વ્હાઇટ હાઉસમાં એવું શું લઈને ગયા પીએમ મોદી કે સાંભળતા જ હસી પડ્યા જો બાઇડન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. બેઠકમાં કોરોના સહિત બંને દેશો વચ્ચેના સંબંધો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઘણો હસી મજાક થયો હતો બાઇડન સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કંઈક એવું લઈને આવ્યા કે માહિતી આપ્યા બાદ બંને નેતાઓએ લાંબા સમય સુધી તેના વિશે વાત કરી અને હસ્યા પણ ખરા

image source

વાત જાણે એમ છે કે બેઠક દરમિયાન, બાઇડનની અટક અને સંબંધીઓ વિશે વાત કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પીએમ મોદીએ બાઇડનને કહ્યું, “તમે ભારતના લોકો સાથે બાઇડન અટકની ચર્ચા કરી હતી. મને પણ આ જ વાત કહેવામાં આવી હતી. મને કેટલાક દસ્તાવેજો મળ્યા છે, જે હું મારી સાથે લાવ્યો છું. કદાચ તે તમને મદદ કરી શકે. ”


પીએમ મોદી સાથેની બેઠકમાં જો બાઇડને તેમની મુંબઈ મુલાકાતને યાદ કરી હતી. તે સમયે તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે કહ્યું કે મને અખબારોમાં પૂછવામાં આવ્યું કે શું ભારતમાં તમારા કોઈ સંબંધીઓ છે? ભારતીય છાપામાં કોઈએ કહ્યું કે ભારતમાં પાંચ બાઇડન છે.

image source

જો બાઇડને બેઠક દરમિયાન કહ્યું હતું કે હું લાંબા સમયથી માનું છું કે યુએસ-ભારત સંબંધ ઘણા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં અમારી મદદ કરી શકે છે. હકીકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશોમાં હશે.

સાથે જ વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો કે આજની દ્વિપક્ષીય શિખર બેઠક મહત્વની છે. અમે આ સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ ચોક્કસપણે આ દાયકાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ દાયકો ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો બની રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે વધુ મજબૂત મિત્રતાના બીજ વાવવામાં આવ્યા છે.

image source

આ પહેલા બન્ને નેતાઓ બાઇડન જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે મળ્યા હતા. પરંતુ, જાન્યુઆરીમાં અમેરિકાના 46 માં રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઇડન મોદી સાથે પ્રથમ વખત મુલાકાત કરી રહ્યા છે. બે નેતાઓ, બાઇડન અને મોદીએ ઘણી વખત ફોન પર વાત કરી છે અને કેટલીક ઓનલાઈન બેઠકોમાં પણ હાજરી આપી છે. આમાં અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા માર્ચમાં આયોજિત ‘ક્વાડ’ની બેઠકનો સમાવેશ થાય છે.

image source

તેમની વચ્ચે છેલ્લી ટેલિફોનિક વાતચીત 26 એપ્રિલે થઈ હતી. 2014 માં વડાપ્રધાન બન્યા બાદ મોદી સાતમી વખત અમેરિકાની મુલાકાતે છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. આ દરમિયાન, પીએમ મોદીએ તેમને તેમના દાદા સાથે સંબંધિત જૂની સૂચનાઓ અને લાકડાની હસ્તકલાની ફ્રેમમાં “મીનાકરી” ચેસનો સેટ ગિફ્ટ કર્યો. હેરિસના દાદા ભારત સરકારમાં અધિકારી હતા.

પ્રધાનમંત્રી મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસનને “સિલ્વર પિંક મીનાકરી શિપ” ની ક્રાફ્ટ ભેટમાં આપી હતી. તો, તેમણે જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને ચંદનથી બનેલી બુદ્ધની મૂર્તિ ભેટમાં આપી.