Site icon News Gujarat

તારક મહેતાની જૂની સોનુને મળતા હતા મહેણાં ટોણા “દાંત વાંકા છે, મેકઅપ કેટલો કરે છે”

ટીવી પર સૌથી વધુ પસંદ હોય તેવો શો તારક મહેતા કા ઉલટા ચશ્માંને લોકો ખૂબ જ પસંદ કરે છે. શોના મોટાભાગના જુના પાત્રો બદલાઈ ગયા છે. પણ એ જુના પાત્રોને લોકો આજે પણ ખૂબ જ પસંદ કરે છે. શોમાં ટપ્પુ સેનાનો ભાગ રહી ચુકેલી સોનું આત્મારામ ભીડેનો રોલમાં ઝીલ મહેતા દેખાઈ ચુકી છે. હાઆ જ એમને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને જણાવ્યું છે કે એમને પણ બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો છે. એક બે નહિ પણ ઘણા લોકો એમને મહેણાં ટોણા મારતા હતા.

image source

તારક મહેતાની જૂની સોનું એટલે કે ઝીલ મહેતાએ વિડીયો શેર કરતા લખ્યું છે કે કાશ કે હું આ ગીત પહેલા સાંભળતી. મને પોતાની જાતને આ રીતે અપનાવવામાં ઘણો સમય લાગી ગયો. મને આજે એ અહેસાસ થઈ રહ્યો છે કે હું જેવી છું એવી અને હું પોતાની જાતને આ જ રૂપમાં સ્વીકારી લઉં છું તો પછી એ બિલકુલ મહત્વનું નથી કે બીજા મારા વિશે શું વિચારે છે. એમને આગળ લખ્યું છે કે જો તમે આ કેપ્સનને વાંચી રહ્યા છો તો જાઓ અને તમારા મિત્રને જણાવો કે એ સુંદર છે. સ્માર્ટ અને સારા છે. મને પૂરો વિશ્વાસ છે કે એ તમને જરૂર સારું કહેશે.

ટપ્પુ સેનાનો ભાગ રહી ચુકેલી સોનું એટલે કે ઝીલ મહેતા હવે ઘણી મોટી થઈ ગઈ છે. હવે એ સ્કૂલ યુનિફોર્મમાં નહિ પણ કેઝ્યુઅલ કપડામાં કોલેજ જવા લાગી છે. હાલ ઝીલ એમબીએ કરી રહી છે. બીબીએની ડીગ્રી પુરી કરી એમને એમબીએમાં એડમિશન લીધું છે.એટલું જ નહીં ઝીલ મહેતા એક પ્રાઇવેટ ઇ કોમર્સ કંપનીમાં સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહી છે.

image source

શોમાં ચાર વર્ષ સુધી કામ કર્યા પછી સોનું એટલે કે ઝીલ મહેતાએ શોને અલવિદા કહી દીધું હતું અને એની પાછળ એક જરૂરી કારણ પણ હતું. વાત જાણે એમ હતી કે એ દિવસોમાં સોન્જ દસમા ધોરણમાં હતી અને શોના કારણે અભ્યાસ મેનેજ કરવો સરળ નહોતો. એટલે એમને શોને અલવિદા કહી દીધું.

image source

તમને જણાવી દઈએ કે ઝીલ મહેતા વર્ષ 2008થી વર્ષ 2012 સુધી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્માંનો ભાગ રહી છે. એ પછી એમને શો છોડી દીધો હતો.જણાવી દઈએ કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં સોનુનું પાત્ર પલક સિધવાની ભજવી રહી છે. ઝીલ પછી આ શોમાં નિધિ ભાનુશાળી સોનુના પાત્રમાં જોવા મળી હતી.

Exit mobile version