તમે પણ જાણી લેશો આ દેસી નુસખો તો નહીં રહે યૂરિન સંબંધી કોઈ તકલીફ, કરી લો ટ્રાય

નમસ્તે મિત્રો આજે આપણે પેશાબમાં થતી અનેક સમસ્યાઓને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો વિશેની ચર્ચા કરીશું. આ સમસ્યા થવાથી લોકો ખુબજ પરેશાન થાય છે.જો પાણીને સાચી માત્રામાં પીવામાં આવે તો પાણી જ શરીરમાં થતી ઘણી બધી બિમારીઓથી બચાવી રાખે છે.

image source

વધુ પ્રમાણમાં પાણી પીવાથી ઘણી બધી બીમારીઓ મળમાર્ગ એટલે કે પેશાબ માં જ બહાર નીકળી જાય છેમહિલા અને પુરુષો માં ઘણી વખત પેશાબમાં બળતરા અને દુખાવો જોવા મળે છે. આ બળતરાને આપણે ઉનવા તરીકે ઓળખીએ છીએ એના કારણે પેશાબ મા દુખાવો અને બળતરા નો અનુભવ થાય છે

જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આવી સમસ્યાને દૂર કરવા માટે આપણે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. પેશાબ કરતા સમયે બળતરા અને દુખાવાથી છુટકારો મેળવવા માટે લીંબુ અસરદાર છે. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી ૧ લીંબુ નો રસ અને મધ નાખો અને તેને પીવો તમને સમસ્યામાં રાહત મળશે.

image source

એલચીમાં ઘણા બધા ગુણધર્મો હોય છે. એલચીના સેવનથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાં રાહત થાય છે. માટે તમે એલચીવાળી ચા પી શકો જો તમે ચા નથી પીતા તો દૂધ પણ પી શકો. એલચી ને ચાવી ને પણ ખાઈ શકો છો જેનાથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાંથી છુટકારો મળશે.

પેશાબમાં થતી કોઈ પણ સમસ્યાની અંદર પાણીનું વધુ પૂરતું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.આ બીમારીની અંદર પાણી એક રામબાણ ઉપાય છે.પાણી દરેક બિમારીનો ઉપચાર છે. ચામડીની બીમારી થી લઈ શરીરના કોઈપણ રોગો પાણી પીવાથી સારા થઈ જાય છે માટે જ્યારે તમને પેશાબમાં બળતરા દુખાવો થાય ત્યારે વધારે માત્રામાં પાણી પીવું. દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું. જરૂરી છે.

image source

આ સમસ્યાની અંદર મૂળાના પાનનો લેપ કરીને લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે.આ ઉપરાંત તરબૂચ ખાવાથી પેશાબની સમસ્યા દૂર થાય છે. એક કપ દૂધને ગરમ કરીને તેમાં જરૂર મુજબ ખાંડ તેમજ એલસી નાખીને પીવાથી પેશાબની સમસ્યા માં રાહત થાય છે.આ ઉપરાંત અજમાને પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.

જીરું અને ખાંડના સેવનથી આ સમસ્યા દૂર થઈ શકે છે.તાજી છાશમાં ગોળ નાખીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે.પેશાબમાં થતી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે તજને હુફાળા પાણી સાથે મિક્સ કરીને તેનું ભૂખ્યા પેટે સેવન કરવાથી પેશાબની દરેક સમસ્યા દૂર થાય છે.

image source

પેશાબની સમસ્યા દૂર કરવા માટે રાત્રે એક ચમચી ધાણા અને અજમાને પલાળીને રાખી દો. સવારે આ પાણીને થોડું ઉકાળીને ને પી લો આ પ્રયોગ કરવાથી થોડાજ સંસ્યની અંદર પેશાબ અટ્ક્વાની સમસ્યા દૂર થાય છે.આમ આવા અનેક ઘરેલુ ઉપાયો દ્વારા આ સમસ્યાનો હલ આવી શકે છે.