અરે બાપ રે, પ્રખ્યાત અભિનેતાને વેક્સિન લીધા બાદ બીજા જ દિવસે આવ્યો હાર્ટ એટેક, બેભાન થઈ જતાં હોસ્પિટલમાં દાખલ

સરકારી હોસ્પિટલમાં કોરોના માટેના ઈંજેકશન માટે લોકો લાઈનો લગાવી રહ્યાં છે. કાયમ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યાં છે. દેશના દરેક ખૂણેથી જાણવા મળી રહ્યું છે કે હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી છલકાઈ ગયા છે. આ વચ્ચે પ્રખ્યાત તમિલ અભિનેતા વિવેકને હાર્ટ એટેક આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હવે તેની હાલત ખૂબ ગંભીર હોવાનું ડોક્ટરો દ્વારા જણાવાયું છે. શુક્રવારે સવારે તેને છાતીમાં ખૂબ જ દુખાવો થયો હતો ત્યારબાદ તેને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

image source

આગળની કોરોના લહેરમાં ઘણા અભિનેતા અને અભીનેત્રીઓ કોરોનાની જપેટમાં આવી ચૂક્યા છે અને હજુ બીજી લહેરમાં પણ આ ક્ષેત્રે ખરાબ સમાચારોનો તબક્કો ચાલુ છે. મળતી માહિતી મુજબ 16 એપ્રિલની સવારે તમિલના પ્રખ્યાત અભિનેતા વિવેકને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિવેકના મેનેજરે માહિતી આપી છે કે સવારે તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો પણ હાલમાં તેની હાલત ખૂબ ગંભીર છે. આ સિવાય વિવેકના પીઆરઓ નિખિલ મુરુગને જણાવ્યું કે વિવેકને અચાનક ચક્કર આવી ગયા હતા અને તે સમયે વિવેક તેના પરિવાર સાથે વાત કરી રહ્યો હતો. તે અચાનક જ તે બેભાન થઈ ગયો હતો. તેની આ હાલત જોઈને પરિવારે અભિનેતાને વડપલાની સીએમએસ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં સારવાર બાદ તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પછી જે થયું તે ખરેખર ખૂબ ચોકાવનારું હતું. વિવેકની આવી હાલત થઈ તેના એક દિવસ પહેલા જ વિવેકે કોવિડની રસી લીધી હતી. આ સમાચાર પછી લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જો કે ડોકટરો અને વિવેકના પરિવારે પુષ્ટિ આપી હતી કે વિવેક રસી લઈ લીધા પછી સાજો થઈ રહ્યો છે અને તેની આ હાલત માટે રસીકરણ સાથે કોઈ લેવા-દેવા નથી.

image source

15 એપ્રિલના રોજ કોવિડ રસીનો ભય લોકોના મગજમાંથી ઘટાડવા માટે આ રસી લીધી હતી. આ અભિનેતાએ કોઈ ખાનગી હોસ્પિટલમાંથી નહીં પરંતુ સરકારી હોસ્પિટલમાં રસી લીધી હતી અને તેણે લોકોને રસી લેવા માટે પણ અપીલ પણ કરી હતી.

image source

મળતી માહિતી મુજબ વિવેકની કારકિર્દીની શરૂઆત બાલચંદરની ફિલ્મથી 1980ના દાયકામાં થઈ હતી. આ પછી તેણે એક પછી એક તમિલ સિનેમામાં ઘણી હિટ મૂવીઝ આપી. વિવેક છેલ્લે ફિલ્મ ધારાલા પ્રાભુમાં જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!