આ રાજ્યમાં નોંધાયો બ્લેક ફંગસનો ડબલ એટેકનો વિચિત્ર કેસ, સ્વાસ્થ્ય નિષ્ણાંતોની વધી ચિંતા

ભારતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ તેનાથી મુક્તિ મળી નથી. આ ઉપરાંત જે લોકો કોરોનામાંથી સાજા થયા છે તેમને પણ રાહત મળી રહી નથી. આવા લોકોમાંથી અનેક લોકો બ્લેક ફંગસ જેવા ખતરનાક રોગમાં સપડાયા હતા. જો કે આ રોગના કેસમાં ઘટાડો થયો હોવાના કારણે લોકોને રાહતની અપેક્ષા હતી પરંતુ હવે આ પોસ્ટ કોવિડ ઇફેક્ટની સમસ્યા બમણી થઈ છે. આ સ્થિતિના કારણે સ્વાસ્થ્ય નિષ્ણાંતો ચિંતામાં છે.

image source

ગાઝિયાબાદની મેક્સ હોસ્પિટલમાં એક જ દર્દીમાં ડબલ ફંગસની ઘટના પ્રકાશમાં આવી છે. ગયા અઠવાડિયે યુપીથી અહીં આવેલા દર્દીમાં બ્લેક અને વાઈટ બંને ફંગસ મળી આવી છે. આ દર્દીની સર્જરી કરનાર ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર બાદ એપ્રિલમાં બ્લેક અથવા વાઈટ ફંગસ એક જ જોવા મળતી હતી. પરંતુ હવે આ બંને રોગ એક જ દર્દીમાં જોવા મળે છે જે ચિંતાનો વિષય છે.

image source

દર્દીની સારવાર કરતાં ડોક્ટરનું કહેવું છે કે જયારે આ દર્દી હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેની ફરિયાદ હતી કે તેનું નાક એક તરફથી ભરેલું લાગે છે અને એક તરફથી સતત વાસ આવે છે. આ સાથે દર્દીએ જણાવ્યું કે તેને એપ્રિલમાં કોરોના થયો હતો. ત્યારબાદ દર્દીના નાકની તપાસ કરવામાં આવી. તેની તપાસમાં જાણવા મળ્યું કે તેના નાકમાં ફંગસ હતી. જ્યારે તે બ્લેક ફંગસને દૂર કરવામાં આવી તો ખબર પડી કે નીચે વાઈટ ફંગસ પણ હતી.

image source

ડોક્ટરનું કહેવું છે કે દર્દીમાં ફંગસ મગજ સુધી પહોંચી ચુકી હતી. તેની સર્જરી કરી તેને એંટી ફંગલ દવાઓ આપવામાં આવી અને હવે તે જોખમથી બહાર છે. આ પહેલા પણ એક કેસ નોંધાયો હતો જેમાં મહિલાના બ્રેન કલ્ચરમાં બંને ફંગસ જોવા મળી હતી. સર્જી દ્વારા તેની ફંગસને પણ બહાર કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર એવો કેસ નોંધાયો છે જેમાં બંને ફંગસ એક જ દર્દીમાં જોવા મળી છે.

આવા લક્ષણ જણાય તો દર્દીએ તુરંત ચેકઅપ કરાવવું

– નાક સતત બંધ રહે છે અને જો નાકમાંથી ખરાબ ગંધ આવે. અથવા કાળા રંગનો પદાર્થ બહાર આવે તો તપાસ કરાવવી.

– આવી સ્થિતિમાં તાવ પણ આવી શકે છે.

– ભૂખ પણ ઘટી જાય છે.

image source

– માથાનો દુખાવો રહે છે અને આંખો લાલ થઈ જાય છે.

– શરીરના સાંધામાં દુખાવો થાય છે.

– ઉલટી પણ થાય છે.

– જો તેની અસર મગજ સુધી પહોંચે તો વિચારવાની ક્ષમતા પર અસર થાય છે.

– જો દર્દીની ચામડી પર નાની ફોલ્લીઓ નીકળે અને નાકમાં પોપડા જેવું જામે તો તુરંત દર્દીને બતાવો.