Site icon News Gujarat

લગ્નની મહેંદી સૂકાય તે પહેલા જ મળ્યું મોત.. સોનેરી જીવનના સ્વપ્ના રોળાયા

યુવતીનો જન્મ તો ભરૂચના સરનાર ગામમાં થયો હતો.. પરંતુ તેનુ મોત દક્ષિણ આફ્રિકામાં લખ્યું હતું.. તે પણ તેના લગ્નના માત્ર એક જ સપ્તાહમાં.. હજી તો સોનેરી જીવનના સ્વપ્ના જોતા હતા.. પરંતુ તે સ્વપ્ના અધૂરા રહી ગયા..

image source

ભરૂચના સરનાર ગામની યુવતીના લગ્ન વડોદરાના સાંસરોદ ગામના યુવાન સાથે થયાં.. જો કે યુવક દક્ષિણ આફ્રિકામાં સેટલ થયો હોવાથી લગ્ન પ્રસંગ દક્ષિણ આફ્રિકામાં યોજાયો હતો.. યુવતીના લગ્નમાં યુવતિની માતા, ભાઇ અને બહેન સામેલ હતા.. યુવતીનો ભાઇ પણ દક્ષિણ આફ્રિકામાં રહેતો હોવાથી તેના ભાઇએ જ આ લગ્ન સેટ કરાવ્યા હતા.. પરંતુ તેને ક્યાં ખબર હતી કે પોતાની કર્મભૂમિ બહેન માટે મોતની ભૂમિ સાબિત થશે..

image source

લગ્ન બાદ યુવતી તેની માતા અને દક્ષિણ આફ્રિકામાં રહેતા ભાઇની સાથે જ્હોનિસબર્ગથી વેન્ડા જવા માટે કારમાં નિકળી હતી.. અને રસ્તામાં તેમની કારને ગોઝારો અકસ્માત નડ્યો.. જેમાં તે યુવતીનુ મોત થઇ ગયું.. જેના તાજેતરમાં જ લગ્ન થયાં હતા..

લગ્નના એક જ સપ્તાહમાં મોત

image source

ભરૂચના સરનારની યુવતીના લગ્ન વડોદરાના સાંસરોદ ગામના યુવક સાથે હજી તો એક સપ્તાહ પહેલા જ થયા હતા.. અને લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ યુવતીનુ પરિવાર ઘર તરફ રવાના થઇ રહ્યું હતું.. અને બરાબર તે જ સમયે થયેલા કાર અકસ્માતમાં યુવતીનુ મોત થઇ ગયું.. યુવતીના મોતના સમાચાર સાંભળીને ભરૂચનુ સરનાર ગામ પણ શોકમગ્ન થઇ ગયું.. જુવાનજોધ દિકરી ગુમાવ્યાનું અસહ્ય દુઃખ માત્ર પરિવારજનોને જ નહીં.. પરંતુ સમગ્ર ગ્રામજનોને પણ સતાવી રહ્યું છે..

સોનેરી જીવનના સ્વપ્ન રોળાયા

image source

હાથમાં મહેંદી લગાવીને તે દુલ્હનની જેમ તૈયાર થઇ હતી… તે દ્રશ્ય હજી પણ તેના પરીવારની આંખોમાં છે.. તે યુવતીએ સોનેરી જીવનના સ્વપ્ન જોયા હતા.. હજી તો તેણે નવા જીવન માટે કેટલાક પ્લાનિંગ કરી રાખ્યા હતા.. દંપતી એટલુ ખુશખુશાલ હતું કે આવનારી કાલ તેમને સોનાના સુરજ જેવી લાગતી હતી.. અને એકાએક કાળમુખા અકસ્માતે સર્વસ્વ છીનવી લીધું.. યુવતીનો પતિ તો જાણે બેશુધ્ધ થઇ ગયો.. કારણ કે તેણે પોતાની નવી નવેલી પત્નીને હજી તો દુનિયા બતાવવાની હતી.. ખુશીઓ ઘરમાં આવી.. ઘડીભર ટકી.. અને પછી છવાઇ ગયો મોતનો માતમ.. લગ્ન પ્રસંગમાં હાજર સૌકોઇ ખૂબ ખુશ હતા.. અને તે તમામ હાલ શોકમાં ગરકાવ થઇ ચૂક્યા છે..

અકસ્માતના આ સમાચારે ભરૂચના સરનાર અને વડોદરાના સાંસરોદ ગામને પણ શોકમગ્ન કરી નાંખ્યું

Exit mobile version