નવા અંદાજમાં લોન્ચ થઈ ઓફ રોડર એસયૂવી, લોન્ચ પહેલા જ તસવીરો થઇ ગઇ લીક, જે હવે બધાને આપશે ટક્કર

ભારતીય બજારમાં નાની કારોની સરખામણીમાં SUV એટલે કે સ્પોર્ટ્સ યુટીલિટી વહિકલની માંગ વધુ છે. હૈચ બેક કાર, સેડાન કાર, પ્રીમિયમ હૈચ બેક કારની સરખામણીએ ગ્રહકોને એસયુવી કાર વધુ પસંદ આવી રહી છે. આ કારણે જ યુટીલિટી વહિકલ દેશમાં સૌથી વધુ પ્રતિસ્પર્ધા ધરાવતું સેગમેન્ટ છે. ગયા વર્ષે બે ઓક્ટોબરે મહિન્દ્રાએ પોતાની નવી એસયુવી 2020.મહિન્દ્રા થાર લોન્ચ કરી હતી. આ ઓફ રોડર એસયુવી એ મહિન્દ્રાની સફળતામાં એક વધુ પાનું જોડયું હતું. આ કાર એટલી બધી લોકપ્રિય થઈ હતી કે બુકીંગ બાદ આ કારની ડિલિવરી માટે ગ્રાહકે એક વર્ષ જેટલી રાહ જોવી પડી હતી. પરંતુ હવે આ કારને ટક્કર આપવા માટે ભારતીય બજારમાં દમદાર ઓફ રોડર એસયુવી ફોર્સ ગુરખા સેકન્ડ જનરેશન આવી રહી છે.

લોન્ચિંગ પહેલા તસ્વીર લીક થઈ

image source

મહિન્દ્રાની નવી થારને ટક્કર આપવા માટે ફોર્સ મોટર્સ પોતાની એસયુવી ગુરખાને નવા અવતારમાં રજૂ કરી રહી છે. કંપનીએ ઓટો એક્સપો 2020 માં નવી ગુરખા BS6 રજૂ કરી હતી. હવે કંપની આ એસયુવીના સેકન્ડ જનરેશન મોડલને લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ મહામારીને લઈને એસયુવીનું લોન્ચિંગ અટકી પડ્યું છે. થારની લોકપ્રિયતાને જોતા ફોર્સ મોટર્સે નવી ગુરખા એસયુવીની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. પરંતુ લોન્ચિંગ થાય તે પહેલાં જ ઇન્ટરનેટ પર આ એસયુવીની અમુક તસવીરો લીક થઈ ગઈ છે. જેથી ઓફ રોડર કારના શોખીનો ઉતાવળા થવા લાગ્યા છે.

કેવો છે દેખાવ

image source

ફોર્સ ગુરખા સેકન્ડ જનરેશન મોડલની નવી તસવીરોને જોઈને એવો અંદાજ લગાવી શકાય છે કંપની નજીકના ભવિષ્યમાં જ આ કાર લોન્ચ કરી દેવાની તૈયારીમાં છે. આ તસવીરોમાં ફોર્સ ગુરખા એવી જ દેખાય છે જેવી તે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત થયેલા ઓટો એક્સપોમાં રજૂ કરાઈ હતી. ફોર્સ ગુરખાની લેટેસ્ટ તસવીરોમાં જે મોડલ દેખાઈ રહ્યું છે તેમાં ઓટો એક્સપો રજૂ કરવામાં આવેલ મોડલ જેવા જ ફેન્ડર માઉન્ટેડ ઇન્ડિકેટર્સ, સર્ક્યુલર એલઇડી ડીઆરએલ, સિંગલ સ્લેટ ગ્રીલ, ફોગ લાઇટ્સ, સ્નોર્કલ, ફાઈવ સ્પોક એલોય વહીલ સાથે રુફ માઉન્ટેડ લગેજ કેરિયર આપવામાં આવ્યું છે.

ફીચર્સ અને લોન્ચિંગ

image source

અહેવાલ અનુસાર કંપની આ કારને વર્ષના અંત સુધીમાં ફેસ્ટિવલ સીઝનમાં લોન્ચ કરી શકે છે. લીક થયેલી તસવીરોમાં ગુરખા એસયુવી ઓરેન્જ કલરમાં દેખાઈ રહી છે. કંપનીએ તેમાં ડબલ હાઇડ્રોલિક સ્પ્રિંગ ક્વૉઇલ સસ્પેન્શન અને 17 ઇંચના ટ્યુબલેસ ટાયર આપ્યા છે જેને જોતા એવું લાગે છે કે જાણે એ ટ્રકના ટાયર હોય. કારની ચારે બાજુ ઓફ રોડ ક્લેડીંગ મળે છે. કારમાં નવું ટચસ્ક્રીન ઈંફોનમેન્ટ સિસ્ટમ, બે એયરબેગ, ABS, રિયર પાર્કિંગ સેન્સર, પાવર વિન્ડો DRL સાથે LED હેડ લેમ્પ જેવા ફીચર્સ મળશે. એ સિવાય તેમાં મેન્યુઅલ લોકીંગ ડીફ્રેંશિયલ સાથે નવી ચેસીસ પણ આવે છે. નોંધનીય છે કે ઓટો એક્સપોમાં જે એસયુવી રજૂ કરાઈ હતી તે સ્ટાન્ડર્ડ ફોર્સ ગુરખાનું કસ્ટમાઇઝડ વર્ઝન છે.

એન્જીન

image source

નવી ફોર્સ ગુરખા BS6 કારમાં 2.6 લીટરનું ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 89 bhp નો પાવર આપે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેયરબોક્સનો વિકલ્પ મળે છે.

image source

આ એસયુવી એક દમદાર ઓફ રોડર હશે અને તેમાં 4×4 સિસ્ટમ સાથે ઓફ રોડિંગ ટાયર મળશે જે મુશ્કેલ રસ્તાઓ પર દામદામ દોડી શકે.

થાર ને ટક્કર આપશે ફોર્સ ગુરખા

image source

હવે જ્યારે મહિન્દ્રા નેક્સ્ટ જનરેશન થાર ને એક રોડ ફ્રેન્ડલી વાહન સ્વરૂપે રજૂ કરી રહી છે જે ગ્રાહકોના એક મોટા સમૂહને આકર્ષિત કરે છે. એટલા માટે એ જોવું રસપ્રદ રહેશે કે નવી થાર થી નવી ગુરખા કઈ રીતે ટક્કર લેશે. બન્ને એસયુવી એક જેવી પસંદગી ધરાવતા ગ્રાહકોને જ ટાર્ગેટ કરે છે. વળી, ફોર્સ ગુરખા ખાસ એડવેન્ચરના શોખીન લોકોને આકર્ષિત કરે છે.