કોથમીર ત્વચાની આ સમસ્યાઓને દૂર કરશે, આ રીતે ઉપયોગ કરશો તો ચહેરો ખીલી જશે

આજે અમે તમને કોથમીરના ફાયદા વિશે વિગતવાર જણાવીશું. કોથમીરના પાંદડા સ્વાસ્થ્ય માટે તેમજ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. અત્યાર સુધી તમે કોથમીરનો ઉપયોગ ખોરાક તરીકે કર્યો હશે. આ સિવાય, ચટણીના રૂપમાં ભોજનનો સ્વાદ વધાર્યો હશે, પણ અહીં જણાવેલા ઉપયોગથી તમે કોથમીરથી તમારી ત્વચાની સુંદરતામાં વધારો કરી શકો છો.

image source

આરોગ્ય નિષ્ણાતોના મતે કોથમીર ચહેરા પર ખીલ, પિગમેન્ટેશન, ડ્રાય સ્કિન અને બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ સરળતાથી દૂર કરે છે. તો ચાલો અમે તમને કોથમીરનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિગતવાર જણાવીએ.

image source

ચહેરા માટે કોથમીર દ્વારા ફેસ પેક તૈયાર કરો

1. આ રીતે ધાણા અને લીંબુના રસનો ઉપયોગ કરો

– કોથમીર ધોઈને તેને પીસીને ઘટ્ટ પેસ્ટ બનાવો.

– તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો.

– હવે આ બંનેને સારી રીતે મિક્સ કરો.

– પછી આ મિક્ષણ ચહેરા અને ગરદન પર લગાવો. 25 મિનિટ સુધી આ મિક્ષણ તમારી ત્વચા પર રહેવા દો.

– 25 મિનિટ પછી તમારી ત્વચા સાદા પાણીથી ધોઈ લો.

– આ ઉપાય તમારી મૃત ત્વચાને દૂર કરશે.

– ત્વચા નરમ બનશે તેમજ ખીલ અને ફ્રીકલ્સની સમસ્યા પણ દૂર થશે.

image source

2. આ રીતે કોથમીર, મધ, દૂધ અને લીંબુનો ઉપયોગ કરો

– સૌ પ્રથમ, કોથમીરના કેટલાક પાનને ધોઈને સાફ કરો.

– આ પછી તેને બારીક પીસી લો અને જાડી પેસ્ટ બનાવો.

– હવે તેમાં એક ચમચી મધ ઉમેરો અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ બે ચમચી કાચું દૂધ પણ ઉમેરો.

– આ બધાને એકબીજાની સાથે સારી રીતે મિક્સ કરો.

– હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો.

– લગભગ અડધા કલાક પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

3. આ રીતે ધાણા, ચોખા અને દહીંનો ઉપયોગ કરો

– સૌથી પહેલા કોથમીર ધોઈને સાફ કરો.

– પછી તેને પીસીને બારીક પેસ્ટ બનાવી લો.

– તેમાં એક ચમચી ગ્રાઈન્ડ કરેલા ચોખા અને એક ચમચી દહીં ઉમેરો.

– આ બધાને સારી રીતે મિક્સ કરો.

– હવે પેક ની જેમ ચહેરા અને ગરદન પર લગાવો.

– 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

– આ ઉપાયથી તમારી ત્વચા ચમકદાર બને છે.

image source

4. કોથમીર અને એલોવેરા જેલ

– કોથમીરના કેટલાક પાનને ધોઈને સાફ કરો અને તેની બારીક પીસીને પેસ્ટ બનાવો.

– હવે તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો.

– આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો.

– 20 મિનિટ પછી તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. આ કરચલીઓ ઘટાડવામાં મદદ કરશે.