Site icon News Gujarat

UPSCની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણી દેશમાં માં સ્થાને, ગુજરાતમાં પ્રથમ સ્થાને

સુરતના કાર્તિક જીવાણીએ ત્રણ વાર યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કાર્તિક જીવાણીએ આ વખતે યુપીએસસીની પરીક્ષામાં દેશમાં આઠમું સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે.ઘણા વર્ષો બાદ ગુજરાતનો એક વિદ્યાર્થી ટોપ ટેનમાં ચમક્યો છે. કાર્તિકે બધી તૈયારીઓ સુરતથી કરી હતી. તે દિલ્હીમાં ક્યાંય પણ કોચિંગ ક્લાસીસમાં જોડાયો ન હતો પરંતુ ઓનલાઈન ક્લાસ કર્યો હતો. તે સુરતથી દિલ્હી સુધીના તમામ ઓનલાઈન યુપીએસસી વર્ગો જોતો અને તે મુજબ તૈયારી કરતો. તેણે 12 માં ધોરણ સુધી સુરતમાં IIT એન્જિનિયરિંગ અને પછી મુંબઈ કોલેજમાં અભ્યાસ કર્યો.

image source

કાર્તિક જીવાણીએ વર્ષ 2019 માં યુપીએસસી પરીક્ષા પાસ કરી જેમાં તે 94 મા ક્રમે હતો. પછી તેણે ફરી પરીક્ષા આપી. વર્ષ 2020 માં, તે 84 મા ક્રમે હતું. પરંતુ નસીબ તેની સાથે ન હતું અને એટલે જ બંને વખત તેમને માત્ર એક માર્ક સાથે IAS માટે પડતો મૂકવામાં આવ્યો. પણ તેમને હાર ન માની અને પ્રયત્ન કરતા રહ્યા અને ત્રીજી વખત સમગ્ર દેશમાં 8 મું સ્થાન મેળવ્યું અને ગુજરાતનું નામ રોશન કર્યું અને IAS અધિકારી બનવાનું તેમનું સપનું પૂરું કર્યું

કાર્તિકજીવાણી રોજ આઠથી દસ કલાક વાંચતો હતો. જેમાં તે મોટાભાગે રાત્રે વાંચતા અને સવારે સુઈ જતા. આ તેનું શેડ્યૂલ હતું. તેણે પ્રાપ્ત કરેલી સફળતાનો શ્રેય તેણે તેના માતા -પિતાને આપ્યો.

image source

કાર્તિકના કહેવા અનુસાર જ્યારે હું આખી રાત અભ્યાસ કરતો હતો, ત્યારે મારી માતા પણ ઘણી વખત મારી સાથે રહેતી હતી. મારી માતાએ મધરાતે પણ મારા માટે ચા બનાવી હતી અને તેથી જ આજે હું આ પરીક્ષા પાસ કરીને મારું સપનું પૂરું કરી શક્યો.

image source

નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિક જીવાણીનો જન્મ 1994 માં સુરતમાં જ્યારે પ્લેગ થયો ત્યારે થયો હતો. તે સમયે કોઈ ગાયનેક સુરતમાં હાજર ન હતા. તે સમયે સુરતની વાતો સાંભડેલી જેમાં એસ.આર. રાવ નામના મ્યુનિસિપલ કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી. એના પરથી જ કાર્તિક જીવાણીને IAS બનવાની ઈચ્છા જાગી હતી.

image source

કાર્તિક જીવાણીએ UPSCની એમની પરીક્ષામાં સફળતા અંગે કહ્યું હતું કે માએ માતા પિતાએ મારી પરીક્ષા પાસ કરવામાં ઘણો સંઘર્ષ કર્યો છે.જ્યારે મને રાત્રે વાંચવાની આદત હતી તો મમ્મી અને પપ્પા બન્ને મારી સાથે મારી રૂમમાં રહેતા હતા. જ્યારે હું બોર થતો તો હું ફિલ્મો જોતો હતો. આ પીરક્ષા આપતા પહેલા મેં જુદા જુદા વર્ષોની યુપીએસસીની પરીક્ષાના લગભગ 25 પેપર સોલ્વ કર્યા હતા.

Exit mobile version