આગામી 4 દિવસ નહીં ઓક્ટોબર મહિનાની આ તારીખ સુધી રાજ્યમાં થશે વરસાદ

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે. તેવામાં વરસાદ અંગે આગાહી કરવા માટે પ્રખ્યાત ગુજરાતના અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યમાં સપ્ટેમ્બર પુર્ણ થતા સુધી નહીં પરંતુ નવરાત્રી સુધી વરસાદ થઈ શકે છે.

image source

અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 ઓક્ટોબર સુધી વરસાદ થશે. મહત્વનું છે કે 7 ઓક્ટોબરથી નવરાત્રીની શરુઆત થઈ રહી છે. આ સમય સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ થશે. ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોમાં પણ આ સમય દરમિયાન વરસાદ થશે.

image source

ઓક્ટોબર માસમાં 15 તારીખ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઓક્ટોબર પુરો થતા સુધી 22 ઓક્ટોબરે પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર માસના મધ્ય સુધીમાં રાજ્યમાં સીઝનનો કુલ 81 ટકા વરસાદ થઈ ચુક્યો છે. સપ્ટેમ્બર શરુ થયો ત્યારે વરસાદની ઘટ હતી પરંતુ ત્યારબાદ એક જ સપ્તાહમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી અને સીઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ગયો.

image source

તાજતેરમાં જ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે તે મુજબ આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, દ્વારકા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

image source

ભાદરવા મહિનામાં રાજ્યમાં શ્રાવણ મહિના જેવું વરસાદી વાતાવરણ જોવા મળે છે. ગત 15 દિવસમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જો કે આ વર્ષે અમદાવાદમાં વરસાદની 40 ટકા જેટલી ઘટ છે. તેવામાં આ વખતે આગામી 4 દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.