શું પાખીના કારણે થઈ જશે સઇ અને વિરાટ અલગ, જોઈ લો ગુમ હે કિસીકે પ્યાર હે શોની લેટેસ્ટ અપડેટ

સ્ટાર પ્લસની જાણીતી સિરિયલ ગુમ હે કિસી કે પ્યાર મેં આજે પણ ટીઆરપી ચાર્ટમાં બીજા નંબર પર જળવાઈ રહ્યો છે. જલ્દી જ આ સીરિયલમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મલ્લિકા એ ઇશ્ક રેખા જબરદસ્ત ટ્વીસ્ટ લઈને આવવાની છે. વિરાટ અને સઇની જિંદગી હવે એક એવા વળાંક પર આવી ગઈ ચર જ્યાં બધાની નજર આ સીરિયલના આવનારા ટ્રેક પર જ છે. નિલ ભટ્ટ અને આયશા સિંહની સીરિયલમાં જલ્દી જ દિગગજ અભિનેત્રી રેખાની એન્ટ્રી થવાની છે. રેખાના આ શોમાં એન્ટ્રીનો પુરાવો આપતો શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

જલ્દી જ સીરિયલમાં જોવા મળશે કે સમ્રાટ પાખીને ડિવોર્સ આપવાની ઘોષણા કરશે. આમ તો પાખી વિરાટના પરિવાર સાથે જ રહે છે પણ હવે ડિવોર્સ પછી પાખી વિરાટની વધુ નજીક આવવાની કોશિશ કરશે અને એટલે રેખા ગુમ હે કિસી કે પ્યાર મેના પ્રોમોમાં ઇશકની ઉલજનો પર વાત કરી રહી છે. સ્ટાર પ્લસ દ્વારા શેર કરેલા વીડિયોમાં રેખા કહે છે કે આ ઇશ્ક પણ કેવી કેવી પરિક્ષાઓમાંથી પસાર થાય છે. જે કાલ સુધી ફક્ત એક ફરજ હતી એ આજે મોહબ્બત બની ચુકી છે.પણ પ્રેમ અને એતબારની સાથે સાથે ક્યાં ચાલી શકે છે. એવામાં ભૂતકાળ જો તોફાન બનીને પરત ફરે તો? મુર્જાયેલા પલોની યાદો તાજી થઈ જાય છે. ન ઈચ્છવા છતાં પણ કાલનો પ્રેમ આજની ફરજ બની ગયો છે.

આ વીડિયોમાં સમ્રાટ વિરાટને કહે છે કે એ એની ફરજ નિભાવે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી બન્યું કે જ્યારે મલ્લિકા એ ઇશ્ક રેખા આ શોને પ્રમોટ કરી રહી છે. શોની શરૂઆતમાં પણ રેખાએ આ શોના પ્રોમો માટે શૂટ કર્યું હતું.

image source

શરૂઆતથી જ આ શો દર્શકોને એની તરફ આકર્ષિત કરવામાં સફળ થયો છે. આ શોની વાર્તા ત્યારે શરૂ થઈ જ્યારે વિરાટે પોતાના પ્રેમની સામે ફરજને પસંદ કરી. વિરાટ પાખીને પ્રેમ કરતો હતો પણ પોતાના ફરજને લીધે એમને સઇ સાથે લગ્ન કર્યા પણ હવે સઇ અને વિરાટ એકબીજાને પ્રેમ કરે છે.

image source

સોશિયલ મીડિયા પર સાઈરાટ (સઇ અને વિરાટ)માં ફેન સઇ અને વિરાટના ભવિષ્યને લઈને ઘણા ચિંતિત છે. એ નથી ઈચ્છતા કે એમની મનગમતી જોડી પાખી માટે પોતાના પ્રેમની કુરબાની આપી દે અને એકબીજાથી અલગ થઈ જાય.