દેશ નહીં, વિદેશોમાં પણ આ કલાકારોની છે અઢળક પ્રોપર્ટી, જાણો બીગ બીથી લઇને કોણ-કોણ છે આ લિસ્ટમાં

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણાં એવા કલાકારો છે જે ખૂબ જ શાનદાર લાઇફસ્ટાઇલ જીવવા માટે જાણીતા છે. આ બધાની
ગણતરી ઇન્ડસ્ટ્રીના ઘણા મોંઘા કલાકારોમાં થાય છે જેના કારણે એ પોતાના કામ માટે ઘણી તગડી ફી પણ લે છે.

image source

શુ તમે જાણો છો કે ક્યાં ક્યાં સ્ટાર્સની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ સંપત્તિ છે? જો ના, તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એ કલાકારો વિશે.

અક્ષય કુમાર.

image source

અક્ષય કુમારે પોતાના દમ પર બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, અને આજે એ ઇન્ડસ્ટ્રીના ઘણી ઊંચી ફી લેનાર સ્ટાર્સના લિસ્ટમાં આવે છે. મુંબઈ અને ગોવા સિવાય અક્ષય કુમાર પાસે કેનેડામાં પણ પ્રોપર્ટી છે. અક્ષય કુમારનું કેનેડામાં એક હોલીડે હોમ છે જે ખૂબ જ સુંદર અને આલિશાન છે. એ સિવાય ટોરેન્ટોમાં અક્ષય કુમાર એક આખી પહાડી ખરીદી છે. એના પર એક એપાર્ટમેન્ટ અને એક બંગલો બનાવેલો છે.

શાહરુખ ખાન

image source

શાહરુખ ખાન પાસે મુંબઈ સિવાય લંડનમાં એક શાનદાર બંગલો છે. એ સિવાય કિંગ ખાન પાસે દુબઈમાં પણ એક ખૂબ જ સુંદર ઘર છે, જેની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે.

અમિતાભ બચ્ચન.

image source

એ વાત બધા જાણે છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં ઘણા આલિશાન ઘર છે. પણ એ વાત ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે એમની પાસે એ સિવાય પેરિસમાં પણ એક આલિશાન ઘર છે. આ ઘર એમને પોતાની પત્ની જયા બચ્ચનને ગિફ્ટમાં આપ્યું હતું.

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી.

image source

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા પાસે લંડન, ઇંગ્લેન્ડ અને કેનેડામાં ચાર ચાર બાંગ્લા છે. તો ઇંગ્લેન્ડના વેબ્રિઝ વિસ્તારવાળો એમની બંગલો ઘણો જ શાનદાર છે એવું કહેવામાં આવે છે અને એની કિંમત લગભગ 170 કરોડ rup આંકવામાં આવી છે. એટલું જ નહીં રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને દુબઈના બુર્જ ખલીફામાં પણ એક ઘર ગિફ્ટ કર્યું હતું. જો કે અહીંયા જગ્યા ઓછી હોવાને કારણે શિલ્પાએ એને વેચી દીધુ હતું.

કરીના કપૂર અને સૈફ અલી ખાન

image source

આમ તો આ કપલ પાસે મુંબઈમાં આલિશાન ઘર અને હરિયાણામાં પટોડી પેલેસ છે. પણ વાત જો એમની વિદેશની પ્રોપર્ટીની કરીએ તો સૈફ અને કરીના પાસે સ્વિત્ઝરલેન્ડમાં સ્ટાડ વિસ્તારમાં એક આલિશાન ઘર છે.

જોન અબ્રાહમ.

image source

બોલીવુડમાં પોતાની દમદાર એક્ટિંગથી દરેકને હેરાન કરી દેનાર જોન અબ્રાહમ પાસે અમેરિકામાં લોસ એન્જેલ્સમાં પ્રોપર્ટી છે. એમનો આ બંગલો ખૂબ જ શાનદાર છે અને લોસ એન્જેલ્સના પોઝ વિસ્તારમાં છે.