‘બાલિકા વધુ’નો આ એક્ટર થયો શર્ટલેસ, તસવીરો જોઇને તમે પણ ઓળખવામાં થાપ ખાઇ જશો

ટીવી શો બાલિકા વધુમાં જગીયાનું પાત્ર ભજવનાર 11 વર્ષના અવિનાશ મુખર્જીને ભલા કોણ ભૂલી શકે છે. આ શોમાં આનંદી અને જગીયાની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને બન્નેએ ખૂબ જ ઓછા દિવસોમાં જ ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી.

Avinash Mukherjee
image source

પણ નાના છોકરા જગીયાનું પાત્ર ભજવનાર એકટર અવિનાશ મુખર્જી હવે નાનો નથી રહ્યો પણ યંગ અને માચો મેન બની ગયો છે. અવિનાશ હવે એટલા હેન્ડસમ થઈ ગયા છે કે એમને ઓળખવા મુશ્કેલ લાગે છે.

image source

એટલું જ નહીં અવિનાશે એટલી શાનદાર બોડી બનાવી લીધી છે કે એમના લેટેસ્ટ ફોટામાં એમને ઓળખવામાં ઘણી જ મુશ્કેલી પડી રહી છે કે આ એ જ નાનો અમથો જગીયો છે જે બાલિકા વધુમાં દેખાતો હતો.

બાલિકા વધુમાં જગીયા એટલે કે અવિનાશ મુખર્જી હાલના દિવસોમાં ટીવી શો સસુરાલ સીમર કા 2માં દેખાઈ રહ્યા છે જેમાં પોતાની શાનદાર એક્ટિગ અને ઉમદા બોડીના કારણે એ ચર્ચામાં રહે છે.‘

Avinash Mukherjee
image source

આ શોનો એક વિડીયો પણ હાલના દિવસો.આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અવિનાશ શર્ટલેસ લુકમાં પોતાની ગજબની બોડી ફ્લોન્ટ કરતા દેખાઈ રહ્યા છે. એમનો આ શર્ટલેસ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ એમના પર ઘણા બધા રિએક્શન પણ આપી રહ્યા છે. તમે પણ જોઈ લો એમનો આ વીડિયો.

Avinash Mukherjee
image source

અવિનાશ મુખર્જી સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે અને ઘણીવાર ક્યારેક પોતાના શૂટિંગ સેટના તો ક્યારેક જીમના ફોટા શેર કરતા રહે છે.

Avinash Mukherjee
image source

અવિનાશ મુખર્જી હાલના દિવસોમાં સસુરાલ સીમર કા 2 ટીવી શોમાં આરવ ઓસવાલનું પાત્ર ભજવી રહ્યા છે. આ પાત્ર માટે અવિનાશે કમાલનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે અને એમની શાનદાર બોડીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Avinash Mukherjee
image source

બાલિકા વધુ અને સસુરાલ સીમર કા 2 સિવાય અવિનાશ ઇતના કરો ના મુજે પ્યાર અને શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી જેવા શોમાં પણ દેખાઈ ચુક્યા છે. શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કામાં એમને સોહમ સિંહનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ પોપ્યુલર થયું હતું.‘

1લી ઓગસ્ટે જન્મેલા અવિનાશ દિલ્લીના રહેવાસી છે અને એમને નોએડામાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.બંગાળી ફેમિલીને અવિનાશને એમના પિતા બાળપણથી જ એકટર બનાવવા માંગતા હતા એટલે એમને લઈને મુંબઈ આવ્યા હતા.

Avinash Mukherjee
image source

ફક્ત 11 વર્ષની ઉંમરમાં એમને બાલિકા વધુમાં જગીયાનો રોલ કર્યો હતો અને એના માટે બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો એવોર્ડ પણ એ જીતી ચુક્યા છે. આ સિરિયલ પછી ઘણા વર્ષો સુધી અવિનાશ ટીવીથી દૂર રહ્યા. વર્ષ 2012માં અવિનાશે ગુમરાહ શોથી નાના પડદા પર કમબેક કર્યું.