દુનિયાના હાજા ગગડી જાય એવી ચેતવણી, નવા સુપર-મ્યુટન્ટ કોરોનાના કારણે દર 3માંથી 1 વ્યક્તિનું થશે મોત

કોરોનાના ઘણા નવા રૂપ આવ્યા છે અને લોકો ફફડી રહ્યા છે. દરેક રૂપને લઈ અવાર નવાર નવી નવી માહિતી સામે આવી રહી છે, ત્યારે હવે વધારે એક ડરામણી માહિતી સામે આવી રહી છે કે જેના કારણે ડરનો માહોલ છે. આ સમાચાર કંઈક એવા છે કે બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોના ગ્રૂપે ચેતવણી આપી છે કે કોરોનાવાયરસનો સુપર મ્યુટન્ટ વેરિઅન્ટના ખતરનાક હોવાની કોઈ સીમા જ નથી. આ એક્સપર્ટસે બ્રિટન સરકારને સમયસર પગલાં ભરવાની માંગણી કરી છે. કારણ કે આ વેરિએન્ટ એટલો ભયાનક હોઈ શકે છે કે તેના લીધે દર ત્રણમાંથી એક વ્યક્તિનું મોત થઇ શકે છે. જ્યારે વાયરસ કોઇ જગ્યાએ વધુ સમય સુધી રહે છે તો તેમાં મ્યુટેશનની સંભાવના સૌથી વધુ હોય છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

image source

જો કે આ માત્ર વાતો નથી. હાલમાં આવું જ બ્રિટનમાં થઇ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટનને શિયાળા સુધીમાં બુસ્ટર વેક્સિન લાવવી પડશે, વિદેશથી વાયરસના નવા વેરિઅન્ટને આવતા રોકવા પડશે અને જેમાં વાયરસ રહી છે કે એવા પ્રાણીઓને પણ મારવા પડી શકે છે. માટે બુસ્ટર વેક્સિન એ જ માત્ર અકસીર ઉપાય છે કે જેનાથી આ ખતરો નિવારી શકાય છે. તેમજ વૈજ્ઞાનિકોએ આવનારા સમયની સંભાવનાઓ પર એક પેપર રિલીઝ કર્યું છે જેમાં આ સુપર-મ્યુટેંટ વેરિઅન્ટનો ખતરો બતાવ્યો છે.

image source

એક્સપર્ટનું એવું પણ કહેવું છે કે SAGEના રિપોર્ટ પરથી ખબર પડી કે વાયરસથી પીછો હજુ છૂટ્યો નથી. આથી સરકારે તેને લઇ વધુ એલર્ટ થવું જોઇએ. એક્સપર્ટસે પ્રાણીઓને વાયરસને રેજવૉયર બનવાથી રોકવાની સલાહ આપી છે. તેમણે ડૉકટર્સને પણ કહ્યું છે કે કેટલીક દવાઓ સાચવીને ઉપયોગ કરવા માટે કહ્યું છે. જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ પર વાયરસ તેની વિરૂદ્ધ રેજીસ્ટન્સ પેદા કરી શકે છે એ વાત પણ અત્રે નોંધવી જ રહી.

image source

આ સુપર મ્યુટેંટ વેરિઅન્ટ વિશે એક્સપર્ટસનું કહેવું છે કે જો આવનાર સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં મળેલા બીટા અને કેંટમાં મળેલા આલ્ફા કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટથી મળીને બન્યો તો આ વેક્સીન્સને પણ બિનઅસરકાર કરી દેશે એ વાત પણ સ્વીકારવી જ રહી. તેના લીધે મૃત્યુદર વધવાની પણ આશંકા છે. ટીમનું એવું પણ કહેવું છે કે વેક્સિનને બિનઅસરકાર કરવા માટે કોઇ ખૂબ જ શક્તિશાળી વેરિઅન્ટની જ જરૂર પડશે. જો કે આ રિપોર્ટના આધાર પર બ્રિટનમાં લોકડાઉનના પ્રતિબંધોને ખત્મ કરવાની સરકારની તૈયારીઓને લઇ એક્સપર્ટસે એક વખત ફરીથી ચેતવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના અન્ય જાણીતા વર્ઝનની તુલનામાં કોરોનાવાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ વધારે ગંભીર માંદગીનું કારણ બની શકે છે અને તે અછબડા જેટલો જ સરળતાથી ફેલાય છે અમેરિકાના મીડિયા અહેવાલમાં US આરોગ્ય સત્તાવાળાઓના આંતરિક દસ્તાવેજને ટાંકી આ માહિતી આપવામાં આવી છે. CDCના ડિરેક્ટર ડો.રોશેલ પી વાલેંસ્કીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન પૂરું કરાવી ચુકેલા લોકોના નાક અને ગળામાં એટલો જ વાઈરસ હોય છે કે જેટલો વેક્સિનેશન ન કરાવેલ લોકોમાં હોય છે. જેથી તે સરળતાથી ફેલાય છે.