આર્જેન્ટિનાનાં આ વિસ્તારમાં નદી, તળાવ, ફૂલ છોડ બધું થઈ રહ્યું છે ગુલાબી, કારણ જાણીને ચોંકી જશો

આપણે સૌ જાણીએ છીએ કે ભારતનું જયપુર પિંક સિટીના નામે લોકપ્રિય છે કારણ કે અહીંની સંરચનાઓના નિર્માણ માટે ગુલાબી રંગના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે કોઈપણ આ શહેરમાં આવી ચુક્યા હોય તેઓ એ વાતને સાબિત કરી શકે છે કે જયપુરના મોટાભાગના ભવનો ગુલાબી રંગના છે. આ ગુલાબી રંગનો એક અલગ જ ઇતિહાસ છે. 1876 માં વેલ્સના રાજકુમાર અને રાણી વિક્ટોરિયાએ ભારતની યાત્રા કરી હતી. અને ગુલાબી રંગ મહેમાનોના સ્વાગતનું પ્રતીક છે એટલે ત્યારે જયપુરના મહારાજા રામ સિંહે મહેમાનોનું સ્વાગત કરવા માટે આખા શહેરને ગુલાબી રંગે રંગાવ્યુ હતું. લોકોએ પણ આ પરંપરાનું ઈમાનદારીથી પાલન કર્યું હતું. પરંતુ વિશ્વમાં એ સિવાય પણ ગુલાબી રંગનો મહિમા છે જેને વિસ્તારથી જાણીએ.

image source

આર્જેન્ટિનાના દક્ષિણી પેટાગોનીયા વિસ્તારમાં એક વિશાળ તળાવનું પાણી ગુલાબી થઈ ગયું હતું. એક્સપર્ટ અને environmental activists ના કહેવા મુજબ આ તળાવનું પાણી ગુલાબી થઈ જવા પાછળ એક કેમિકલ જવાબદાર છે. સોડિયમ સલફાઈટના પ્રયોગે આ તળાવના બધા પાણીને પ્રદુષિત કરી દીધું છે.

ઝીંગા મચ્છી બની નદીનો કાળ

image source

સોડિયમ સલફાઈટનો ઉપયોગ ઝીંગા માછલીને એક્સપોર્ટ કરવા માટે સ્ટોક કરવા માટે કરવામાં આવે છે. સોડિયમ સલફાઈટ એન્ટી બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જેનો ઉપયોગ માછલીના ફાર્મમાં કરવામાં આવે છે. આ કેમિકલ નદી અને તળાવોમાં જઈ રહ્યું છે. એ સિવાય માછલીનું વેસ્ટ પણ નદીઓને દૂષિત કરી રહ્યું છે. સ્થાનીય લોકો તેની ગંધથી પરેશાન થઈ ચૂક્યા છે.

ફૂલ છોડ પર થયા ગુલાબી

image source

પિંક પોલ્યુશન માત્ર નદીના પાણીને જ દૂષિત નથી કરી રહ્યું પરંતુ પ્રદુષણના કારણે આજુબાજુના વિસ્તારમાં અમુક ફૂલ છોડ પણ ગુલાબી રંગના થવા લાગ્યા છે. આ પ્રદુષણને કારણે પ્રકૃતિ પણ પ્રદુષિત થઈ રહી છે.

સ્થાનીય લોકોને જીવવું મુશ્કેલ બની રહ્યું છે

image source

સ્થાનીય લોકો લાંબા સમયથી નદી અને તળાવની આસપાસ પર્યાવરણને નુકશાન પહોંચાડતી ફેકટરીઓ બાબતે ફરિયાદો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા..પર્યાવરણ કાર્યકર્તાઓએ આ બાબતે અનેક વખત દેખાવો પણ કર્યા છે પરંતુ તેનું પણ કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યું. ગત સપ્તાહે તળાવના ગુલાબી પાણીએ ફરી એક વખત લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

શું છે કાયદો ?

image source

કાયદા મુજબ માછલીઓના અપશિષ્ટ પદાર્થોને નદી કે પાણીમાં છોડતા પહેલા તેને શરીર રીતે સાફ કરવો જોઈએ. કેમિકલ તળાવ કે નદીમાં ન જવા જોઈએ પરંતુ તેમ છતાં તળાવ પાસે આવેલી ફેકટરીઓ આ કાયદાનું પાલન નથી કરી રહી અને પાણીને પ્રદુષિત કરી રહી છે.