Site icon News Gujarat

હવે બાળકોને પણ આપવામાં આવશે કોરોના વેકસીન, સરકારે કર્યો મોટો નિર્ણય

કોરોના વિરુદ્ધની લડતમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. દેશમાં 12 વર્ષ અને એની ઉપરના બાળકોને પણ હવે જલ્દી જ કોરોના વેકસીન આપવામાં આવી શકે છે. ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં આ એજ ગ્રુપના બાળકોને વેકસીન લગાવવાની યોજના છે. સૌથી પહેલા એ બાળકોને વેકસીન આપવામાં આવશે જે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. દેશમાં 12 વર્ષથી 17 વર્ષની ઉંમરના લગભગ 12 કરોડ બાળકો છે. કોવિડ વર્કિંગ ગ્રુપે કહ્યું છે કે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે શાળાઓ શરૂ કરી દેવી જોઈએ. એ જરૂરત હેઠળ બાળકોને જલ્દી જ વેકસીનેટ કરવાની તૈયારી છે.

image source

કોરોનાને લઈને બનાવેલા કોવિડ 19 ગ્રુપે જાણકારી આપી છે કે દેશમાં બાળકોના વેકસીનેશનની તૈયારી છેલ્લા ચરણમાં છે. 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે કોરોનાની વેકસીનની ડીસીજીઆઈ તરફથી અનુમતિ પહેલા જ મળી ગઈ છે. ઝાયડ્સ કેડીલાની વેકસીન જાયકોવ ડી આ વર્ષે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં બાળકોને આપવાની યોજના છે. કેન્દ્ર સરકારની કોવિડ વર્કિંગ ગ્રૂપ કમિટીના ચેરમેન ડૉ એન એ અરોરા અનુસાર કંપનીએ કહ્યું છે કે આ જાયકોવ ડી ઓક્ટોબરમાં પહેલા સપ્તાહમાં વેકસીનેશન પ્રોગ્રામમાં સામેલ થશે.

image source

સરકારની યોજના અનુસાર વેકસીન 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા બાળકોને ઓક્ટોબરથી નહિ આપવામાં આવે પણ ગંભીર બીમારી બાળકોને વેકસીન આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. ગંભીર બીમારીની શ્રેણીમાં કઈ બીમારીઓ સામેલ હશે એ માટે જલ્દી જ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશનની બેઠક થશે જ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. દેશમાં હાલ વ્યસકોને લગભગ 60 કરોડ વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે.

image source

કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ એન કે અરોરા અનુસાર સ્કૂલ ખોલવા માટે બાળકોને વેકસીનેશનની જરૂર નથી. જરૂર છે કે જે ઘરોમાં બાળકો છે ત્યાં બધા માતા પિતા અને ઘરના બીજા વયસ્ક લોકોએ વેકસીન લઈ લેવી જોઈએ અને સાથે સાથે સ્કૂલમાં ટીચર અને બાકીના સ્ટાફે પણ વેકસીન લેવી જોઈએ. આ રીતે બાળક એક સુરક્ષિત વાતાવરણમાં રહેશે. બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે એક્સપર્ટ સ્કૂલ ખોલવાની સલાહ આપી રહ્યા છે.

image source

એક્સપર્ટના કહેવા અનુસાર કોરોનાની પહેલી અને બીજી લહેરના જે પણ વૈજ્ઞાનિક સાક્ષય છે એમાં મળ્યું છે કે બાળકોમાં કોરોના સંબંધિત ગંભીર સમસ્યાઓ નથી થતી. કોરોનાનું સંક્રમણ માઈલ્ડ કે લક્ષણ વગરનું હોય છે. હોસ્પિટલમાં એડમિટ થવા કે પછી ડેથની સંભાવના નહિ બરાબર હોય છે પણ બાળકોમાં સંક્રમણ મોટા જેવું જ હોય છે એ ગંભીર તો નહીં થાય પણ બીજાને સંક્રમિત કરી શકે છે.

બીજી બાજુ સરકારે સ્કૂલના શિક્ષકોને પ્રાથમિકતાના આધારે વેકસીનેશન કરાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્કૂલના શિક્ષકોને વેકસીનેશનમાં પ્રાથમિકતા આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

Exit mobile version