Site icon News Gujarat

સીધી સાદી ‘અનુપમા’એ લીધી મોંઘીદાટ ગાડી, સાથે ફેન્સ માટે લખ્યો આ ખાસ મેસેજ, જે વાંચીને તમે પણ થઇ જશો ફિદા

અનુપમા હાલમાં ટેલિવિઝનનો ટોપ રેટેડ શો છે. શોનો પહેલો એપિસોડ પ્રસારિત થયો ત્યારથી જ શો ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહ્યો છે. દરેક જણ રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને અન્ય કલાકારોના અભિનયને પસંદ કરે છે. આ શોને આજ સુધીની સૌથી વધુ ટીઆરપી મળી છે. ટીમ અનુપમાના બધા કલાકારો જાણીતા નામ બની ગયા છે. હવે અનુપમાની મુખ્ય ભૂમિકા ભજવનારી રૂપાલી ગાંગુલીએ પોતાને એક મોંઘી ગિફ્ટ આપી છે.

image source

જી હા, રૂપાલી ગાંગુલી અને તેના પતિ અશ્વિન કે વર્માએ હવે એક નવી લાલ મહિન્દ્રા થાર કાર ખરીદી છે, જે એક ઓફ રોડ કાર છે. આ કારની વિશેષ બાબત એ છે કે તે સામાન્ય રસ્તા સિવાય ખાડાવાળા રસ્તાઓ પર સરળતાથી દોડી શકે છે.

image source

પોતાની નવી કાર સાથેની તસવીર શેર કરતાં રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, The Tall and the Short of It! ભારતીય બનો અને ભારતીય ખરીદો, ભારતીય ચીજોને સપોર્ટ કરો! #ProudIndian #instadaily #rupaliganguly #mahindratar #swadesi #jeep #thar #instagood # જય માતાજી # જયમહાકાલ.

અગાઉ એવી અફવાઓ હતી કે રુપાલી અને શોની બીજી કલાકારો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. રૂપાલી ગાંગુલી, અલ્પના બુચ, આશિષ મેહરોત્રા અને મુસ્કાન બામણેએ એક જૂથ બનાવ્યું હોય તેવું લાગે છે, જ્યારે બીજામાં સુધાંશુ પાંડે, આનાખા ભોંસ્લે, મદાલસા શર્મા અને પારસ કાલનાવત છે. સુધાંશુ પાંડેએ એક પોસ્ટમાં અગ્રણી મહિલાને ટેગ ન કર્યા પછી પણ આવી અફવાઓને વેગ મળ્યો હતો.

image source

જો આપણે અનુપમા શોની વાર્તા વિશે વાત કરીએ, તો અનુપમા સિરીયલમાં કાવ્યાની ગેમ નિષ્ફળ ગઈ છે. કિંજલ અને અનુપમા એક થઈ ગઈ છે. તે જ સમયે, કાવ્યાને કારણે, ઘરના ખર્ચને લઇને હંગામો થાય છે. વળી, આવનારા સમયમાં કાવ્યા તેની ગર્ભાવસ્થાના સમાચાર પણ બધાને આપી શકે છે. તો બીજી તરફ અનુપમા એક સીધી સાદી ગુજરાતી વહુ કે જેના માટે તેનો પરિવાર જ તેની દુનિયા હતો પરંતુ તેના પતિને ઓફીસની કલિગ કાવ્યા સાથે આડા સંબંધો હતા જેને લઇને શોમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવ્યો અને અનુપમાએ વનરાજ સાથે છૂટાછેડા લઇ લીધા તેમજ કાવ્યા સાથે લગ્ન કરી લીધા હતા. હાલમાં સિરિયલમાં આવી રહેલા આવા ટ્વિસ્ટોથી દર્શકોનું સારૂ એવુ મનોરંજન થઈ રહ્યું છે.

image source

તો બીજી તરફ કાવ્યાએ જ્યારથી વનરાજ સાથે લગ્ન કર્યા ત્યારથી ઘરમાં ઝઘડાનો માહોલ શરૂ થઇ ગયો છે. તમને જણાવી દઈએ કે, રોજ તે શાહ પરિવારના સદસ્યોને અંદરોઅંદર ઝઘડાવી રહી છે. નોંધનિય છે કે, પહેલા ઘર અલગ કરાવ્યુ અને હવે કાવ્યા ખર્ચો પણ જુદો કરવા માટે કહી રહી છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં કાવ્યા કિંજલને પોતાની વાતોમાં ભોળવીને સાથે બહાર લઇ જાય છે. જેથી કિંજલ પણ કાવ્યાની જેમ મોડી રાત સુધી ઘરે નથી આવતી અને ઘરે આવ્યા બાદ બધા સાથે ઝઘડો શરૂ કરી દે છે. તો બીજી તરફ અનુપમા પણ કિંજલના આ વર્તનથી હેરાન થઇ જાય છે. આના કારણે વનરાજ અનુપમાને અપીલ કરે છે કે તે કિંજલને સમજાવે જેથી તે બીજી કાવ્યા ન બની જાય. આમ હાલમાં આ સિરિયલમાં દિવસેને દિવસે નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે.

Exit mobile version