37 દિવસમાં આ શખ્સે એક જ છોકરી સાથે કર્યા ચાર વાર લગ્ન અને ત્રણ વાર દીધા તલાક, કારણ જાણીને લાફો મારશો

લગ્નના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. જેમાં આપણે જોઈ શકીએ કે ઘણા લોકોને જાણે પરણવાનો શોખ હોય એમ ચાર પાંચ વખત લગ્ન કરે અને તેમ છતાં થોડા દિવસો બાદ કુંવારા જ હોય. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર વિચારવા જેવો છે. તાઈવાનથી લગ્ન અને ડિવોર્સની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે અહીં એક બેન્ક કર્મચારીએ 37 દિવસમાં જ એક જ છોકરી સાથે ચાર વાર લગ્ન કર્યા હતા અને ત્રણ વાર ડિવોર્સ લીધા હતા.

image source

જો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો હવે આ સમગ્ર ઘટનાનું કારણ કેસ જ્યારે કોર્ટ પહોંચ્યો ત્યારે સામે આવ્યું છે અને બધાને ઝાટકો લાગ્યો છે. આ ઘટના તાઈવાનના એક બેન્ક કર્મચારીની છે. આ વ્યક્તિ અહીં બેન્ક ક્લર્ક તરીકે કામ કરે છે અને હવે તો આખા વિશ્વમાં ચર્ચામાં આવ્યા છે. તાઈવાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી તો તેને માત્ર 8 દિવસની જ રજા આપવામાં આવી. આ વ્યક્તિના લગ્ન થયા અને થોડા દિવસોમાં જ રજા પૂરી થઈ ગઈ. હવે કાયદા પ્રમાણે લગ્ન માટે 8 દિવસની પેઈડ લીવ આપવામાં આવે છે.

image source

હવે ખરો ખેલ શરૂ થાય છે. તેની 8 દિવસની તો રજા પુરી થઈ ગઈ. પછી તેણે રજા વધારવા માટે એક નવી પદ્ધતી શોધી લીધી. આ વ્યક્તિએ તેની પત્નીને ડિવોર્સ આપી દીધા જેથી તે ફરી લગ્ન કરી શકે અને તેના માટે વધુ 8 દિવસની પેઈડ લીવ લઈ શકે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વ્યક્તિએ 37 દિવસની અંદર એક જ છોકરી સાથે એટલે કે પોતાની પત્ની સાથે ચાર વખત લગ્ન કર્યા અને તેને 3 વખત ડિવોર્સ આપ્યા. કારણ એક જ કે લીવ મળી શકે.

image source

આ ઘટનાનો ખુલાસો કઈ રીતે થયો અને કઈ રીતે સમગ્ર કેસ કોર્ટમાં પહોંચ્યો હતો એના વિશે વાત કરવામાં આવે તો બેન્કે અંતે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ વ્યક્તિ શું કરવા માંગે છે. બેન્કે પહેલાં તો તેને વધારાની પેઈડ લીવ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે બેન્કે રજા ના આપી ત્યારે વ્યક્તિએ તાઈપે સિટી લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને બેન્ક પર લેબર લીવના નિયમો તોડ્યાનો આરોપ લગાવ્યો હતો. આ કાયદા પ્રમાણે કર્મચારીઓને લગ્ન સમયે 8 દિવસોની પેઈડ લીવ આપવી ફરજિયાત છે. ક્લર્કે 4 વાર લગ્ન કર્યા, તેથી તે માટે 32 દિવસોની પેઈડ લીવ મળવી જોઈતી હતી. ત્યારપછી બેન્કે પણ આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

image source

જો કે આ કેસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આરોપી દ્વારા માંગવામાં આવેલી રજાઓ લેબર સ્ટાન્ડર્ડ એક્ટના પ્રમાણે નથી તેવો લેબર કોર્ટના કમિશનર તરફથી મત રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે લેબર કોર્ટે પણ કહ્યું કે, બેન્ક ક્લર્કે રજા માટે જે પણ ખોટું કર્યું તે અયોગ્ય છે. પરંતુ લેબર સ્ટાન્ડર્ડ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિ રજા લેવા માટે એક જ વ્યક્તિ સાથે બીજી વાર લગ્ન કરે. માટે આ કામને રોકી શકાય. બેન્ક દ્વારા વ્યક્તિને રજા નહીં આપવા માટે 700 કરોડ ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે આ શખ્સની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો પણ મજાક કરી રહ્યા છે, તો વળી કોઈ આ કર્મચારી પણ ફિટકાર વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!