વિખરાયેલા વાળ, માથેથી ટપકતો પરસેવો, સવા ત્રણ કલાક સુધી એક જ જગ્યાએ ઉભા રહ્યા, કોઈની પણ સાથે વાત કરી નહિ.

ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મુંબઈની કિલા કોર્ટએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત અન્ય ૮ આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક હીરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. NCB એ સુનાવણી દરમિયાન બધા આરોપીઓની તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી કસ્ટડી માંગી હતી, પરંતુ અદાલતએ કસ્ટડી આપવાથી મનાઈ ફરમાવી દીધી. હવે આર્યન ખાનની જમાનતની અરજી પર શુક્રવારના રોજ સવારે ૧૧ વાગે સુનાવણી થશે.

image source

આજ રોજ સુનાવણી અંદાજિત ૪ કલાક સુધી ચાલી. આ દરમિયાન આર્યન ખાન પરસેવામાં તરબતર અંદાજીત સવા ત્રણ કલાક સુધી એક જ જગ્યાએ ઉભા રહ્યા. આ દરમિયાન આર્યન ખાનના ચહેરાની માસૂમિયત સ્પષ્ટ જોવા મળી રહી હતી. આજનો દિવસ આર્યન ખાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. એટલા માટે આ કેસની સુનાવણીને જોવા માટે મોટી સંખ્યામાં જુનિયર અને સિનિયર વકીલ, કોર્ટ રૂમ નંબર ૮ માં હાજર રહ્યા હતા. ભીડ એટલી બધી હતી કે, ત્યાં ઉભું રહેવું પણ મુશ્કેલ હતું.

image source

પેંડેમીક એકટ લાગુ હોવા છતાં પણ કોર્ટમાં હાજર લોકો એકબીજાને અડોઅડ ઉભા રહેલ જોવા મળ્યા. જો કે, મોટાભાગના વકીલોએ માસ્ક પહેર્યું હતું, પરંતુ ૪ કલાક સુધી ચાલેલ આ સુનાવણી દરમિયાન અદાલત ખચોખચ ભરેલ રહી.

સુનાવણી પહેલા આર્યનએ પોતાના વકીલ સાથે કરી વાત.

image source

બપોરના સમયે અંદાજીત આર્યન ખાન અન્ય આરોપીઓની સાથે અદાલત પરિસરમાં પહોચે છે અને 3:૧૫ વાગ્યાની આસપાસ NCBએ એમણે એડિશન મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ આર. એમ. નીરલેકરની અદાલતમાં લાવવામાં આવ્યા. પેશી પહેલા આર્યન અંદાજીત ૪૫ મિનીટ એક ચેમ્બરમાં પણ રહ્યા. અદાલતની સુનાવણી જેવી જ શરુ થઈ આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટ પાસેથી પોતાના મુવક્કિલની સાથે વાત કરવાનો સમય માંગ્યો. એની પર મેજીસ્ટ્રેટએ તેમને બે મિનીટનો સમય આપ્યો. ત્યાર બાદ સતીશ માનશિંદે આર્યનની સાથે અદાલતના બહારના ભાગમાં પહોચ્યા અને બે મિનીટ સુધી આર્યન સાથે વાત કરતા રહ્યા.

ગરમી એટલી હતી કે, આર્યનને ઉતારવી પડી પોતાની ટોપી.

સતીશ માનશિંદેના પરત ફર્યા બાદ અદાલતની કાર્યવાહી શરુ થઈ અને આર્યન ખાન કોર્ટમાં હાજર અન્ય અભીયુક્તોની સાથે જઈને ઉભા થઈ ગયા. આર્યનએ કાળા રંગની સ્વેટશર્ટ અને સફેદ રંગની ટોપી પહેરી હતી. એમના ચહેરા પર કાળા રંગનું માસ્ક હતું. અદાલતમાં ભીડ ખુબ જ વધારે હતી, આ કારણથી કોર્ટમાં હાજર ત્રણ પંખા ત્યાં ઉભા રહેલ અને બેઠેલા લોકોને ગરમીથી રાહત આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. અંદાજીત એક કલાકની સુનાવણી બાદ આર્યન પણ પરસેવે રેબઝેબ થઈ ગયા અને તેમણે પોતાના માથા પર પહેરેલ ટોપીને કાઢી નાખવી પડી.

સવા ત્રણ કલાક ઉભા રહ્યા આર્યન ખાન, પરસેવે થઈ ગયા રેબઝેબ.

image source

ગરમીથી રાહત મેળવવા માટે તેઓ વારંવાર ટોપીથી પોતાના ચહેરા પર હવા નાખી રહ્યા હતા. કેટલાક સમય પછી તેઓ પરસેવાથી ખરડાયેલ પોતાના ચહેરાને પોતાના હાથથી લુછી રહેલ જોવા મળ્યા. કોર્ટની આ સુનાવણી ૪ કલાક એટલે કે, સાંજના ૭ વાગ્યા સુધી ચાલી. સુનાવણી દરમિયાન આર્યન એક જગ્યાર ઉભા રહ્યા. એમના ચહેરા પર થાક અને ઉદાસી સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. સુનાવણી જેમ જેમ આગળ વધી રહી હતી આર્યન પરેશાન થઈને ક્યારેક જજને અને ક્યારેક પોતાના વકીલને અને એમ્નઃતી કેટલાક દુર ઉભેલ શાહરૂખ ખાનના મેનેજરને જોઈ રહ્યા હતા. આ ચાર કલાક દરમિયાન આર્યનએ કોઈની સાથે વાત કરી નહી અને ફક્ત આસપાસ જ જોતા રહ્યા.

બધા આરોપીઓની લગભગ આવી જ હતી સ્થિતિ.

images ource

આર્યન જેવી સ્થિતિ લગભગ અન્ય ૭ આરોપીઓની પણ હતી. અદાલતમાં હાજર મોડલ મુનમુન ઘમેચાએ જેવા જ પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખની સાથે પોતાના ભાઈને જોયો તો તે બેચેન થઈ ગઈ. તેમણે પરેશાન થતા પોતાના ભાઈને જોયા અને એમના ભાઈએ હાથથી ઈશારો કરીને કહ્યું કે, બધું ઠીક થઈ જશે. ત્યાર બાદ મુનમુન ઘમેચા થોડી શાંત થઈ અને તેઓ પણ આર્યન સહિત અન્ય આરોપીઓની સાથે ઉભી થઈ ગઈ. અદાલતની સુનાવણી દરમિયાન લગભગ બધા આરોપીઓ શાંત અને ગરમીથી પરેશાન જોવા મળ્યા. જો કે, અદાલત દ્વારા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાના નિર્ણય બાદ લગભગ બધાના ચહેરા પર તણાવ ઓછો થતો જોવા મળ્યો. અદાલતના નિર્ણય બાદ કેટલાક આરોપીઓ અંદરોઅંદર વાત કરતા પણ જોવા મળ્યા.