સુંદરતા બેમિસાલ પણ ફિલ્મોમાં સફળ ના થઈ શકી આ હસીનાઓ, જેમાં આ અભિનેત્રી સાથે તો…

બોલીવુડમાં અભિનેત્રીઓ એમના દમદાર અભિનય સિવાય એમની ફિટનેસ અને સુંદરતાના દમ પર પણ આંકવામાં આવે છે.

image source

પણ ઘણી અભિનેત્રીઓ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ છે જે ખૂબ જ સુંદર હોવા છતાં ઇન્ડસ્ટ્રીમાં એ મુકામ ન મેળવી શકે જે એમને મળવું
જોઈતું હતું. તો ચાલો આજે વાત કરીએ બોલીવુડની એવી જ સુંદર અભિનેત્રીઓ વિશે.

નેહા શર્મા.

image source

બૉલીવુડ અભિનેત્રી નેહા શર્મા ખૂબ જ સુંદર અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ થાય છે. નેહાએ ઇમરાન હાસમી સાથે ફિલ્મ ક્રુકથી
બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એ સિવાય નેહાએ બોલીવુડમાં તુમ બિન 2, યંગીસ્તાન, જયંતિભાઈ કી લવ સ્ટોરી અને ક્યાં સુપર કુલ હે
હમ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પણ નેહાના હુસનનો જાદુ બોલીવુડમાં જ ચાલી શક્યો. તમને જણાવી દઈએ કે નેહા
રાજનૈતિક ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. નેહા શર્મા બિહારના વિધાયક અજિત શર્માની દીકરી છે. અજિત શર્મા ભાગલપુરથી
કોંગ્રેસ વિધાયક છે.

યામી ગૌતમ.

image source

ટેલિવિઝનમાંથી ફિલ્મોમાં પગ મુકનાર અભિનેત્રી યામી ગૌતમ પણ સુંદરતામાં પ્રિયંકા ચોપરા અને કેટરીના કેફને ટક્કર આપે છે. યામી
ગૌતમે કાબિલ, બાલા, વિકી ડોનર, ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક સહિત બીજી અમુક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ યામી ગૌતમ તો ય
બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં પોતાની જાતને ઉભી ન રાખી શકી.

ઈલિયાના ડિક્રુઝ.

image source

ઈલિયાના ડિક્રુઝ, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત અન્ય ઘણા અભિનેતાઓ સાથે કામ કરી ચુકી છે. સાઉથ ઇન્ડિયન
ઇન્ડસ્ટ્રીમાંથી બોલીવુડમાં પગ મુકનાર ઈલિયાના ડિક્રુઝ ખૂબ જ સુંદર છે. પણ એમની સુંદરતા બોલીવુડમાં એમને કઈ કામ ન આવી.
ઈલિયાના પણ બોલીવુડમાં પોતાનો સિક્કો ન ચલાવી શકી.

એવલીન શર્મા.

image source

એવલીન શર્માએ યે જવાની હે દિવાની, યારીયા, મેં તેરા હીરો સહિત અન્ય અમુક ફિલ્મોમાં કામ કર્યું છે. ખૂબ જ સુંદર હોવા છતાં
એવલીન શર્માને બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી ન મળી શકી. એવલીન શર્મા ફિલ્મોમાં હજી નાના મોટા પાત્ર કે સાઈડ રોલ કરે છે.

પ્રાચી દેસાઈ.

image source

પ્રાચી દેસાઈએ પણ ફિલ્મોમાં આવતા પહેલા ટેલિવિઝન સિરિયલથી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. પ્રાચી દેસાઈ ઝી ટીવીની સિરિયલ
કસમ સેમાં બાનીના મુખ્ય પાત્રમાં હતી. પ્રાચી સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ ટેલેન્ટેડ પણ છે પણ તો ય ફિલ્મોમાં એમનો સિક્કો
નથી ચાલી રહ્યો. પ્રાચી દેસાઈએ બોલ બચ્ચન, પુલીસગીરી, અઝહર, વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ સહિત ઘણી ફિલ્મોમાં
શાનદાર અભિનય કર્યો છે.