Site icon News Gujarat

અનલોકની જાહેરાત થતાં જ 15 હજાર રાજકોટની મહિલાઓએ બ્યુટીપાર્લરમાં કરાવ્યા એડવાન્સ બુકિંગ, તૂટી ગયા બધા રેકોર્ડ

કોરાનાની સ્થિતિ કાયમથી કાયમ કાબુ બહાર જઈ રહી છે. આવી સ્થિતિમાં સંક્રમણની ચેઇનને તોડવા માટે વેક્સિનેશન અને ઘણાં શહેરોમાં લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કોરોના કેસનાં આંકડાઓને જોતાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર નિયમો સાથે અનલોકની જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ દુકાન ખોલવાની મંજૂરી મળી જતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. મળતી માહિતી મુજબ 27 મે સુધી ગુજરાતમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે જેમાં પાનના ગલ્લા, ચાની કિટલી, હેર સલૂન, હાર્ડવેર-ઇલેક્ટ્રિકલ્સ, કપડા, વાસણ, મોબાઇલ , હોલસેલ માર્કેટ, ગેરેજ-પંચરની દુકાન ખુલી રહેશે.

image source

આ બધું આજે સવારે 9.00 વાગ્યાથી શરૂ થઇ જશે. અત્યારે વેપારીઓને અડધો દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપી છે. આ વચ્ચે રાજકોટ રાજકોટમાં મહિલાઓએ બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ કરાવી રહી છે.

image source

જો કે નવાઈની વાત એ છે કે આ આંકડો રેકોર્ડ બ્રેક છે. રાજકોટની મહિલાઓએ બ્યુટીપાર્લરમાં 15 હજારથી વધુ એડવાન્સ બુકિંગ કરાવ્યા છે. જો કે આ પાછળનુ કારણ મહિલાઓ કહે છે કે લોકડાઉનને કારણે અત્યાર સુધી બ્યુટીપાર્લર પણ બંધ હતાં અને નવી જાહેરાત બહાર આવતાની સાથે જ મહિલાઓ જાણે તુટી પડી હતી.

image source

જાણવા મળ્યુ છે કે બ્યુટીપાર્લર ખોલવાને મંજૂરી મળતાં ગુરુવારે સાંજે એડવાન્સ બુકિંગ થવાના શરૂ થઈ ગયાં હતાં. ફ્ક્ત રાજકોટમાં જ આ વિશે વાત કરીએ તો અંદાજિત 15 હજારથી વધુ બુકિંગ થયાં છે. આ સાથે વાત કરીએ કે કયા કામ માટે આટલા બુકિંગ થયા છે તો જેટ્સની જેમ મહિલાઓએ પણ સૌથી બુકિંગ હેર ટ્રીટમેન્ટ માટે થયા હોવાનું સામે આવ્યુ છે. આ અંગે રજકોટના બ્યુટિશિયન કૃણાલભાઈ ગોહિલે સાથે થયેલી વાતચીતમા તેમણે જણાવ્યું હતું કે જેવી અનલોક અંગે સરકારે જાહેરાત કરી કે તરત મહિલાઓના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા અને તેમા પણ મોટાભાગે હેર ટ્રીટમેન્ટ માટે જ બુકિંગ થઈ રહ્યા છે.

image source

આ સાથે માહિતી મળી છે કે હવે નવી જાહેરાત મુજબ રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી,લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, દીવાનપરા માર્કેટ, કોઠારિયા નાકા, સોનીબજાર વગેરે બજારો રાબેતા મુજબ ચાલુ થઇ જશે. આમ તો રાજકોટમા બજારો 10.00 વાગ્યા પછી ખુલતી હોય છે પણ હવે આ નવા નિયમો મુજબ 9 વાગ્યે જ બધુ ચાલુ થઈ જશે. અત્યારે સવારના 9.00થી બપોરના 3.00 સુધી દુકાનો ખોલવાની મંજૂરી મળતાં વેપારીઓમા પણ ખૂશી જોવા મળી રહી છે. આ સાથે કહેવામા આવ્યુ છે કે બપોરના 3.00 સુધી જ દુકાન ચાલુ રાખવાની મંજૂરી છે. આ મહિતી પછી વેપારીઓ કહી રહ્યા છે કે તેઓ લંચ બ્રેક સમયે દુકાન બંધ રાખવાનું ટાળીને પોતાનો વેપાર ચાલુ રાખશે. આંશિક છુટછાટ્ના આપવાનુ કારણ છે કે લોકોને આર્થિક સંક્ડામણ રહે નહી.

Exit mobile version