શરદી-ઉધરસથી લઈને સાંધાના દુ:ખાવાને દૂર કરશે અજમાના આ પાન, વાંચો આ લેખ અને જાણો…

અજમો અને અજમાના પાન પ્રાચીન કાળથી આયુર્વેદીક સમસ્યાઓને માત આપતા આવ્યા છે, શરદી હોય, ઉઘરસ હોય કે પછી શરીર ની કોઈ અન્ય બિમારી હોય અજમો તેને નાશ કરે છે, તે જ રીતે અજમાના પાન પણ ઘણા ઉપયોગી છે. અજમાના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે, જેમાં તે આરોગ્યને તંદુરસ્ત બનાવે છે, પીત્ત, કફ, શરદી, અપચો, ગેસ , આફરો દરેક સમસ્યામાં અજમાના પાન ખુબ જ ફાયદાકારક છે.

image source

અજમાના પાન ને ચાવવાથી અને તેના રસને ગળી જવાથી કફમાં તેમજ શરદીમાં રાહત થાય છે તો બીજી તરફ આ પાનને ગરમ તવીમાં મીઠૂં નાખીને શેકીને ખાવાથી પણ શરદીમાં આરામ મળે છે, આવા તો ઘણાય ઉપયોગ છે જેનાથી શરીરને આરામ મળે છે.

image source

આ સાથે જ જ્યારે તમે ચા બનાવો છો ત્યારે ફૂદિનાના પાનની જેમ અજમાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી ચા ખૂબ જ સરસ બને છે અને ગળામાં થતી પીડામાં રાહત આપે છે, ચા માં પાન ઉકળી જવાથી તેનો રસ ચામાં ભળી જાય છે અને તેના ઓષધિય ગુણો આપણા શરીરમાં પ્રવેશે છે, જે શરદી ,ખાંસીમાં રહાત આપે છે.

image source

અજમાના પાન પાચન શક્તિને સારી બનાવે છે. જો પેટમા દુખવો થતો હોય અથવા તો પાચનની સમસ્યા હોય તો દરરોજ અજમાના પાનને ચાવવા અને તેનું પાણી પણ પીવું. તે પેટની સમસ્યા દુર કરવામા ઉપયોગી બને છે. અજમાના પાનમાં એન્ટી-ઓકિસડન્ટ અને એન્ટિવાયરલ ગુણ રહેલો છે,

જે શરીર ની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામા ઉપયોગી બને છે. ખરેખર, અજમાના પાંદડામાં થાઈમોલ નામનું પોષક તત્વ રહેલું છે, જે ખતરનાક જંતુઓ અને ચેપને શરીરથી દૂર રાખવામાં મદદ કરે છે. આ માટે તમારે અજમાના કાચા પાંદડા ચાવવા જોઈએ અથવા તેને ખાઈ પણ શકો છો અથવા તેનું પાણી બનાવીને પણ પી શકાય.

અજમાના પાનને પાણીમાં ઉકાળીને તેમાં મરી પાવડર, લીબું નાખીને પીવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે, આ અજમાના પાનનો ઉકાળો આરોગ્યને તંદુરસ્ત અને પેટને સ્વાસ્થ બનાવે છે. અજમાના પાનનું સેવન પીત્ત, કફ, શરદી, અપચો, ગેસ , આફરો દરેક સમસ્યામાંથી રાહત આપવાનું કાર્ય કરે છે.

image source

આ સાથે જ તુલસી તથા અજમાના પાનને મિક્સ કરીને તેનું સેવન કરવાથી તે માઉથ ફ્રેશનરનું કામ કરે છે, જે લોકોના મોઢામાંથી દૂર્ગંઘ આવતી હોય તે લોકોએ અજમા તથા તુલસીના પાનનું દરરોજ ત્રણ વખત સેવન કરવું જોઈએ તેનાથી આ સમસ્યામાંથી કાયમ માટે છૂટકારો મળશે.