એક ટેકમાં આખો સીન શૂટ કરી લેતા હતા મિથુન ચક્રવર્તી, નકસલીમાંથી બન્યા હીરો

મિથુન ચક્રવર્તી એ થોડા અભિનેતાઓમાં સામેલ છે જેમને પોતાની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો. અભિનેતાનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે. મિથુનનો જન્મ 1950માં બાંગ્લાદેશના બારીસાલમાં થયો હતો. પછી એમનો પરિવાર ભારત આવી ગયો. મિથુનને લોકો પ્રેમથી મિથુન દા કહે છે. એમને પોતાના અભ્યાસની શરૂઆત કોલકાતામાં કરી હતી એમની શરૂથી જ અભ્યાસમાં રુચિ ઓછી હતી. આ કારણ હતું કે મિથુન ચક્રવર્તી અભિનયનો અભ્યાસ કરવા પુણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જતા રહ્યા.

image source

મિથુન ચક્રવર્તીએ વર્ષ 1976માં બોલીવુડમાં ફિલ્મ મૃગયાથી ડેબ્યુ કર્યું હતું. પહેલી ફિલ્મ માટે એમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો..મિથુનને એક્ટિંગ, એક્શન અને ડાન્સિંગ ત્રણેયમાં મહારત હાસિલ છે. એમને અલગ અલગ ભાષાઓ જેવી કે બંગાળી, હિંદી, ઓડિયા, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ અને પાંજબીમાં 350થી વધુ ફિલ્મો કરી છે.

image source

એમની બૉલીવુડ ડેબ્યુ ફિલ્મ દો અંજાને હતી. આ ફિલ્મમાં એમનો ખૂબ જ નાનો રોલ હતો. એ પછી એમને તેરે પ્યાર મેં, પ્રેમ વિવાહ, હમ પાંચ, ડિસ્કો ડાન્સર, હમ સે હે જમાના, ઘર એક મંદિર, અગ્નિપથ, તીતલી, ગોલમાલ 3, ખિલાડી 786 અને ધ તાશકંદ ફાઇલ્સમાં કામ કર્યું છે. અભિનય સિવાય બહુ ઓછા લોકો જાણતા હશે કે મિથુન ચક્રવર્તીએ માર્શલ આર્ટની એક્સપર્ટ ટ્રેનિંગ લીધી છે અને એ બ્લેક બેલ્ટ પણ છે. 80ના દાયકામાં ફક્ત મિથુન દા જ ચાલી રહ્યા હતા.

image source

એ સમયે અમિતાભ ફેમસ થવાના શરૂ જ થયા હતા. એ પછી એમને મેરા રક્ષક, સુરક્ષા, તરાના, પ્યાર જુકતા નહિ જેવી ફિલ્મો કરી. ઓળખ એમને ડિસ્કો ડાન્સરથી મળી અને દુનિયાને મળ્યા ડાન્સિંગ સ્ટાર જેને પોતાની ફેન ફોલોઇંગના જોરે ઘણું બધું હાસિલ કર્યું. આજે પણ મિથુન ચક્રવર્તી ડાન્સને પહેલો પ્રેમ માને છે. એમના માટે ડાન્સ કરવી એ પૂજાની જેમ છે. પણ ઉંમરના આ પડાવમાં  આવીને મિથુન લાઈમલાઈટમાં ઓછા જ રહે છે.

image source

એમને હિન્દી ફિલ્મોમાં ડાન્સને એક નવી ઓળખ આપી હતી. એક સમય હતો જ્યારે ફિલ્મ મિથુનના ડાન્સથી જ હિટ થઈ જતી હતી. મિથુને એ દરમિયાન સ્પોર્ટિંગ એકટર રહેલી યોગીતા બાલી સાથે 1979માં લગ્ન કર્યા હતા. મિથુન એક એક્ટરની સાથે સફળ બિઝનેસમેન પણ છે. મિથુનનો લકઝરી હોટલનો બિઝનેસ છે. આ હોટલ્સથી મિથુનની કમાણી કરોડોમાં છે. મિથુન ચક્રવર્તીને અત્યાર સુધી બે ફિલ્મફેર એવોર્ડ અને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળી ચુક્યા છે. એ ટીવી પર આવતા પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સના સુપર જજ એટલે કે ગ્રાન્ડ માસ્ટર રહી ચૂક્યા છે.

image source

કહેવામાં આવે છે કે મિથુન પહેલા નકસલી હતા પણ એક ઘટનામાં ભાઈના મોતના કારણે એમને પોતાના પરિવારમાં પાછુ ફરવું પડ્યું અને અહીંયાથી જ એમની ઉપર પરિવારને સંભાળવાની જવાબદારી આવી ગઈ. ડાન્સનો એમને ખૂબ જ શોખ હતો અને એને કારણે એમને સ્ટેજ શોથી શરૂઆત કરી. મિથુન ચક્રવર્તી ફિલ્મોમાં પગ મુક્તા પહેલા એ ડાન્સિંગ ડીવા હેલનના આસિસ્ટન્ટ હતા. એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચક્રવર્તી શોટ પણ ચાલે છે કારણ કે એ પોતાના પહેલા ટેકમાં સીન પૂરો કરી લેતા હતા. એ વાતનો ખુલાસો વર્ષ 2017માં ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સની સિઝન 6ના સ્ટેજ પર પણ થયો જ્યારે સલમાં ખાન અને મિથુન એકસાથે હાજર હતા.