નાનકડા બાળકનો દેશ માટે છે આટલો બધો પ્રેમ, જોઈ લો આ વીડિયો

આપણા સૈનિકો હંમેશા આપણી જમીન અને આપણા લોકોની સુરક્ષા માટે તૈનાત રહે છે. હવામાન ગમે તે હોય, સંજોગો ગમે તે હોય, આ લોકો હાનિકારક ઇરાદા ધરાવનારાઓ સાથે લડવા સાથે વ માટે હંમેશા તૈયાર રહે છે. ભારતના લોકોમાં આ સૈનિકો માટે કેવું સન્માન છે, આ વીડિયો જણાવી રહ્યો છે. જે બાળક હજી બરાબર ચાલતા શીખ્યું છે એ આ સૈનિકોને જોઈને સલામ કરે છે.

image soure

આ વીડિયોને ટ્વીટર પર 24 ઓક્ટોબરના રોજ અભિષેક કુમાર ઝા નામના યુઝરે શેર કર્યો હતો. એ પછી એમ મોટી સંખ્યામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વિડીયામાં દેખાઈ રહ્યું છે કે એક બાળક એના પેરેન્ટ્સ સાથે એરપોર્ટની બહાર આંટા મારી રહ્યું છે એ દરમિયાન એની નજર ત્યાં તૈનાત સીઆઈએસએફની ટીમ પર જાય છે. વાત જાણે એમ છે કે આ ટીમ બખ્તરબંધ વાહન પર તૈનાત હતી. બાળક એ વાહનની સામે જાય છે અને એના પર તૈનાત સૈનિકને સલામ કરે છે. આ વિડીયોન બેકગ્રાઉન્ડમાં તેરી મિટ્ટી મેં મિલ જાવા ગીત પણ વાગી રહ્યું છે.

image source

આ પછી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ આ 28 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો જોઈને તમે પણ થોડી ક્ષણ માટે ઇમોશનલ થઈ જશો. એક નાનું બાળક કેવી રીતે સૈનિકોને જોઈને સલામ કરે છે એવુ દ્રશ્ય બેંગલુરુ એરપોર્ટ પર જોઈને લોકો આ નાનકડા બાળકને સલ્યુટ કરી રહ્યા છે.

વિડીયો જોઈને તમને થશે ગર્વ

આ વીડિયો બેંગલુરુ એરપોર્ટનો જણાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટની બહાર સુરક્ષાદલ તૈનાત રહે છે. ત્યારે એક નાનકડું બાળક એના પેરેન્ટ્સ સાથે ત્યાં આવે છે. એ એક નજર એ સુરક્ષાદળના વાહનને જોવે છે પછી ઉભો રહીને સૈનિકને સલ્યુટ કરે છે. એક ક્ષણ માટે લાગે છે જાણે આ દ્રશ્ય અહીંયા જ થંભી જાય. માસૂમના હાથ માથા પર પણ સરખી રીતે નથી પહોંચી રહ્યા પણ એ દિલથી સલ્યુટ કરી રહ્યો હતો. એ પછી સૈનિકે પણ એ બાળકને સલ્યુટ કર્યું. અને બન્ને એકબીજાની સલ્યુટ કરીને થંભી ગયા.એ પછી બાળક એના પિતા સાથે અંદરની તરફ ચાલ્યુ જાય છે પણ એ સૈનિકોની નજર એના પર જ ટકેલી છે.