દાદીની ધગશ, એન્ડ્રોઈડ શીખ્યો, કાર શીખી હવે મેળવશે લાયસન્સ

ઉંમર માત્ર એક નંબર છે એથી વિશેષ કશું જ નહીં, તમારામાં જો આત્મવિશ્વાસ અને સતત નવું શીખવાની ચાહત અને સાહસ હોય તો કોઈપણ ઉંમરે નવું કરી શકાય છે, અને સતત નવું શીખી શકાય છે.

image source

મધ્યપ્રદેશની એક દાદીએ આ કરી દેખાડ્યું છે જેની સીએમએ પણ પ્રશંસા કરી છે. દેવાસ જિલ્લાથી નજીક 7 કિલોમીટર દૂર બિલાવલી ગામમાં 95 વર્ષની રેશમબાઈએ ઉંમરને હરાવી ગાડી શીખી લીધી છે. હાલ આ દાદી એવી રીતે કાર ચલાવે છે જાણે કોઈ અનુભવી ડ્રાઈવર ગાડી ચલાવે છે. આ ઉંમરમાં તેઓએ પૌત્રીને કાર ચલાવતા જોઈને માત્ર 3 મહિનામાં જ ડ્રાઈવિંગ શીખી લીધું. સામાન્ય રીતે યુવાનો જ ટૂ વ્હીલર કે ફોર વ્હીલર ગાડી ચલાવતા જોઈ શકાય છે, પરંતુ દાદીની આ ડ્રાઈવ ખરેખર માણવા જેવી છે, અને પ્રેરણાદાયક છે.

image source

રેશમબાઈને ઘણા શોખ છે, આ દાદી આ ઉંમરે એન્ડ્રોઈડ ફોન ચલાવવાની સાથે સાથે ગૌસેવા પણ કરે છે. તેઓએ 10 વર્ષ પહેલાં ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું. આ ઉંમરે પણ પોતાનું કામ તેઓ જાતે જ કરે છે. દાદીને જોઈને ઘરના લોકો પણ તેમનાથી પ્રેરણા લે છે. સવારે તૈયાર થઈને પૂજાપાઠ કરે છે અને પછી મંદિર અને ખેતરે જાય છે. તેમને 4 પુત્ર અને 2 પુત્રી છે. તમામ સંતાનો પરણિત છે. રેશમબાઈ દાદી, નાની, મા અને સાસુનું દાયિત્વ સંભાળે છે. આ દાદીના વ્યક્તિત્વની ઘણી બાજુઓ છે.નારાયણે જણાવ્યું કે પરિવારના અન્ય લોકોને મોબાઈલ વાપરતા જોઈને માએ પણ ટચ સ્ક્રીન મોબાઈલની ઈચ્છા વ્યક્ત કરી હતી તેથી તેમને એન્ડ્રોઈડ ફોન પણ આપવામાં આવ્યો છે.

image source

પૌત્રીને કાર ચલાવતા જોઈને રેશમબાઈએ પણ પુત્ર સમક્ષ કાર ચલાવવાની ઈચ્છા જાહેર કરી. કહ્યું- મારે કાર પણ ચલાવી છે. મોટા દીકરા નારાયણસિંહ તંવરે જણાવ્યું કે માને અનેક વખત સમજાવ્યું કે કાર ન ચલાવો, પરંતુ જ્યારે તેઓ ન માન્યા ત્યારે નાના ભાઈ સુરેશસિંહ તંવરે તેમને ડ્રાઈવિંગ શીખવી દીધી.

નારાયણે જણાવ્યું મા છેલ્લા 10-15 દિવસથી કાર ચલાવી રહી છે. તેઓ જ્યારે કાર ચલાવે છે, ત્યારે તેની સાથે તેનો નાનો દીકરો સુરેશ હોય છે. પરિવારમાં ચાર પુત્રવધૂ, ચાર પુત્રો અને પૌત્ર-પૌત્રીઓને ડ્રાઈવિંગ આવડે છે. દાદીની ધગશ અને ડ્રાઈવિંગ પ્રત્યેનો પ્રેમ જોઈને પરિવારે તેમના ડ્રાઈવિંગ લાયસન્સ માટે પણ અરજી કરી છે.