કોરોનાએ તો અનેક પરિવારોને વેર વિખેર કરી નાખ્યા: હોસ્પિટલમાં ઓક્સિજન સમાપ્ત થયો તો દર્દીના સગા બાઇક-કારમાં લઇ આવ્યા સિલિન્ડર, જાણો ક્યાંની છે આ ધટના

ઈન્દૌરની એક હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો તો દર્દીના સગાએ બાઈક- કારમાં લાવ્યા સિલેંડર, મધ્યપ્રદેશમાં ૨૪ કલાકમાં જ ૬૪૮૯ નવા કેસ નોંધાયા.

-સરકાર દ્વારા હવે વાતાવરણ માંથી ઓક્સિજન ખેંચી શકે તેવા ૨ હજાર મશીન ખરીદશે.

image source

મધ્ય પ્રદેશ રાજ્યમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યા પછી પણ કોરોના વાયરસ સંક્રમણની ઝડપમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. ઈન્દૌર, ભોપાલ અને જબલપુર શહેરોની પરિસ્થિતિ સૌથી વધારે કથળી ગઈ છે. ઈન્દૌરની ગુર્જર હોસ્પિટલમાં રવિવારના રાતના સમયે ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. હોસ્પિટલના તંત્ર તરફથી દર્દીના સગાઓને દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે જાણ કરવામાં આવી. આ વાતને લઈને હોસ્પિટલમાં હોબાળો પણ થયો હતો. ત્યાર બાદ થોડાક સમયમાં જ દર્દીના પરિવારના સભ્યો જ બાઈક અને કારમાં મુકીને ઓક્સિજન સિલેંડર લઈ આવ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન વેન્ટીલેટર પર રાખવામાં આવેલ એક દર્દીનું મૃત્ય પણ થઈ જાય છે.

૪ મોટા શહેરોમાં જ છે ૫૦% દર્દીઓ.

મધ્ય પ્રદેશ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં ૬૪૮૯ દર્દીઓ નોંધવામાં આવ્યા હતા. ત્યાં જ ૩૭ દર્દીઓએ પોતાનું જીવ ગુમાવી દીધો હતો. મધ્ય પ્રદેશ રાજ્યના ચાર મોટા શહેરોમાં ઈન્દૌર, ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં ૫૦% કરતા વધારે દર્દીઓ મળી આવ્યા છે. આ શહેરોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. ઉપરાંત ૨૭૦૦ કરતા વધારે નવા કેસ નોંધવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ રાજ્યના શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગના બંને ભાણેજ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

સરકાર દ્વારા વાતાવરણ માંથી ઓક્સિજન ખેંચી શકે તેવા ૨ હજાર મશીન ખરીદવામાં આવશે.

image source

ઓક્સિજનની વધતી જતી માંગને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર દ્વારા હવે ૨ હજાર ઓક્સિજન કંસંટ્રેટર મશીનની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ મશીન એક અઠવાડિયામાં જ આવી જાય તેવી સંભાવના છે. આ મશીનને રાજ્યના તમામ જીલ્લા અને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે. આ મશીન દ્વારા વાતાવરણ માંથી પ્રતિ મિનીટ ૧ થી ૬ લીટર ઓક્સિજન ખેંચી શકાય છે. કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ૨ હજાર કંસંટ્રેટર મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવ્યા હતા. જયારે હવે રાજ્ય સરકાર પોતાના ખર્ચે આ મશીન ખરીદશે.

ઓફિસમાં કર્મચારીઓની સંખ્યામાં કરાયો ઘટાડો.

મધ્ય પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે વણસતી જતી પરિસ્થિતિની અસર સરકારી તંત્ર પર જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની હાજરી મર્યાદિત કરી દેવામાં આવી છે. મંત્રાલય અને અન્ય સરકારી કચેરીઓમાં હાજર રહેતા વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની હાજરી ૨૫% રોટેશન કરી દેવામાં આવી. જયારે ક્લાસ ૧ અને ક્લાસ ૨ ના ઓફિસર્સની હાજરી ૧૦૦% રાખવામાં આવશે. જીલ્લા કલેકટર દ્વારા આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો.

ભોપાલ: ૭૦૦ દર્દીઓ વેન્ટીલેટર પર.

image source

ભોપાલ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૨૪ નવા દર્દીઓ સામે આવ્યા છે જેમાંથી ૩ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. હોસ્પિટલની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. રાજધાનીના ૫૧ જેટલા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૯૦૦ જેટલા વેન્ટીલેટર છે. તેમાં ૭૦૦ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના ૧૦ દિવસમાં ૪૦ વેન્ટીલેટર વધારવામાં આવ્યા છે તેમ છતાં હજી અછત વર્તાય છે.

ઈન્દૌર: સતત બીજા દિવસે પણ ૯૦૦ કરતા વધારે કેસ.

કોરોના વાયરસ સંક્રમણ બાબતે ઈન્દૌર શહેર સૌથી વધારે નાજુક સ્થિતિ ધરાવે છે. ઈન્દૌર શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારના રોજ ૯૨૩ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા જયારે ૬ દર્દીઓના મોત પણ થઈ ગયા હતા. એના એક દિવસ પહેલા જ ઈન્દૌરમાં ૯૧૨ કેસ નોંધવામાં આવ્યા હતા, એ દિવસે ૫ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગ્વાલિયર: ૫૧૫ કેસ નોંધવામાં આવ્યા, માતા- પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓમાં મૃત્યુ.

image source

મધ્ય પ્રદેશમાં ત્રીજા નંબરે ગ્વાલિયર શહેરમાં સૌથી વધારે સંક્રમણ જોવા મળ્યું છે. ગ્વાલિયર શહેરમાં રવિવારના રોજ ૧૯૦૮ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૯૭ વ્યક્તિઓના કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. માતા અને દીકરી સહિત ૩ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. ગ્વાલિયર શહેરમાં સંક્રમણનો દર ૨૬% જેટલો થઈ ગયો છે. ગ્વાલિયર શહેરના જીલ્લા તંત્ર દ્વારા શહેરના ૩ વોર્ડના ૧૫ કરતા વધારે વિસ્તારોને કન્ટેનમેંત ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે જ્યાં તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૧ સુધી લોકડાઉન લાગુ રહેશે.

જબલપુર: ૪૬૯ નવા કેસ નોંધવામાં આવ્યા, રૂ. ૧૮ હજારમાં રેમડેસીવીરનું ઇન્જેક્શન વેચાઈ રહ્યું છે.

જબલપુર શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૬૯ નવા કેસ નોંધવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં દરરોજ નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યાં જ જબલપુરમાં ચિંતાનો વિષય એ છે કે, અત્યારે જબલપુરમાં ૨૬૫૬ સક્રિય કેસ છે ત્યારે સૌથી વધારે ચિંતા એ વાતની છે કે, અહિયાં હવે દર્દીઓને સારવાર પણ મળી રહી નથી. રવિવારના રોજ એક પેટર્ન જોવા મળી હતી. શહેરના મઢાતાલ વિસ્તારમાં આવેલ મનીષ મેડીકલ સ્ટોર પર રેમડેસિવિરનું એક ઇન્જેક્શન બ્લેક માર્કેટમાં ૧૮ હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એમડીએમને આ બાબતની માહિતી મળતા જ આ મેડીકલ સ્ટોરને સીલ કરી દેવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!