19 એકરમાં અમદાવાદમાં નારણપુરામાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, જુઓ કેવી સુવિધાઓ અને કેવું કોમ્પ્લેક્સ હશે

આપ સૌ જાણો જ છો કે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, રૂ.4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવામાં આવ્યું છે. એ પછી હવે નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.

image source

આ વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકારે તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, આ ગ્રાન્ટ તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. ગ્રાન્ટ આપતાં પહેલાં કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જમા કરાવવાનો રહેશે.

image source

તમને જણાવી દઈએ કે આ આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ નવા બનવા જઈ રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.

તો ચાલો તમને જણાવી દઈએ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું-શું હશે?

image source

1) ઇન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ અરેના

– 80 મીટર × 40 મીટરનો હોલ (એક સમયે એક રમત)

– 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટ બોલ કોર્ટ

– 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ

– ટેકવાન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ માટે મલ્ટીપર્પઝ હોલ

– વોર્મ અપ એરિયા

– ખેલાડીઓ, કોચ, રેફરી અને વીઆઇપી માટે લોન્જ

– સ્પોર્ટ્સ ફેડરેશન રૂમ, સેન્ટ્રલ એડમિન ઓફિસ

– ડોપિંગ એરિયા, મીડિયા રૂમ, કોલ રૂમ

– ઓપરેશન સુવિધા

2) આઉટડોર સ્પોર્ટ્સ

image source

– 6 ટેનિસ કોર્ટ

– 1 બાસ્કેટ બોલ અને વોલીબોલ કોર્ટ

3) એક્વાટિક કોમ્પ્લેક્સ

– સ્વિમિંગ પૂલની સાઈઝ FINA એપ્રૂવલ

– ડાઇવિંગ પૂલ, આર્ટિસ્ટિક અને વોટર પોલોનો સમાવેશ

– 1500 પ્રેક્ષકની ગેલરી

4) ફિટ ઈન્ડિયા ઝોન

– સિનિયર સિટિઝન માટે સીટિંગ એરિયા

– સ્કેટિંગ રિંગ

– કબડ્ડી , ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન

– જોગિંગ ટ્રેક

5) સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

– 2 હોલ ( 42 મી × 24 મી) જેમાં 2 બાસ્કેટ બોલ, 2 વોલીબોલ અને 8 બેડમિન્ટન કોર્ટ (ઇન્ટરનેશનલ)

– 4 ટેકવાન્ડો કોર્ટ, 4 કબડ્ડી કોર્ટ

– 4 રેસલિંગ અને 12 ટેબલ ટેનિસ મેચ રમાશે

– ખેલાડીઓ માટે લોન્જમાં 1 સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર

– ચેન્જ રૂમ અને લોકર ઈક્વિપમેન્ટ સ્ટોર

image source

– મેડિકલ સર્વિસ સ્ટેશન

– ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથે ટ્રેનિંગ રૂમ

– કોચ માટે 8 ડબલ રૂમ

-ખેલાડીઓ માટે 89 ટ્રિપલ બેડરૂમ

– 150 કોર્પોરેટ લોકો બેસી શકે તેવો ડાઇનિંગ હોલ