Site icon News Gujarat

એક મહિલાએ દિવ્યાંગની મદદ ન કરી ત્યારે મદદે આવ્યો કૂતરો, જુઓ વાયરલ વીડિયો

સોશ્યલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં રોજ કોઈને કોઈ વીડિયો શેર થતા રહે છે. આ વીડિયોમાં પણ કંઈ આવું જોવા મળી રહ્યું છે જેના કારણે તે જલ્દી વાયરલ થઈ રહ્યો છે. આવો એક વીડિયો માણસાઈની સીમાને પાર કરી રહ્યો છે. આ વીડિયો સંદેશ આપી રહ્યો છે કે જાનવર પણ માણસની મદદ માટે આગળ આવી રહ્યા છે જ્યારે માણસ માણસની મદદ કરવાનું ટાળી રહ્યો છે. આ વીડિયોમાં એક કૂતરો એક દિવ્યાંગ માણસની મદદ કરતો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

image source

આ વીડીયો ટ્વિટર પર દ ફીલ ગુડ પેજ નામના એક એકાઉન્ટથી શેર કરાયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પાર્કમાં કૂતરા સાથે ફરવા નીકળી છે. મહિલા આગળ આગળ ચાલી રહી છે અને તેનો પાલતૂ કૂતરો તેની પાછળ ચાલી રહ્યો છે. ત્યારે સામેથી એક અંધ વ્યક્તિ આવી રહ્યો છે અને પોતાની છડીની મદદથી સહારો શોધતો સામેની તરફથી આવી રહ્યો છે.

image source

જે મહિલા પોતાના કૂતરાની સાથે જઈ રહી છે ત્યાં નીચે પડેલી ઝાડની ડાળી રસ્તો રોકી રહી હતી. મહિલા અને કૂતરો તો આગળ વધી જાય છે. પણ દિવ્યાંગ વ્યક્તિને તેની તરફ વધતો જોઈને મહિલા હાથ હલાવે છે પણ જોતી નથી કે તેને દેખાતું નથી.

કૂતરો આ બધું જુએ છે અને પરત ફરે છે સાથે પોતાના મોઢામાં આ ઝાડની લાકડી પકડે છે અને તેને એક તરફ હટાવવાની કોશિશ કરે છે. આ પછી દિવ્યાંગ વ્યક્તિ પોતાના રસ્તે આગળ વધી જાય છે.

image source

જ્યારે કૂતરો મહિલા પાસે પાછો જાય છે ત્યારે મહિલા તેના કૂતરાને શાબાશી આપે છે. આ વીડિયો અત્યારસુધીમાં લગભગ 40000થી પણ વધારે વાર જોવાઈ ચૂક્યો છે અને લોકો કૂતરાના વખાણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version