બોલ્ડ અભિનેત્રી અમિષા પટેલ પર મોટો આરોપ, આ શખ્સનું કરોડોનું કરી નાંખ્યું, હવે કોર્ટના ધક્કા ખાવા પડશે

પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેલી એક્ટ્રેસ અમિષા પટેલ મોટી મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. અભિનેત્રી પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે અને આ કેસ ઝારખંડ હાઈકોર્ટમાં છે. કોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે અભિનેત્રી તેમજ તે વ્યક્તિને જેણે અરજી દાખલ કરી છે તેને 2 અઠવાડિયામાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે અભિનેત્રી પર ફિલ્મ બનાવવાના નામે કરોડો રૂપિયા લેવાનો અને ફિલ્મ ન બનાવવા બદલ પૈસા પાછા નહીં આપવાનો આરોપ છે. આ સાથે ચેક બાઉન્સનો કેસ પણ છે. ઝારખંડ હાઈકોર્ટમાં આ કેસમાં એક અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષે સુનાવણી કર્યા બાદ કોર્ટે કેસની ગંભીરતા જોતાં બે અઠવાડિયામાં જવાબ આપવા નિર્દેશો આપ્યા છે.

image source

આ અરજીની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ આનંદ સેનની કોર્ટમાં થઈ હતી. જસ્ટિસ આનંદ સેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસની સુનાવણી કરી હતી. અરજદારના એડવોકેટ અને સરકારના વકીલ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં જોડાયા હતા. અભિનેત્રી અમિષા પટેલ પર આરોપ છે કે તેમની કંપનીએ ફિલ્મ બનાવવાના નામે રૂપિયા 2.5 કરોડ લીધા હતા, પરંતુ જ્યારે ફિલ્મ બની ન હતી ત્યારે પૈસા પાછા આપ્યા નહોતા.

કોર્ટમાં કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અજયકુમાર સિંહ અને અમીષા પટેલની મુલાકાત હર્મુ હાઉસિંગ કોલોની ખાતે એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. આ દરમિયાન ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવાના નામે અજયકુમારસિંહે અઢી કરોડ અમિષા પટેલના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. અજય લવલી વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટનો પ્રોપરાઇટર છે. ફિલ્મ ન બનાવ્યા બાદ અને પૈસા પાછા ન મળ્યા બાદ અજયસિંહે નીચલી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલો વર્ષ 2017નો છે.

image source

એટલું જ નહીં, ફરિયાદીએ અભિનેત્રી પર તેની સાથે ધોખાધડીનો આરોપ પણ લગાવ્યો છે. તેણે કહ્યું કે જ્યારે ફિલ્મ નહીં બની ત્યારે તેણે પૈસા માંગ્યા ત્યારે તેમને અભિનેત્રી પાસેથી 2.5 કરોડનો ચેક અપાયો હતો, જે બાઉન્સ થઈ ગયો હતો અને હાલમાં આખા કેસની સુનાવણી બે અઠવાડિયા પછી થશે. ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ 44 વર્ષની થઈ ગઈ છે. બોલીવુડમાં એન્ટ્રી સાથે જ અમીષાએ હંગામો મચાવી દીધો છે. તે 2000માં આવેલી ‘કહો ના પ્યાર હૈ’થી બોલીવુડમાં એન્ટ્રી મારી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તે ઋત્વિક રોશન સાથે જોવા મળી હતી. ઋત્વિક રોશનની પણ ડેબ્યૂ ફિલ્મ હતી.

image source

ત્યારબાદ 2001માં અમીષાએ વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ આપી, જેનું નામ હતું ‘ગદર: એક પ્રેમ કથા’. આ ફિલ્મમાં તે સની દેઓલની સાથે જોવા મળી હતી. આ બંને ફિલ્મોમાં અમીષ પટેલને પોતાના અભિનય માટે ખૂબ પ્રશંસા મળી હતી. જે હિંદી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી હિટ ફિલ્મમાંની એક બની ગઇ, જેના લીધે ફિલ્મફેર સ્પેશિયલ પરર્ફોમન્સનો એવોર્ડ મળ્યો. અમીષા આજે ભલે ફિલ્મોથી દૂર થઇ ગઇ હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે અને આ પ્લેટફોર્મ પર તેમના ચાહનારાઓની કમી નથી. ઇંસ્ટાગ્રામ પર અમીશાને 37 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે અવાર-નવાર પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે, જેને જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!