે ખિલાડીઓના હસ્તાક્ષર વાળી હોકી સ્ટીક નરેન્દ્ર મોદીને ભેટ આપી. મોદીએ અલગથી મનપ્રીત સાથે વાત કરી અને ફોટા પડાવ્યા. એ પહેલાં પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર એમના ભાષણમાં ખિલાડીઓને વખાણ્યા અને દેશની જનતાને એમનું પ્રોત્સાહન વધારવાનો આગ્રહ કર્યો. ભારતીય દલે ટોકિયોમાં રિકોર્ડ સાત મેડલ જીતીને લંડન ઓલમ્પિકમાં 6 મેડલ જીતવાના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું હતું.

image source

સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાળીઓ પડાવીને ઓલમ્પિક ખિલાડીઓનું સમ્માન કર્યું હતું. એમને કહ્યું હતું કે ઓલમ્પિકમાં ભારતની યુવા પેઢીએ ભારતનું નામ રોશન કર્યું છે. હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે આપણા ખિલાડીઓના સમ્માનમાં થોડીવાર તાળીઓ પાડો અને એમનું સમ્માન કરો. ભારતની રમતનું સમ્માન, ભારતની યુવા પેઢીનું સમ્માન, ભારતને ગૌરવ અપાવનાર ખિલાડીઓનું આજે દેશ સમ્માન કરી રહ્યો છે.