વિશ્વના સૌથી મોટા પરિવારના વડાનું થયું આ કારણે મોત, 38 પત્નીઓ અને 89 બાળકોને છોડી દુનિયામાંથી લીધી વિદાય

ઘરમાં કોઈ પ્રસંગ હોય અને મહેમાનો આવવાન હોય ત્યારે આપણે અઠવાડિયા પહેલાથી તેનુ ટેન્શન રહેતુ હોય છે. તેમના માટે બેસવા, જમવા, રહેવા જેવી બાબતોની તૈયારી અગાઉથી કરવમા આવતી હોય છે. પરંતુ એક પરિવાર એવો છે જ્યાં દરરોજ જ આટલા બધા લોકોનું જમવાનું બને છે અને બધા સાથે રહે છે. હાલ આ પરિવાર માટે દુખના સમાચાર છે કારણ કે આ પરિવારના વડાનુ મ્રુત્યુ થયુ છે. મળતી માહિતી મુજબ ઝિઓના ચાનાનું રવિવારે અવસાન થયું હતું. તે 76 વર્ષનો હતો. તેમને વર્લ્ડના સૌથી મોટા પરિવારના વડા તરીકે ઓળખવામાં આવતા હતા. જાણવા મળ્યુ છે કે તેમના જીવનકાળ દરમિયાન તેમણે અનેક લગ્નો કર્યા જેમાં 39 પત્નીઓ, 89 બાળકો અને 36 પૌત્રો હતાં.

image source

હાલમા મિઝોરમના મુખ્યમંત્રી ઝોરમથંગાએ ઝિઓનાના મોતની પુષ્ટિ કરી હતી અને તેમને માન આપ્યું હતું. સીએમ દ્વારા આ ઝોરમથંગે ઝિઓના ચાનાના વિશાળ પરિવારનો ફોટો ટ્વિટર પર શેર કરવામા પણ આવ્યો છે. તેમણે આ ફોટો શેર કરતા લખ્યું હતુ કે ભારે હૃદયથી મિઝોરમ શ્રી ઝિઓના ચાનાને શ્રદ્ધાંજલિ આપે છે.

image source

38 પત્નીઓ અને 89 બાળકોવાળા વિશ્વના સૌથી મોટા કુટુંબના વડા છે ઝિઓના ચાના હતા. આ કુટુંબને કારણે મિઝોરમ અને તેમનું ગામ બક્તાવંગ તલંગનિયમ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. આમ જોવા જઈએ તો આટલું મોટું કુટુંબ સંભાળવું પણ કોઈ સરળ વાત નથી. ઝિઓના ચાનાનુ ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર હોવાની વાત પણ સામે આવી છે. એક રિપોર્ટ મુજબ તેમની તબિયત લથડતાં રવિવારે સાંજે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પછી ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ સાથે વાત કરીએ ઝિઓના ચાના પરિવાર વિશે તો તેનો આખો પરિવાર ચાર માળના મકાનમાં રહે છે જેમાં 100થી વધુ ઓરડાઓ છે. 181 સભ્યો 100 રુમના મકાનમાં તેઓ બધા એક સાથે રહે છે. મોંઘવારીના આ સમયમાં જ્યારે ચાર-પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું એક પડકાર સમાન છે, ત્યાં ઝિઓના ચાના પોતાની 3૮ પત્નીઓ, 94 બાળકો, 14 વહુઓ અને 33 પૌત્ર-પૌત્રીઓ તેમજ એક નાનકડા પ્રપૌત્ર સાથે પ્રેમથી રહે છે. તેમના મોટા દીકરા પાર્લિયાનાની ઉંમર 52 વર્ષ હોવાનું જાણવા મળ્યુ છે.

image source

એક મુલાકાતમાં ઝિઓને જણાવ્યું હતું કે તેના પરિવારના માણસો ખેતીકામ અને પશુપાલન કરીને ઘર ચલાવે છે. જ્યારે મહિલાઓ ખોરાક તૈયાર કરવા અને ઘરની સફાઈની જવાબદારી પૂરી કરે છે.

image source

ઝિઓના ચાનાએ 17 વર્ષની વયે પ્રથમ વખત લગ્ન કર્યા. આ ઉપરાંત તે ખુદને ભાગ્યશાળી માનતો હતો કે ઘણા લોકો તેની સંભાળ રાખે છે અને તેને પ્રેમ કરે છે.