માત્ર 70 હજાર રૂપિયાના રોકાણે શરૂ કરો આ બીઝનેસ અને લાખો કમાઓ, જાણો તેને શરૂ કરવાની રીત શું છે ?

શું તમે જાણો છો કે તમે તમારા ઘર ની ખાલી છત નો ઉપયોગ કરીને લાખોની કમાણી કરી શકો છો. આ માટે તમારે છત પર સોલર પેનલ લગાવવી પડશે. સોલર પેનલ ગમે ત્યાં સ્થાપિત કરી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે છત પર સોલર પેનલ લગાવીને વીજળી બનાવી શકો છો અને તેને ગ્રીડમાં સપ્લાય કરી શકો છો. કેન્દ્ર સરકારનું નવું અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સોલર પેનલ લગાવનારાઓ ને રૂફટોપ સોલર પ્લાન્ટ્સ પર ત્રીસ ટકા સબસિડી આપે છે. સબસિડી વગર રૂફટોપ સોલર પેનલ લગાવવાની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે.

ચાલો સૌ પ્રથમ તેમાં થયેલા ખર્ચ વિશે વાત કરીએ :

image source

સોલર પેનલ ની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. દરેક રાજ્ય અનુસાર, આ ખર્ચ અલગ છે. પરંતુ સરકાર તરફ થી સબસિડી બાદ એક કિલો વોટ નો સોલાર પ્લાન્ટ માત્ર સાઠ હજાર થી સિત્તેર હજાર રૂપિયામાં લગાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્યો આ માટે અલગથી વધારાની સબસિડી પણ આપે છે. સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે સાઠ હજાર રૂપિયા ની એક મુશ્ત રકમ ન હોય તો તમે કોઈપણ બેંક પાસેથી હોમ લોન પણ લઈ શકો છો. નાણાં મંત્રાલયે તમામ બેંકો ને હોમ લોન આપવા જણાવ્યું છે.

એક લાખ રૂપિયા સુધીની કમાણી :

image source

તેમ છતાં તેનું પ્રારંભિક રોકાણ ઘણું ઓછું છે, પરંતુ જો તમારી પાસે પૈસા ન હોય તો પણ ઘણી બેન્કો તેને નાણાં આપે છે. આ માટે, તમે સૌર સબસિડી યોજના, કુસુમ યોજના, રાષ્ટ્રીય સૌર ઉર્જા મિશન હેઠળ બેંકમાંથી એસએમઈ લોન લઈ શકો છો. એક અંદાજ મુજબ, આ બિઝનેસ એક મહિનામાં ત્રીસ હજાર રૂપિયાથી એક લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે. આ સાથે, સૌર વ્યવસાય માટે ઘણી યોજનાઓ હેઠળ, ભારત સરકાર ત્રીસ ટકા સુધી ની સબસિડી આપે છે. તમે દરેક જિલ્લાના નવીનીકરણીય ઉર્જા વિભાગ ની મુલાકાત લઈને આ યોજના વિશે માહિતી મેળવી શકો છો.

હવે વાત કરીએ તેનાથી થનારા લાભની :

image source

સોલર પેનલો ની આવરદા પચીસ વર્ષ ની હોય છે. આ પેનલને તમે પોતાની છત પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો અને પેનલ થી પ્રાપ્ત થનારી વીજળી નિશુલ્ક હશે. સાથોસાથ બચેલી વીજળી ને ગ્રિડના માધ્યમથી સરકાર કે કંપની ને વેચી પણ શકાય છે. મતલબ ફ્રી ની સાથે કમાણી. જો તમે પોતાના ઘરની છત પર બે કિલોવોટ ની સોલર પેનલ લગાવો છો તો દિવસના દસ કલાક તડકો હોવાની સ્થિતિમાં તેનાથી લગભગ દસ યૂનિટ વીજળી બનશે. જો મહિનાનો હિસાબ લગાવીએ તો બે કિલોવોટ ના સોલર પેનલથી લગભગ ત્રણસો યૂનિટ વીજળી બનશે.

આવી રીતે ખરીદો સોલર પેનલ :

image source

સોલર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકાર ની રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો. તેના માટે રાજ્યોના મુખ્ય શહેરોમાં કાર્યાલય હોય છે. દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સ ની પાસે પણ સોલર પેનલ ઉપલબ્ધ હોય છે. સબ્સિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલયથી જ મળશે. ઓથોરિટી થી લોન લેવા માટે પહેલા સંપર્ક કરવો પડશે.

મેન્ટેનન્સ નો કોઈ ખર્ચ નથી :

image source

સોલર પેનલમાં મેન્ટેનન્સ ખર્ચ નું પણ કોઈ ટેન્શન નથી. પરંતુ દર દસ વર્ષમાં એક વાર તેની બેટરી બદલવાની હોય છે. તેનો ખર્ચ લગભગ વીસ હજાર રૂપિયા હોય છે. આ સોલર પેનલ ને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે.

મળશે 500 વોટ સુધીની સોલર પેનલ :

image source

સરકાર તરફ થી પર્યાવરણ સંરક્ષણ ને ધ્યાને લઈ આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ, પાંચસો વોટ સુધીની ક્ષમતા ની સોલર પાવર પેનલ લગાવી શકાય છે. તે હેઠળ પાંચસો વોટની આવી પ્રત્યેક પેનલ પર પચાસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે. આ પ્લાન્ટ એક કિલોવોટ થી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી લગાવી શકાય છે.