Site icon News Gujarat

અહીંં સોનૂ સૂદના નામે ચંપલ પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, છતાં પણ કિંમત ચોંકાવનારી

બોલિવૂડની ફિલ્મોમાં કોરોના કાળ સુધી વિલેન તરીકે જોવા મળતા સોનુ સૂદ કોરોના આવ્યો ત્યારથી રીયલ લાઈફ હીરો બની ગયો છે. સોનુ દ્વારા ગયા વર્ષે લોકડાઉનમાં શરૂ કરાયેલ જરૂરિયાતમંદોને મદદ કરવાની સેવા આજે પણ અવિરત ચાલુ જ છે. તેના કારણે માત્ર મુંબઈમાં જ નહીં પણ સોનુ સૂદ આજે દરેક દેશવાસી સાથે તેમના મુશ્કેલીના સમયમાં ઊભેલો જોવા મળે છે. કોરોના કાળમાં લોકોના હીરો બની ગયેલા સોનુ સૂદની બીજી ખાસ વાત છે કે તે જ્યાં પણ જાય છે, ત્યાંથી કેટલાક ખાસ વીડિયો શેર કરે છે. તે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તે વીડિયો જોરદાર રીતે વાયરલ પણ થાય છે.

image source

સોશિયલ મીડિયા પર શેર કરેલા અત્યાર સુધીના વીડિયોમાં સોનુ ક્યારેક દરજી બની જાય છે તો ક્યારેક તે વાળ કાપતો જોવા મળે છે. ક્યારેક તે સાઈકલ લઈ વસ્તુઓ વેંચવા નીકળેલો જોવા મળે છે. લોકોની મદદ કરવાની સાથે આ સમયમાં સોનુ સૂદ સોશિયલ મીડિયા દ્વારા પણ ચાહકોનું ઘણું મનોરંજન કરે છે. તેવામાં હવે તેમનો વધુ એક આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પણ તેનો એકદમ રમુજી અંદાજ જોવા મળે છે.

લોકોના રીયલ લાઈફ હીરો સોનુ સૂદ આ દિવસોમાં કાશ્મીરમાં સમય પસાર કરી રહ્યો છે. તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલો આ નવો વીડિયો પણ ત્યાંથી છે. આ વીડિયોમાં સોનુ રસ્તા પર ચપ્પલ વેચતી એક વ્યક્તિનો પરિચય તેના ચાહકોને આપી રહ્યો છે. સોનુ સૂદ તે વ્યક્તિને ચપ્પલનો રેટ પૂછે છે,સોનુ સૂદ દુકાનદારને પૂછે છે કે જો કોઈ દુકાનમાં ખરીદી કરવા આવે અને તેનું નામ લે તો તેને ડિસ્કાઉન્ટ મળશે ? તો દુકાનદાર ઝડપથી હા કહે છે. સાથે કહે છે કે તેને 20 ટકા ડિસ્કાઉન્ટ આપશે. પરંતુ જો તમારું મન આવા સસ્તા ચપ્પલ જોવા કે ખરીદવા માટે લલચાય છે, તો માત્ર એટલું જાણો કે આ ચપ્પલ ખરીદવા માટે તમારે કાશ્મીર જવાનો ખર્ચ ઉઠાવવો પડશે અને પછી તમે આ ચપ્પલ સસ્તામાં ખરીદી શકશો.

image source

જણાવી દઈએ કે સોનુ સૂદ દેશના સૈનિકોને મળવા માટે કાશ્મીર પહોંચ્યો અને સૈનિકો સાથે સમય પસાર કર્યો હતો. તેમણે ટોક્યોમાં અદ્ભુત પ્રદર્શન કરતા ભારતીય ખેલાડીઓને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે ભારતીય હોકી ટીમના ખેલાડીઓને જવાનો સાથે મળીને જીત માટે અભિનંદન પણ આપ્યા હતા.

image source

સોનુ સૂદના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા સોનુ ટુંક સમયમાં એક મ્યુઝિક વીડિયો રજૂ કરવા જઈ રહ્યો છે જેમાં અલ્તાફ રાજાએ કંઠ આપ્યો છે. આ મ્યૂઝિક વીડિયોનું નામ સાથ ક્યા નિભાઓગે છે જેને ફરાહ ખાને ડાયરેક્ટ કર્યું છે.

Exit mobile version