Site icon News Gujarat

સલમાન ખાનને સીઆઈએસએફના ઓફિસરે ગેટ પર રોક્યા, લોકોએ કરી વાહ વાહ.

બોલિવુડના દિગગજ અભિનેતા સલમાન ખાન એમની નવી ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ માટે રુસ જવા રવાના થઈ ગયા છે. રુસ રવાના થતા પહેલા એમને સુરક્ષા તપાસ માટે મુંબઈ એરપોર્ટ પર એક સીઆઈએસએફ જવાન દ્વારા રોકવામાં આવ્યા હતા. જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સલમાન ખાનને સુરક્ષા તપાસ માટે ગેટ પર રોકનાર સીઆઈએસએફના ઓફિસરના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

image source

એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર મુકેલ આ વીડિયો પર ટિપ્પણી કરતા લખ્યું છે કે સીઆઈએસએફ ઓફિસરે જે રીતે સલમાનને રોક્યા એ જોઈને સારું લાગ્યું. તો બીજા એક યુઝરે લખ્યું કે સીઆઈએસએફ જવાન પણ એક સ્ટાર જેવા દેખાય છે. એક યુઝરે લખ્યું કે હું સલમાન ખાનનો ફેન નથી પણ મને સીઆઈએસએફ ઓફિસરનું સલમાન ખાનને આ રીતે રોકવું સારું લાગ્યું. એને એની ડ્યુટી કરવા માટે હું સલામ કરું છું. તો એક અન્ય યુઝરે લખ્યું કે હું મારા જવાનોને પ્રેમ કરું છું.

image source

વાત જાણે એમ છે કે સીઆઈએસએફ અધિકારીએ સલમાનને સુરક્ષા તપાસ માટે મુંબઈ એરપોર્ટ પર રોક્યા હતા. જેનો એક વિડીયો વિરલ ભયનાનીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સીઆઈએસએફ અધિકારીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સલમાન ખાનના ફેન્સ એરપોર્ટ પર એમનું સ્વાગત કરી રહ્યા છે અને ફોટોગ્રાફર્સ એમના ફોટા લઈ રહ્યા છે.

image source

સલમાન ખાન વીડિયોમાં બ્લેક ટીશર્ટ સાથે બ્લુ ડેનિમ અને રેડ શૂઝમાં દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જેવા સલમાન ખાન એરપોર્ટના ગેટની અંદર જવા માટે આગળ વધ્યા અહીંયા સિક્યોરિટી ચેક માટે એમને રોકી દેવામાં આવ્યા અને ચેકીંગ પછી સલમાન ખાને ગેટની અંદર એન્ટ્રી લીધી.

image source

વીડિયોમાં સલમાન ખાન શાંત દેખાઈ રહ્યા છે અને ધીમે ધીમે ટીમની સાથે આગળ વધી રહ્યા છે. ફોટોગ્રાફર્સે જ્યારે એમને પોઝ આપવા માટે વિનંતી કરી તો સલમાન ખાને એમનું માસ્ક ઉતારીને એમને પોઝ પણ આપ્યો.

જણાવવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન લગભગ 2 મહીના સુધી રુસમાં ટાઇગર 3નું શૂટિંગ કરશે. એ પહેલાં આ જ નામથી સલમાન ખાનની બે ફિલ્મો આવી ચૂકી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરીના કેફ અને ઇમરાન હાસમી પણ દેખાશે. ઇમરાન હાશ્મી ફિલ્મમાં નેગેટિવ રોલમાં દેખાશે.

Exit mobile version