ક્યાં છે આ વિમાન હોટલ અને કેવી હશે વ્યવસ્થા..? વિમાન હોટલ શરૂ કરવામાં કરોડોનો ખર્ચ

થીમ બેઝ હોટલ્સનુ ચલણ વધી રહ્યું છે ત્યારે આજે અમે આપને એક એવી હોટલ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં તમે જઇ હવાઇ સફરનો અનુભવ કરી શક્શો.. ના ના તમારે તેના માટે વિમાનમાં બેસવાની જરૂર નથી.. પરંતુ હોટલમાં જ તમે જાણે કે વિમાનમાં બેઠા હોવ તેવો અનુભવ કરી શક્શો.. આ વિમાન હોટલ 25 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે.. અને તેનુ નામ આપવામાં આવ્યું છે હાઇફ્લાય.. વિમાનની થીમ પર બનાવાયેલી આ હોટલ વડોદરા ખાતે બ નાવવામાં આવી છે.. જેમાં બેસીને તમને વિમાન જેવો અનુભવ થશે

image source

ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં વિમાનમા હોટલ શરૂ કરવામા આવી છે વિશ્વની આઠમી અને ગુજરાતમા આ પ્રથમ હોટલ વડોદરા ખાતે શરૂ થતાં હવે વિમાનની સુવિધા આ હોટલથી માણી શકશો. મધ્યમ વર્ગ માટે પોસાતા ભાવમાં અલગ જ થીમ સાથે આ હોટેલ શરૂ કરવામાં આવી છે જેમાં એર હોસ્ટેસ જેવો જ વેઇટર સ્ટાફ છે.25 ઓક્ટોબરથી હોટલ હાઇ ફ્લાય શરૂ થશે. આ હોટલમાં એકસાથે 102 લોકો બેસીને ભોજનનો આનંદ લઇ શકશે.

બોર્ડીગ પાસ આપીને પ્રવેશ

જો આપ વડોદરા થી સુરત કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઈ રહ્યા છો તમને રોડ ની બાજુ મા એક મહાન વિમાન જોવા મળશે આ વિમાન માત્ર વિમાન નથી પણ એક હોટલ છે જી હા આ હાઈફ્લાય હોટલ વડોદરામા આવેલી છે વડોદરાના લિજેન્ટ હોટલ ગૃપ દ્વારા શરૂ કરવામા આવી છે વિમાનમાં જ આવેલી હોટલ મા ગ્રાહકોને વિમાન જેવો જ અહેસાસ થાય તેવી તમામ વ્યવસ્થા કરવામા આવી છે અહી આવતા મુલાકાતીઓને બોર્ડીગ પાસ આપીને પ્રવેશ આપવામા આવશે અને હોટલમા લઈ જવામા આવશે.

1 કરોડ 28 લાખનો ખર્ચ હોટલ ઊભી કરવા પાછળ કરાયો

image source

સામાન્ય માણસ પણ વિમાન મા બેસવા ની મજા માણી શકે તે માટે આ કોન્સેપ્ટ અમલ મા લાવવા મા આલ્યો અને બેંગ્લોરથી વિમાન લાવવા મા આવ્યુ હતુ અને અંદાજીત 1 કરોડ 28 લાખ ના ખર્ચે વિમાનમા હોટલ સરુ કરવામા આવી છે આ પ્લેન મા 102 લોકો જમવા બેસી શકે તેવી વ્યવસ્થા છે આ હોટલ મા વિમાનમાં હોય તેવી તમામ સુવિધા છે એર હોસ્ટેશ જેવો વેઈટર સ્ટાફ પણ છે ઉપરાંત વિમાન ની જેમ એનાઉન્સ સિસ્ટમ થી જાહેરાત પણ થાય છે વિશ્વમાં આવી આઠ હોટલો છે જ્યારે દેશ મા ચોથી હોટલ બની છે જે ગુજરાત ની પ્રથમ છે.

image source

વ્યક્તિ મધ્યમ વર્ગ નો છે જે વિમાન મા બેસી શકતો નથી ત્યારે વડોદરા મા હોટલ લિજેન્ડ ગૃપ દ્વારા આ પહેલ કરવામા આવી છે વડોદરા મા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર જ આ હોટલ શરૂ કરવામા આવી છે ગુજરાત ના આ નવા નજરાણાને હવે ગુજરાતીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતી વખતે માણી શકશે.

image source

થીમ બેઝ્ડ હોટલનુ ચલણ વધી રહ્યું છે.. અમદાવાદના ટાઉન હોલ પાસે ગેરેજની થીમ પર એક હોટલ છે.. જ્યાં ટ્રકને દિવાલમાંથી બહાર કાઢીને ડેકોરેશન કરાયું છે.. તો ખેડા હાઇવે પર ક્રુઝની અનુભૂતિ કરાવતી એક હોટલ તૈયાર કરવામાં આવી છે.. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારનો અનુભવ કરાવતી અસંખ્ય હોટલો છે.. અને હવે તેમાં એક વધુ હોટલનો ઉમેરો થયો છે.. જો કે આ હોટલ ગુજરાતની પ્રથમ અને વિશ્વની આઠમી હોટલ છે જે વિમાનની થીમ પર તૈયાર કરવામાં આવી છે. જો કે ગુજરાત ઉપરાંત દેશમાં આવી 4 હોટલ છે.